મન મન સુમિરન તવ કરું – રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’

સ્વરાંકન : શ્રી જયદેવ ભોજક
સંગીતકાર : ડો. પ્રભાતદેવ ભોજક
ગાયક વૃંદ : ભોજક કલ્ચરલ ગ્રુપ, વડોદરા

.

મન મન સુમિરન તવ કરું
નિત નિત લાગું પાય

વિઘ્ન સકલ અમ દૂર કરો
હે ગૌરી સુત ગણરાય

રિદ્ધિ સિદ્ધિ સંગ આવીને
મંત્રજપ તપ કાવ્યો સૌ
સિદ્ધ કરો ગણરાય

વંદન શત શત મમગ્રહો
હે ગણનાયક ગણરાય

-રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’

9 replies on “મન મન સુમિરન તવ કરું – રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’”

Leave a Reply to Priti Rakesh Nayak Cancel reply

Your email address will not be published. Required fields are marked *