પીડાના ટાંકણાની – મનોજ ખંડેરિયા

સ્વરાંકન : દક્ષેશ ધ્રુવ
સંગીત : અમર ભટ્ટ
સ્વર : અમર ભટ્ટ

.

પીડાના ટાંકણાની ભાત લઇ દરવાજે ઊભો છું,
કળામય આગવો આઘાત લઇ દરવાજે ઉભો છું.

નથી આવ્યો હું ખાલી હાથ તારા દ્વાર પર આજે,
કવિતાથી સભર દિન રાત લઇ દરવાજે ઉભો છુ.

તમે જેના અભાવે વાસી દીધા દ્વાર વર્ષોથી,
હું એ વિશ્વાસની મિરાત લઇ દરવાજે ઉભો છું.

ઉભો દ્વારે શિશુ ભોળો, દયામય મંદિર ખોલો,
બચેલા શ્વાસની સોગાત લઇ દરવાજે ઉભો છું.
-મનોજ ખંડેરિયા

4 replies on “પીડાના ટાંકણાની – મનોજ ખંડેરિયા”

  1. શબ્દ, સ્વરાંકન અને ગાયકીનો ત્રિવેણી સંગમ રચાય છે ત્યારે આવું મનોરમ સર્જન જન્મે છે અને આપણાં ભાવજગતને ઝંકૃત કરી નાખે છે.

  2. સરસ સ્વરાન્કન,સરસ ગઝલ ગાયકી, કર્ણ પ્રિય સન્ગીત અને અફ્લાતુન શબ્દો….
    સૌને અભિનદન અને આપનો આભાર્….

Leave a Reply to Pravin Shah Cancel reply

Your email address will not be published. Required fields are marked *