હું અને દરિયો – જયશ્રી મર્ચન્ટ

આલબમ : લીલોછમ ટહુકો
સ્વરાંકન અને સ્વર : નેહલ રાવલ ત્રિવેદી

.

આ તું, આ સ્નિગ્ધ ક્ષણોના પહાડ,
ને આ હું અને દરિયો !
આ નયનનું ગગન, આ કાજળનાં વાદળ,
ને આ હું અને દરિયો !

આ તારી હસ્તરેખા, આ માર ખાલી હાથ
ને આ હું અને દરિયો !
આ તારા હાથોની મહેંદી મારું રંગહીન નસીબ
ને આ હું અને દરિયો !

આ તારા કેશ, આ ચમેલીની સુગંધના તરંગ,
ને આ હું અને દરિયો !
આ તારો સ્પર્શ, આ અધરોની ઘટા સઘન
ને આ હું અને દરિયો !

આ તું, આ રેશમી રાત, સરકતું ગગન;
ને આ હું અને દરિયો !
આ વણથંભી સફર ને જન્મોથી પ્રતિક્ષિત તું-
હું અને દરિયો !
– જયશ્રી મર્ચન્ટ

One reply

  1. ખુબ જ મઝાનું કાવ્ય, સરસ પરિચય, તરવરાટ ભર્યું સંગીત અને ગાણું! ધન્યવાદ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *