આખું ચોમાસું તેં મોકલ્યું ટપાલમાં – સંદીપ ભાટિયા

દેશમાં આમ તો ચોમાસું આવવાને થોડી વાર છે, પણ બે દિવસ પહેલા શિકાગો – મિશિગન બાજું જે ધમધોખાર – સાંબેલાધાર વરસાદ આવ્યો હતો, એ પરથી આ ગીત ચોક્કસ યાદ આવી જાય…!

* * * * *

આખું ચોમાસું તેં મોકલ્યું ટપાલમાં
ને પરબીડિયું ગયું ગેરવલ્લે
હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે

છત્રીને થાય, એક નળિયાને થાય,
કોઈ નેવાને થાય એવું થાતું
ખુલ્લા થયા ને તોયે કોરા રહ્યાનૂં
શૂળ છાતીમાં ઊંડે ભોંકાતું

વાદળાંની વચ્ચોવચ હોવું ને તોય કદી
છાંટા ન પામવા જવલ્લે
હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે

ભીંજેલા દિવસોને તડકાની ડાળી પર
સૂકવવા મળતા જો હોત તો
કલરવનો ડાકિયો દેખાયો હોત
કાશ મારુંયે સરનામું ગોતતો

વાછટના વેપલામાં ઝાઝી નહીં બરકત,
ગુંજે ભરો કે ભરો ગલ્લે
હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે.

– સંદીપ ભાટિયા

9 replies on “આખું ચોમાસું તેં મોકલ્યું ટપાલમાં – સંદીપ ભાટિયા”

  1. Shri sandipbhai,
    aapni lakheli aa Rachna mane khub j gamel. me compose karva ni koshish kari pn jamyu nahi. Aa Rachna Bhavnagar mahila college na Music.Prof. Shri Girirajbhai Bhojak ne me aa rachna vanchavi, Temne Adbhut Rite Compose Karel chhe. Varamvar sambhalvanu mann thay e rite.. aap jarur thi sambhali lejo…

    • સંદીપભાઇ,
      ભરપૂર સ્નેહ બદલ આપનો તથા સૌ મિત્રોનો આભારી છું.
      ભાવનગર જવાનું થાય ત્યારે શ્રી ગિરીરાજભાઇ ભોજક પાસેથી એમની સ્વરરચના સાંભળવાનું મને ખૂબ ગમશે.

  2. ખાબોચિયાનું ટીપું પણ હરખ્યું તુજ મહેરથી ,
    પણ મુજને લાધ્યું ન સુખ એવું સહેજથી,
    લીલા પર્ણોની કટોરીએ ઝીલ્યું જે લહેરથી,
    મુજ અંતર – મયુરથી ન રીઝ્યું એ સ્નેહથી!

    આખું ચમાસુ ન માંગુ, હું કૃપણ નથી,
    પરબીડિયું કોરું શેં યાચું, હું જડ નથી!
    માંગુ દીનાનાથ સતત હું મંથન કરી,
    તુજ તેજે ભીંજાયેલું એક બિંદુ, વંદન કરી.
    -શિવાની શાહ

  3. “વાછટના વેપલામાં ઝાઝી નહીં બરકત,
    ગુંજે ભરો કે ભરો ગલ્લે
    હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે.”

    વાછટનો જો વેપલો કરો તો તો ભીંજાવું ટલ્લે જ ચડે ને સંદીપ ભાઈ! વેપલો તો સાંબેલાધારનો કરવો તો કદી કોરા રહેવાની ચિંતા નહી.
    સુંદર રચના.

  4. ઇ-મેઇલના યુગમાઁ ટપાલમાઁ આખુ ચોમાસુ મોક્લાવે
    તો પછી ગેરવલ્લે જ જાય ને????
    🙂
    સરસ રચના!

  5. ચોમાસાના આગમનની વાત ભૂલી જાઓ… આ રચના સમયાતીત છે… અદભુત ગીત… અંદરથી સ્વયંભૂ જન્મ્યું હોય એવું…

  6. ભારતમા ચોમાસાનુ આગમમન થવાનમા જ છે એટ્લે સમયસર પોષ્ટ કરી છે…………….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *