આજે પહેલી ઓક્ટોબર – ગુજરાતી કાવ્યસંગીતના મૂર્ધન્ય સ્વરકાર શ્રી ક્ષેમુ દિવેટીઆનો જન્મદિવસ. તો એમને યાદ કરી અમરભાઇએ એમનું એક ઓછુ જાણીતુ અને ઓછુ ગવાયેલું ગીત રેકોર્ડ કરીને મોકલ્યું, અને મેં એ તમારા બધા સાથે વહેંચવાની મંજૂરી લઇ લીધી.
સ્વર – અમર ભટ્ટ
સ્વરાંકન – ક્ષેમુ દિવેટીઆ
.
હરિ જેમ રાખે તેમ અનુકુળ રહીએ..
હરિ જેમ રાખે તેમ રહીએ…
અણીગમ આત્મ મારાં ઉજળાં…
આણીગમ ગહીરા અંધાર
ઝૂલવું અંતરિયાળ,
ઝૂલણે મેલી મમતાનો ભાર …
મોકળે અંતરે મોજ લહ્યીયે જી રે…
હરિ જેમ રાખે તેમ રહીએ…
એકમેર બળબળતા ઝાંઝવા,
બીજે છેડે નિર્મળ નીર,
જલવું તરસ કેરા તાપણે
ઠરવું હરખને તીર ,
આગ ને આનંદ સંગ સહીએ જી રે..
– રાજેન્દ્ર શાહ અને પિનાકીન ઠાકોર
અમરભાઇએ ગાયેલું -‘સાગર અને શશી ‘ અને રાસબિહારીજીએ ગાયેલું એક ગીત એમ બે ગીતો તો ગુમાવ્યાં.
વારંવાર સાંભળવા ડાઉનલોડની મંજુરી અને સગવડ આપો તો આભાર
આવા સુન્દર સ્વર માં સાંભળવાનો આનન્દ કઈક જુદો જ લાગ્યો.
આભાર’
નવીન કાટવાળા
ATI sunder. Composition is so smooth and lucid.
Well done Amar Bhai. Sydney remembers you.