કસુંબીનો રંગ – ઝવેરચંદ મેઘાણી

આજે ૧લી મે ર૦૧ર, ૫૨મો ગુજરાતદિન….., વિશ્વગુર્જરીને ગુજરાત રાજયની વર્ષગાંઠ નિમિત્તે ખોબલે ખોબલે શુભેચ્છાઓ..!! જુન ૨૦, ૨૦૦૬ માં પહેલા મુકેલું આ પ્રખ્યાત ગીત ફરી એક વાર બે જાણીતા સ્વરોમાં…..

સ્વર – પ્રફુલ દવે

સ્વર – હેમુ ગઢવી

* * * * * * * * * * * * * * * * * * * *

( શ્રી ચેતનભાઇનો ખૂબ ખૂબ આભાર, જેમણે આ ગીત અહીં પ્રસ્તુત કરવાની પરવાનગી આપી. એમના કંઠે ગવાયેલા લોકગીતોની CD “લોકસાગરનાં મોતી” માથીં આ ગીત લેવાયું છે, જેની વિગત માટે comments જુઓ )

kesudo

.

ટહુકો ફાઉન્ડેશનના સુર શબ્દની પાંખે કાર્યક્રમમાં દિલીપ આચાર્યના સ્વરમાં સાંભળો.

લાગ્યો કસુંબીનો રંગ –
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. – રાજ..

બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ. – રાજ..

દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ. – રાજ..

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ – રાજ..

નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ;
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ. – રાજ…

પિડિતની આંસુડાધારે – હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ. – રાજ

ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ. – રાજ…

ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલા હો ! પીજો કસુંબીનો રંગ;
દોરંગાં દેખીને ડરિયાં : ટેકીલા તમે! હોંશિલા તમે ! રંગીલા તમે લેજો કસુંબીનો રંગ!

રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ –
લાગ્યો કસુંબીનો રંગ !

– ઝવેરચંદ મેઘાણી (કવિ પરિચય)

(પ્રફુલ દવે અને હેમુ ગઢવીના સ્વરમાં ઓડિઓ ફાઇલ માટે આભાર  www.jhaverchandmeghani.com)

295 replies on “કસુંબીનો રંગ – ઝવેરચંદ મેઘાણી”

  1. એક્દમ સુન્દર રચ ના. ઘના વરસો બાદ રસ માન્યો.
    આભાર્.

  2. શુ તમે ઝવેર ચન્દ મેઘનિ નુ કવ્ય “કોઇ નો લાડ્ક વાયો ” અહિ પોસ કરિ શકિ ચ્હો… ખુબજ અનન્દ થશે.

  3. Dear Jaishree,kasumbi no rang, Purshotam upadhyay & ane teoni putrio,na kanthe sambhdy hatu,pachhu sambhdvu hatu,thanks a lot,dil khush thai gayu, sada khush raho,teonaj kanthe sambhdel biju geet kevi hashe….sambhdvanu bahuj mann thay chhe, muksho plz? thanks.

  4. વિર રસના પ્રણેતા મેઘાણિ ને ખુબ ખુબ વઁદન.

  5. khub saras……………..

    sambhline badha dukh dur thai jay che, ane ekant na palo ma juna divso keva hase eni zakhi batave che..

  6. rastiya shayar mananiya Shree Zaverchand Meghani mate kai pan kahevu a suraj same dipak batava saman che. Bharatmata na aa ladaka suputra mate samast Bhatarvarsh ne gaurav che.Bharatmata na charanomo vandan ane prathana , he Bharatmata have bhijo Zaverchand Meghani , aa dharati ne khore kyare janm leshe. Yada yada he ———– sanbhavami yuge yuge . – Jay Shree Ram ! Vande Gau Mataram !! Vande Bharat Mataram !!! Jay Jay Garavi Gujarat !!!! – Mukesh Kadakaia na Jay Jay Shree Gokulesh

  7. વિર રસથિ ભરેલો ‘કસુમ્બિનો રન્ગ’ ઝ.મેઘાનિનુ અદ્ભુત લેખન ,ચેતનજિએ સુન્દર અવાજમા ગાયુ…ગિતને,કવિને,ગિતના શબ્દોને ,વિરોને,બધાને મારા લાખ લાખ સલામ….!!!!!!

  8. Mr. Joshi. Thank you so much for the explaination. Sometimes instict makes you feel the poetry but there are no clear words to explain – not having studies any Gujarati formally. this is a passion for me and I greatly appriciate this resouce created by Jayshreeben.

  9. bhaviben..i will try to explain what “kasumbi no rang” means..kasumbi or kasumbo is a kind of flower which has deep orange or saffron color,this color is considered as the color of love,affection and sacrifice..also used for joy of freedom sometimes in kathiyawad..this magnificent poet had taken the inspiration or rather he had used “kasumbi no rang” to awaken the common people,to improve their love and affection towards the country and countrymen..the saffron color symbolises love and sacrifice..anyhow you have to get in touch with the “gujarati saahitya” to enjoy these kind of poems thoroughly..

  10. મને કોઇ કસુમ્બિ ન રન્ગ નો મહત્વ સમજાવશો જિ? અહિ જન્મેલ બલકોને કેવિ રેીતે સમજવુ – જેમ માર હ્રિધ્યને સ્પર્શિ જાય ચે તે કેમ સમજાવુ?
    નસા નિ વાત ચે?

