લાલ લાલ ચુંદડી

આણલ અંજારિયાના કંઠમાં ટહુકો ફાઉન્ડેશનના કાર્યક્રમ “સુર શબ્દની પાંખે”માં ગવાયેલું આ લોકગીત સાંભળો.

લાલ લાલ ચુંદડી રંગાવ મારી માડી
સોનાનું કંકણુ ઘડાવ રે,

ઘેરદાર ઘાઘરો મંગાવ મારી માડી
સેંથે સિંદુર ભરાવ રે!
બારણીયે ઊભા મારા સસરાજી
હસી હસી દીકરી વળાવ રે!

જેમ જંગલનાં પંખી રે માડી
વ્હાણું વાતાં ઊડી જાય રે;
તેમ પરાઈ થઈ દીકરી
દેશ પરાયે જાય રે!

નનો વીરો મરો રોકે રે પાલખી
આંસુના ઝરણા વહાવી રે,
બાપુને ધીરજ ધરાવ મરા વીરા
જેણે મને કીધી પરાઈ રે!
-લોકગીત

3 replies on “લાલ લાલ ચુંદડી”

  1. વાાહ આણલબહેન, બહુ સૂરીલું, ભાવપૂર્વક ગાયું. સાંભળવું બહુ ગમ્યું.

  2. Your response block does not allow Gujarati typing. I had complained about this before. If you don’t correct, there not be any future response.
    There are several spelling errors in this Lokgeet.
    નનો વીરો મરો રોકે રે પાલખી
    આંસુના ઝરણા વહાવી રે,
    બાપુને ધીરજ ધરાવ મરા વીરા
    જેણે મને કીધી પરાઈ રે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *