થાક ખાવા લગીર ઊભા છે,
ફૂલ પાસે સમીર ઊભા છે.
કોઈ વરસવા અધીર ઊભા તો,
કોઈ ખૂલ્લા શરીર ઊભા છે.
પૂર ઘટવાની રાહ જોતાં ત્યાં,
કોઈ તો સામે તીર ઊભા છે.
બ્હાર જેવા જ કોઈ મોટેરા,
આપણામાં ફકીર ઊભા છે.
એ સ્વયં મૃગ સમાન તરફડતાં,
જે ચલાવીને તીર ઊભા છે.
– વિનોદ રાવલ
વિનોદભાઈ, મજા આવી ગઈ……..કોઈ વરસવા….ખુલ્લા શરીર……શુ વાત છે….
એક્ષેલ્લન્ત વોર્દ્સ અન્દ વેર્ય તોઉચિન્ગ્
Wah wah wah…
Kevi sunder arthsabhar rachna… Vanchi ne aanand thayo.
Dhanywad.