  11. જ્યારે પણ આ સાંમડુ ,ત્યારે રુવાડા ઉભા થઈ જાય ……

  12. મારે “રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !” ગીત MP3 format મા downlaod કરવુ છે. downlaod લિન્ક આપવા વિનંતી

  13. જયશ્રી બેન મને તમે આ ગીતો ને ડાઉન લોડ કેમ કરી શકાય તેનિ મહિતિ આપશો. ખુબ ખુબ આભાર રહે શે તમારો

  14. Evergreen Lokgit, darek gujarati na ruvada ubha thai jay evu song.
    I have no words to describe this song’s worthness..

  15. હુ મને ખુબ સૌભગ્યવતિ સમ્જુ ચુ કે હુ ગુજ્રરાતિ ચુ.
    i’m really very proud to be a part of it..!
    Thank you God.!

  16. રાષ્ત્રિય શાયર મેઘાણીદાદા ની અમર રચના…ડાયરામા એક સુત્રધાર એવા ગઢવીએ કહ્યુ હતુ કે કસુમ્બી ડાયરાનુ
    રાષ્ટ્ર ગીત છે મ એવા ખુબજ ડાયરા સામ્ભ્ળ્યા છે કે જેની શરુઆત ગણેશવન્દના થી અને સમાપન કસુમ્બી થી થયુ હોય…..મેઘાણીદાદા,હેમુ ગઢવી,ભીખુદાન ગઢ્વી,અવીનાશ વ્યાસ..વિ. નુ ગુજરાત સદીઓ સુધી રુણી રહેશે જેઓના અમુલ્ય યોગદાનને કારણે ગુજરાતી કલા-સાહિત્ય આટલુ ઉજળુ છે…આભાર આ સૌ મહાનુભાઓ સહિત ટહુકો નો પણ..ગુજરાત ની સેવા બદલ…

  17. ખ્ન્ભાત ના દરિયામ સાચા મોતિ પાકે no comments regarding Zaverchand Meghani’s :kasubal rang: sauratra ni rasdhar: extra oridanary gift to Gujarat :

  18. ખુબજ સરસ ખરેખર
    જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;
    ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. – રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !…………રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !

    મારી શાળા અભ્યાસની યાદો તાજી થઇ ગઇ હૈયામાં

    ખૂબ ધન્યવાદ લોકસાગરનાં મોતી અને શ્રી ચેતનભાઇનો

    http://WWW.WEB4DESIGNING.COM

  19. Now I have learned this song by heart
    I sing it all the time I was looking for this
    song for very long time.
    Back home in Zambia I learned this song
    Thank you.

  20. ચેતન ગઢવીના અવાજ મા મેઘાણી નુ કસુમ્બીનો રંગ સાંભળીને આ જૈન વાણિયા ના રુવાડા ઉભા થઇ ગયા, લોહી ઝડપથી દોડવા મન્ડ્યુ.
    આમા ક્યાય અતિશયોક્તિ નથી,હકિકતે બયાન છે.
    આપ્નો ખુબ ખુબ આભર્
    મને આ ગિત ડોવ્ન્લોડ કર્વુ છે તો ક્યથિ કરય્ જન કર્શો…..

  21. ઝવેર્ચન્દ મેઘનિ નુ રચેલુ ગિત “સુના સમ્દર નિ પાલે રે આઘા સમ્દર નિ પાલે,ઘેરાતિ રાત ના ચ્હ્હેલા સસ્વાસ ઘુતે ચ્હે એક બાલુદો રે!સામ્ભલવુ ચ્હે.પ્લિસ પ્લિસ પ્લિસ્!!!!!!!!

  22. yaar ek khami chhe, je loko limited internet vaapre chhe tene shu karavu? mate download hoy to fari te loko without mb loss vina shambhali shake.plz vicharva jevu kharu?

    aa babte chacha ne avkash chhe.
    Nilkanth Patel.

  23. HEMU GADHAVI NA AVAAZ MA KASUMBI NO RANG SAMBHALAVO CHHE.
    NARSHI MEHTA NU VA VAYA NE VADAL UMTYA SAMBHALI SHAKASHE ?

  24. ખુબ સરસ ભઇ, you dont know my how much time to spent to search this song. really really very good. thanks mehulbhai surti who suggested to search on this web site and thanks jaishreben…

    jai ho meghani…

  25. આ એક ખુબજ સુન્દર ઓન લાઇન સન્ગિતાલય ચ્હે. જેના માધ્યમ થેી દુનિયા ના કોઇ પણ ખુણા મા આપણે ગુજરાતી ગીતો નો આનન્દ માણી શકિયે….હુ અમેરિકા મા પણ ગુજરાત ને અનુભવિ શકુ ચ્હુ….આભાર્…

  26. પ્લિજ મને ઝવેર્ચન્દ મેઘાનણિ નુ હે રજ મને લગ્યો કસુમ્બા નો રન્ગ નુ ગિત જોઈએ તેથિ મારા
    આથિ માર આ ઇડિ ઉપર ફ્રિ ડોવ્ન્લોદડ કરિ સકય…….

  27. Respected Jaishriben,
    Jaishrikrishna
    Thank u very much for this wonderful collection of folksongs sung by Shri Chetan Gadhvi.Irequest to collect such more and more good collection of such Gujarati folk songs and i also request all listners of this Web-Tahuko.com to purchase such good collection of our Gujarati Folk Songs to inspire the singers to sings more and more folk songs and to keep alive our Gujarati folk culture.
    Please continue such good work.
    Please advise me the source to purchase all this three CD’s LOKSAGAR NA MOTI-OF CHETAN GADHVI.
    I am at present at Auckland N Z

  28. vachako ane shrotaone malum thay ke….amara kathiyawar ma ane kavita nathi kaheta pan shaurya git kahevay…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *