રાધા શોધે મોરપિચ્છ – સુરેશ દલાલ

સ્વર : કલ્યાણી કૌઠાળકર
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલબમ : સંગત

.

રાધા શોધે મોરપિચ્છ ને ,શ્યામ શોધતા ઝાંઝરિયા,
રાધિકાની આંખ જપે છે સાંવરિયા ! ઓ સાંવરિયા !

મુરલીના સૂર કદંબવૃક્ષે ચીર થઈને ઝૂલે,
અને શ્યામની આંખો જળમાં કમળ થઈને ખૂલે;
કુંજગલીમાં ધૂળ રેશમી તો ય કહે એ કાંકરિયા….

ઉજળો દિવસ શ્યામ થયો ને રાધિકા થઇ રાત,
યમુનાના જળ દર્પણ થઈને કરે હૃદયની વાત;
ભરી ભરીને ખાલી ખાલી કરતી ગોપી ગાગરિયા…

– સુરેશ દલાલ

3 replies on “રાધા શોધે મોરપિચ્છ – સુરેશ દલાલ”

  1. વાહ, સુંદર અભિવ્યક્તિનું સર્જન
    જયશ્રી કૃષ્ણ

  2. કાવ્ય, ગાયકી અને લયબદ્ધ શબ્દો
    ખૂબ જ ભાવનાત્મક
    કુંજગલીમાં ધૂળ રેશમી તોય કહે એ કાંકરિયા
    અદ્દભૂત!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *