તડકાની અડકી એક નાની શી લ્હેર
હું તો સોનેરી સોનેરી થઇ ગઈ ચોમેર.
ફૂલનાં ઝુમખડાં શું હળવે લળી’તી હું તો
કોળેલી કાયાના કેફમાં
ખુલતી સ્હવાર તણું ઘેન ભર્યું આંખમાં
ને મોરલાની મ્હેક મારી ઠેકમાં
હું તો સૂરજમુખી થઈને ખીલી આ મેર.
પગલું હું માડું ત્યાં કિરણોની મેંદીની
લાલી ચીતરે છે મારી પાની
સોનેરી રજકણને ખંખેરું તળિયેથી
ઘડી ઘડી હું ય છાનીમાની
ભર રે બપોર હવે તારે તે આંગણે
વેરાતી જાઉં ભલી હું આણી પેર.
– નંદિતા ઠાકોર
મોર ના પિછ જૅવી મનમૉહક રચનાં. અભિનંદન નંદિતા
દુશ્યન્ત્ભાઈની કોમેન્ટ સાથે સહમત થવું પડે એવી વાત તો છે .
“….સોનેરી રજકણને ખંખેરું તળિયેથી…..ઘડી ઘડી હું ય છાનીમાની…”
ગુપ્ત-સુપ્ત લાગણી ભાવો ઉજાગર થયાની અંગત વાત …
નંદિતાબેન ઠાકોરને હાર્દિક અભિનંદન .
હજી કંઈક ક્ષણો પહેલા ‘ર.પા.’ની રચના પર ‘લયસ્તરો’પર
આવીજ કોમેન્ટ પાથરી ….
” આદિમ ઝંખાની વાત …સુવર્ણ રજ શી આનંદ-ક્ષણો … ”
અહીં સ્પર્શ- લીલા તરંગો …આંદોલનો જગાવે ..તેના પ્રભાવ અસરની વાતો પરાવર્તિત થઇ છે .
તેની અનુસંધાને ,,,,, એક કૃતિ …
” સ્પર્શની તાકાત ”
સ્પર્શની તાકાત કેટલી છે ? અમાપ હોઈ શકે!
એક સ્પર્શમાં વીજ-શક્તિપાતના બીજ હોઈ શકે!
માત્ર એક સ્પર્શના સ્પંદન હજારો,લાખો, હોઈ શકે,
સ્પર્શને લીધે અંગેઅંગમાં આગની જ્વાલા હોઈ શકે.,
આત્મ-ચેતનાના તરંગ-સ્પર્શમાં ચમત્કાર હોઈ શકે ,
એક તૃણના મૂળમાં જંગલોની શક્યતા હોઈ શકે !
સ્પર્શથી ,ત્વચા-પર ભૂકંપોની શક્યતા હોઈ શકે,
બોમ્બ-વિસ્ફોટનું બીજ એક મનોભાવમાં હોઈ શકે !
સમષ્ટિના એ સર્જકનું મન ક્યાં? ગમે ત્યાં હોઈ શકે !
કોઈની આંખના ચમકારની આંચમાં વીજ હોઈ શકે !”
વાહ વાહ..હ્દદયંગમ કલ્પનો ની નજાકત થી વર્ણવેલી લાગણીઓ રાવજીભાઈ ની તો કયાંક ર.પા.ની તો ઘડીભર ધૃવભટ્ટ ની યાદ અપાવી ગઈ…
મોરલા ની ગ્હેક મારી ઠેકમાંં…વઘુ. યોગ્ય ગણી શકાય?
ખુબ જ સુદર રચના..
ખૂબજ સુંદર રચના…
બહુ સરશ
ંમન્ પ્રફ્ફુલ્લિત કરિ દે એ વિ રચના !
સુંદર રચના…મજા આવી
વાહ વાહ..હ્દદયંગમ કલ્પનો ની નજાકત થી વર્ણવેલી લાગણીઓ રાવજીભાઈ ની તો કયાંક ર.પા.ની તો ઘડીભર ધૃવભટ્ટ ની યાદ અપાવી ગઈ…
મોરલા ની ગ્હેક મારી ઠેકમાંં…વઘુ. યોગ્ય ગણી શકાય?
Thanks much Dushyantbhai for yr comment. And yes, you are right- it is ‘Morlani ghek’. It must be typo in my book from where dear Jayshree has taken the geet.