હે સર્જનહારા… – કેશવ રાઠોડ

જે ગણ્યાગાંઠ્યા ગુજરાતી ગીતો હું નાનપણથી સાંભળતી આવી છું – એમાંનું એક આ ગીત..! જેટલીવાર સાંભળું એટલીવાર નશો કરાવે..!

સ્વર : મુકેશ
સંગીત : ગૌરાંગ વ્યાસ

.

હે સર્જનહારા…
શાને સર્જી તેં, મેળાપ પછી જુદાઇ?
મેળાપ પછી જુદાઇ….

મીઠી લાગે છે મનવાને,મિલન કેરી ઘડી ઘડી..
પણ વિયોગની ક્ષણ લાગે છે,એ ક એક યુગ જેવડી,

ઘડનારો તું એક જ ને કેમ નોખી નોખી ઘડાઇ.. ?
મેળાપ પછી જુદાઇ….
હે સર્જનહારા…

હૈયા કેરા ઘાવ હજી તો નથી જરાયે રૂઝાયા..
વસંત પછી આ પાનખરના કેમ વાયરા વાયા?

રીત્યું તારી હે રખવાળા અમને ના સમઝાઇ..
મેળાપ પછી જુદાઇ….

હે સર્જનહારા…
શાને સર્જી તેં, મેળાપ પછી જુદાઇ?
મેળાપ પછી જુદાઇ…

6 replies on “હે સર્જનહારા… – કેશવ રાઠોડ”

  1. પૂ. જય્શ્રિબેન્
    ઔડિયો ફિલે ફક્ત બુફ્ફર થયા કરે છે . સુચન કર્શો.
    આભાર્
    રાર્જેન સન્ગોઇ ના

  2. Jayshreeben, I am getting an error message while trying to listen to this song. Thanks for your attention and efforts.

  3. કોનો આભાર માનુ આ સા ઇત માતે? ત્રિશ વર્શ બાદ ગુજ્ર્રાતિ ગિતો સાભલવા મલ્યા. દિલ ખુસ થય ગયુ.

  4. I REMEMBER THAT THIS SONG USE IN ONE FILM.MOSTLY IN KHAMMA MARA VEERA I DON,T EXECATLLY SURE BUT LYRICS OF THIS SONGS IS REALLY TREMENDEOUS

  5. If I am not mistaken, this was the last song in Gujarati by Late Mukesh.

    Very nice to here it on Tahuko.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *