સ્વર: અમર ભટ્ટ
સ્વરાંકન: અમર ભટ્ટ
.
ભાળ મળે નહીં ક્યાંય, મને હું શોધું છું
કોઇ બતાવો ક્યાં છે મારી ભોંય…… મને..
આગળ કે’તાં આગળ જેવું કશું નહીં
પાછળ કે’તાં પાછળ જેવું કશું નહીં
ડગલેપગલે હું જ મને આડો ઊતરું
ને હું જ મને અવરોધું છું…
કહો મને હું ચહેરેમહોરે કોને મળતો આવું છું?
ક્યાં છે મારી મૂળની છાપો, શું શું, નીત સરખાવું છું.
હું અતડો, મારાથી અળગો
શું, કોને સંબોધું છું….
એમ થાય છે કે ઇચ્છાઓનાં જડિયાં ખોદી
આઘાં તડકે નાખું
બાજોઠ ઢાળી બેઠોબેઠો
આનંદ મંગળ ભાખું
એમ થાય કે નભમંડળનું આખું તોરણ
આંખે બાંધી રાખું
વળી, થાય કે છાંયાસોતો
વડલો વહેરી નાખું
વારાફરતી વૃક્ષબીજમાં
હું જ મને વિરોધું છું…
અમે અમારી ઓળખ વિશે આજ લગી બસ, હાંક્યે રાખ્યું
અંદર કશું મળે નહીં ઉપર ચાદર જેવું ઢાંક્યે રાખ્યું
સહી દસ્તક હું પોતે દલપતરાય
નહીં ઠામ, નહીં ઠેકાણું, અહીં નામ અધૂરું નોંધું ?
Very softly well sung philosophical creation. Thanks for the nice song.
સરસ,સરસ,સરસ રચના,સરસ સ્વરાંકન, સરસ ગાયકી
સૌને અભિનદન…….આપનો આભાર……
whenever I remeber my relatives who are no longer with me I remember Dalpatbhai’s “aaj amne koni sagayu sambhre”.
ટહુકો પર મુકવા માતે નવોદિત ગાયક નુ આલ્બમ મોકલવુ હોય તો કયા સરનામા પર મોકલિ શકાય્? એને સ્થાન મલે?
keep it up
મરી જાણ મુજબ દલપતભાઈ ખુબજ સુંદર ગાય છે તો જો એમની રચના સાંભળવા મળે તો ખુબજ મજા પડે.
પહેલી જ વાર દલપતભાઇની રચના વાંચી. અછંદસ પણ કેટલું સરસ લખ્યું છે? લય પણ સારો જળવાયો છે. અને ભાવ તો ….. વાહ ! તેમના વિષે વધુ જાણવા મળે?
સુંદર પસંદગી છે. એક પછી એક દરેક રચના વાંચવાની મજા આવી ગઈ.
સિદ્ધાર્થ
http://drsiddharth.blogspot.com