વાગ્યો રે ઢોલ – સૌમ્ય જોશી

સંગીત : મેહુલ સુરતી 
સ્વર: ભૂમિ ત્રિવેદી
આલ્બમ: હેલારો 

.

વાગ્યો રે ઢોલ ભાઈ, વાગ્યો રે ઢોલ 
મારા મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ,
પહોળું થયું રે પછી પહોળું થયું, 
એક સજ્જડ-બમ્મ પાંજરું પહોળું થયું.

ઝાલી મને કે, મેં જ ઝાલી મને, 
જરી ઉડવા દીધી ને જરી ઝાલી મને,
હાંફી ગઈ રે, હું તો હાંફી ગઈ 
સહેજ અમથા હરખમાં હાંફી ગઈ.

ઉંધી જ નહિ તોયે ઊંઘી જ નહિ,
ઉંધી જ નહિ તોયે ઊંઘી જ નહિ,
થોડા સપના જોવાને હાટુ ,ઊંઘી જ નહિ 
હવે કાળો ટીકો એક કાળો ટીકો ,
મારા ઓરતાના ગાલ પર કાળો ટીકો.

વાગ્યો રે ઢોલ ભાઈ, વાગ્યો રે ઢોલ 
મારા મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ,
પહોળું થયું રે પછી પહોળું થયું, 
એક સજ્જડ બમ પાંજરું પહોળું થયું.
– સૌમ્ય જોશી 

6 replies on “વાગ્યો રે ઢોલ – સૌમ્ય જોશી”

  1. હવે કાળો ટીકો એક કાળો ટીકો ,
    મારા ઓરતાના ગાલ પર કાળો ટીકો.

    વાહ સૌમ્ય જોશિ વાહ્….બહુ જ સરસ્.

Leave a Reply to Himanshu Trivedi Cancel reply

Your email address will not be published. Required fields are marked *