અમે તો ગીત ગાનારા – પ્રિયકાંત મણિયાર

સ્વરાંકનઃ અમર ભટ્ટ
સ્વર: અમર ભટ્ટ

.

અમે તો ગીત ગાનારા
પ્રીત પાનારા
સાવ છલોછલ જઈએ ઢળી
પૂછીએ નહી ગાછીએ નહી મનમાં જઈએ ઢળી,
કોઈના મનમાં જઈએ મળી

આંખને મારગ અંદર જઈએ, ટેરવે કરીએ વાત,
સળગે સૂરજ આજ ભલેને નિતની શરદ રાત,
અમારે નિતની શરદ રાત,
આટલા ધગે તારલા એ તો વણ ખીલેલી મોગરકળી.

પુલ બનીને જલને જોવા ઉપજે દાહ,
સરકી જાતી ટ્રેનના પાટા અંતર ભરતા આહ,
જાણીએ અમે કોઈની એવી વેદના વળી.

સાગરના એ ક્ષારથી છૂટા – આભથી અંતરિયાળ,
જલને વહેવું હોય તો પછી ક્યાંકથી મળે ઢાળ,
કાળની કંકુશીશી એમાં ચાંલ્લો કરવા ક્ષણની સળી,
અમે ક્ષણની સળી.
– પ્રિયકાંત મણિયાર

9 replies on “અમે તો ગીત ગાનારા – પ્રિયકાંત મણિયાર”

  1. Wonderful words ,music n singing ,all three superb collection at once !!

    With prem n om vineshchandra Chhotai

  2. ‘અમે તો ટહુકા ઝીલનારા’
    વહેલી સવારે સાંભળ્યું , ‘વિશ્વકોષ’માં ભાઈ અમરના કંઠે માણ્યું હતું તેની સ્મૃતિ ઝણઝણી ઉઠી.
    ‘આનંદ ભયો’

  3. As usual, Amar has created an amazing melody for this gem of Priyakantbhai. Jayshreeben, thanks for sharing this with ટહુકો lovers.

    Will you please double check “પુલ બનીને જલને જોવા ઉપજે દાહ”? Seems to be missing a word.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *