પાંખો દીધી ને મેં – ભાસ્કર વોરા

સ્વર : અનંત વ્યાસ
સ્વરાંકન : અનંત વ્યાસ
સંગીત : ડો. ભરત પટેલ

.

પાંખો દીધી ને મેં ઉડવા કર્યું
તેં આખું ગગન મારી સામે ધર્યું

આવી દિલાવરી દેવ તારી જોઇને
આંખ માંથી અચરજ નું આંસુ ખર્યું

કંઠ રે દીધો તો મેં ગાવા કર્યું
ને તેં સાત સાત સૂરો નું અમૃત ધર્યું

આવી પ્રસન્નતા દેવ તારી જોઈને
મુખમાંથી મલ્હારી મોતી સર્યું

મન રે દીધું તો તને મળવા કર્યું
તેં આંગણું અલખના નાદે ભર્યું

આવી કરુણા દેવ તારી જોઈને
મેં ધરતી મેલી ને ધ્યાન તારું ધર્યું

-ભાસ્કર વોરા

38 replies on “પાંખો દીધી ને મેં – ભાસ્કર વોરા”

  1. Such a soothing voice you have sir.. brought back lot of memories. I was very fortunate to learn something from a musician like you Anant sir..
    Still remember “સાત સુરો ના સરનામે અમે તમને મળવા આવ્યા..”

  2. અનંતભાઈ, સુંદર સ્વરાંકન, સુંદર શબ્દો, સુંદર સંગીત નિયોજન.
    મુખ માં થી મલ્હારી મોતી સર્યું… મલ્હાર નો સ્પર્શ કરાવ્યો..
    કયા બાત !!! અભિનંદન.

    • નિલેશભાઈ ! મલ્હાર વાળી જગ્યાની નોંધ લેવા વાળા મોતી પારખું જ હોય.આભાર !

  3. મધુર સ્વરાંકન સાથે કર્ણપ્રિય સંગીતના સથવારે અનંતભાઈ ના ઘુંટાયેલ મધુર કંઠે સાંભળ્યું. ખૂબ જ આનંદ થયો. ફરીફરીને સાંભળવું ગમે છે. ૦૦૦૦

  4. શ્રી અનંત વ્યાસ ના મને ગમતા અસંખ્ય સ્વરાંકન પૈકીનું આ ખૂબ જ ગમતું સ્વરાંકન છે જે વારંવાર ગાવાનું મન થાય છે અને ગાયું છે અને જાતો જ રહીશ….

  5. અદભુત શબ્દરચના અને એવું જ ભાવવાહી સ્વરાંકન….
    ” દિલાવરી ” આલ્બમની તમામ રચનાઓનો ટહુકો ” tahuko.com” માં પડવો જોઈએ

  6. સ્વ.ભાસ્કર વ્હોરાની સુંદર શબ્દ રચનાને સંગીતની પાંખો દ્વારા ભાવગગનમાં વિસ્તારી સાત સૂરોનું અમૃત પીરસી દીધું….
    આ જ દેવની કરુણા, પ્રસન્નતા અને દિલાવરી…..!
    અનંતભાઈ વ્યાસના album ” દિલાવરી ” ની તમામ રચનાઓ “ટહુકો” માં ટહુકવી જ જોઈએ…..

    • ચિંતનભાઈ એ દિલાવરી આલ્બમ નું ટાઈટલ આપ્યું અને ગીતોનો ક્રમ નક્કી કર્યો જ્યારે મુંબઇ ના સી. એ.શ્રી જયેશભાઈ મહેતા એ આ આલ્બમ માટે આર્થિક સહાય કરી જેના માટે હું ઋણી રહીશ.એક પ્રોગ્રામમાં એમને મને સંભાળ્યો અને મને પ્રેરણા આપી !ઋણાનુબંધ !

    • ખૂબ સરસ સર, અમે આપને television પર જોતા યાદ આવી ગયા .ભાવથી ગાયેલું સુંદર રચના

  7. હંમેશ ની જેમ ખૂબ ખૂબ કર્ણપ્રિય સ્વરાંકન

    • વાહ અનંતભાઈ ! ભાસ્કરભાઈની ભાવવાહી આધ્યાત્મિક
      રચનાનું કર્ણપ્રિય સ્વરાંકન ને ભરતભાઈ પટેલનું સૂરીલું સંગીત
      આપના ઘુંટાયેલ અનુભવી કંઠમાં સાંભળતાં ખૂબ જ આનંદ
      થયો. ફરી ફરીને સાંભળવાનું મન થાય છે. આપનું આ યાદગાર
      સંભારણું બની રહેશે.

  8. Wah wah. ખુબ ગમ્યું .. શબ્દો સરસ રીતે ગળે ઉતરે તેવી સુરાવલી…

  9. અદૃભુત સ્વર,સ્વરાકંન, સંગીત રચના,
    શ્રીજી સમીપે જીવની ઉપાસના.
    જયશ્રી કૃષ્ણ

    • જગદીશ ભાઈ ! આપને ગમ્યું એનો આનંદ.આ ગીત જ્યારે પણ ગાવાનું થાય ત્યારે મને અલૌકિક આધ્યાત્મિક અનુભવ થાય છે.

      • Can you tell me where to get your full album Dilavari? Please
        Very interested. Soul stirring song. Thanks for sharing.
        I am Vinodbhai Dave’s cousin

      • Excellent….. very very pleased to hear this song……i remembered our old college days……i really was about to shout…” Once More “. I must say that this song is excellent….. music is also excellent….Anant….. your voice is really excellent….i have no words to express more but ” MAZA AA GAYA “

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *