(ખળભળતી એક સાંજ… Fort Bragg, CA – Nov 29, 2008)
* * * * *
વ્હાલમ, અમને એકલતાના આભ નીચે
ટળવળતી કોઇ સાંજ થવાનું મન,
વ્હાલમ, અમને બળબળતા વનવગડે કોઇ
એકલદોકલ સાથ વિનાની પાંખ થવાનું મન…
અમને એક દંડિયા મ્હેલે વાસો રાત એકનો આપો
અમને સ્પર્શ વિહોણા દેશે થોડી નજરકેદમાં રાખો
વ્હાલમ, અમને વલવલતી કો’ ચાંદ વિનાની
રાત બનીને ઉજાગરાનું ફૂલ થવાનું મન…
ચોરીના ફેરાની પળથી ગીત મિલનનાં સતત અમે તો ગાયા
રેશમિયાં સપનોમાં કોઇ અલકમલકનાં રૂપ બની હરખાયા
વ્હાલમ, અમને ક્ષણ એકાદી આપો જેમાં
ટીટોડીની ચીખ બની તમ રોમરોમનો કંપ થવાનું મન…
ચોરીના ફેરાની પળથી ગીત મિલનનાં સતત અમે તો ગાયા
રેશમિયાં સપનોમાં કોઇ અલકમલકનાં રૂપ બની હરખાયા
વ્હાલમ, અમને ક્ષણ એકાદી આપો જેમાં
ટીટોડીની ચીખ બની તમ રોમરોમનો કંપ થવાનું મન…
ખુબ જ સરસ…
મન્ન ખુશ થઇ ગયુ.
Its very Nice & Touch the heart
વાહ બહેના ! જીવ ખળભળ્યો !