10 મી માર્ચે જાણીતા ગુજરાતી નવલકથાકાર, નાટ્ય લેખક અને ચલચિત્ર પટકથા અને બાળસાહિત્ય લેખિકા – ધીરુબેન પટેલે આપણી વચ્ચેથી વિદાય લીધી. કે.એમ. મુન્શી સુવર્ણ ચંદ્રક, સાહિત્ય ગૌરવ પુરસ્કાર, નંદશંકર સુવર્ણ ચંદ્રક, દર્શક પુરસ્કાર, અને સાહિત્ય અકાદમીનો ગુજરાતી ભાષા માટેનો પુરસ્કાર મેળવનાર ધીરુબેને લખેલા નાટક પરથી કેતન મહેતાનું પ્રખ્યાત ચલચિત્ર ભવની ભવાઈ સર્જાયું છે.
એમના સર્જન વિષે વધુ માહિતી:
https://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Dhiruben-Patel.html
એમને નતમસ્તક શ્રધ્ધાંજલી સાથે એમના તાજેતરમાં પ્રકાશિત પુસ્તક – ચોરસ ટીપું – ના લોકાર્પણ અને એમની 96મી વર્ષગાંઠ નિમિત્તે ભવન્સ ક્લચર સેન્ટરમાં યોજાયેલો પ્રસંગ માણીએ. એમના સર્જન થકી ધીરુબેન હંમેશા આપણી સાથે રહેશે.
Nice