સ્વર – સોહની ભટ્ટ
સ્વરાંકન – પારૂલ મનીષ
સંગીત – સૂર ભટ્ટ
ચાલ પંખીની ભાષા કંઈ જાણીએ
કવિઓ તો અઘરું ને ઝાઝું બોલે છે ચાલ સહેલું ને થોડું કંઈ માણીએ
ટિટોડી કકળીને કહેતી પણ હોય કે આ આખું તળાવ મારું આણું
એમાં જો કલકલિયો ઊંધો પછડાય અને સોંસરવું પાડી દે કાણું
કાળોકોશી તો એને શીખવવા બેસે કે ચાલો કલકલિયાને મારીએ
ચાલ પંખીની ભાષા કંઈ જાણીએ.
બગલાનું કહેવું કે આખાં તળાવ કોઈ આણામાં માગે એ કેવું ?
ચકલી કે’ અમને તો આટલુંક આપેલું ધૂળ મહીં નાહ્યાની જેવું
પોપટ કાં પારેવાં બોલતાં રહે કે આવા ઝગડાઓ ઘરમાં ના ઘાલીએ
ચાલ પંખીની ભાષા કંઈ જાણીએ
-ધ્રુવ ભટ્ટ
મજા પડી ગઈ… મીઠ્ઠું ગીત અને એવો જ અવાજ.
સ્વરાંકન : પારૂલ મનીષ
vah…અતિસુંદર
Wonderful and very well sung. Congrats.
સુન્દર
ખૂબજ સુંદર રચના
Shri Dhruvbhai Bhatt, author of the book Akupar ?
અતિ સુંદર રચના, સ્વર અને સંગીત.