સ્વર અને સ્વરાંકન – વિભુ જોષી
ચાલને, માણસમાં થોડું વ્હાલ વાવી જોઈએ,
ને પછીથી વાડ થઈ વેલા ટકાવી જોઈએ.
બસ બને તો એક દીકરાને મનાવી જોઈએ,
એ રીતે ઘરડાંઘરો ખાલી કરાવી જોઈએ.
કેવી રીતે જળ અહીં આંસુ બને તે જાણવા,
વ્હાલસોયી દીકરી ઘરથી વળાવી જોઈએ.
કાખઘોડી લઈ અહીં ચાલે નહીં સંબંધ, દોસ્ત,
એકબીજાના ખભે એને ચલાવી જોઈએ.
બહુ સરળતાથી જગત જીતી જવાતું હોય છે,
આપણી આ જાતને પહેલાં હરાવી જોઈએ.
– ગૌરાંગ ઠાકર
ખૂબ ખૂબ આભાર જયશ્રીબેનનો , ગૌરાંગભાઈનો અને આ સ્વરાંકન-સ્વરને સરાહનાર આપ સૌનો
ખૂબ સરસ ગઝલ
અને એટલું જ સરસ સ્વરાંકન..
આભાર
ખુબ જ સુંદર રચના
ધન્યવાદ
As a song is in Gujarati, can understand the meaning. But could not go to its roots. So difficult to coment on it .I would like to get the property meaning of the song. . Vibhu’so voice is good one. I think he gave proper justice to the song. Combination of voice and music is quite OK. I may be wrong but. Vibhu’s voice surpasses the music.
અદભૂત રચના અભિનંદન ગૌરાંગભાઈ
અભિનંદન વિભુ જોશી
આભાર પુનિતભાઈ
સરસ,સરસ,સરસ….
વ્હાલ વાવી જોઈઍ….
આભાર
ખુબ જ હૃદયસ્પર્શી કાવ્ય અને એટલું જ સુંદર કમ્પોઝીશન.
વાદ્યો નો સમુચિત ઉપયોગ અને સરસ મીક્ષિન્ગ।
અંતના આલાપનો સરસ ઓવરલેપ
અભિનંદન કવિ અને ગાયક બન્નેને
ખૂબ ખૂબ આભાર
સવિસ્તાર સરાહના બદલ ઋણી
સરસ ગઝલ, અને સરસ ગઝલનુ સ્વરાકન અને કર્ણપ્રિય સ્વર…….ખુબ અભિનદન……ગઝલકાર અને ગાયકને પણ્…….
ખૂબ ખૂબ આભાર
ગૌરાંગભાઈનાં શબ્દોએ જ સૂરોને પ્રેરણા આપી…આભાર
અતિ સુન્દર રચના !! વ્હાલ હોય તો જ સમર્પ્ર્ન હોય.
આભાર