.
ટન ટન ટન બેલ પડ્યો ને, સ્કુલમાં થઇ ગઈ છુટ્ટી
ભરી દફતર ખભે મુકીને મે તો દોટ મૂકી..
પાંજરામાંનું પંખી જાણે જાય આકાશે ઉડી… જાય આકાશે ઉડી..
યુનિફોર્મ છે વિખરાયેલો ને છે ખુલ્લું દફતર
બુટની દોરી છુટ્ટી ને બેલ્ટ ઢીલો ને બક્કલ..
સ્કુલ તો લાગે જાણે મેદાને એ દંગલ.. ટન ટન ટન બેલ ..
નોટબૂકના પાનાં ફાડીને પ્લેઈન બનાવવા બેઠા
સ્કુલના દરવાજે અમે તો રીક્ષા કાજે બેઠા
થઇ રહી છે ચોપડાઓની જુઓ અદલા-બદલી
લંચબોક્ષ ખાલી કરવાની છે ઉતાવળ કેટલી…ટન ટન ટન બેલ..
-રૂપાંગ ખાનસાહેબ
આનન્દેી બાલ ગેીત….આભાર.
રૂપાંગભાઈ આભાર
ખુબ સરસ ગુજરાતી બાલ ગીતો મારફતે માતૃભાષા ને અવિરત યાદ કરાવો છો