એક એવું ઘર મળે આ વિશ્વમાં – માધવ રામાનુજ

સ્વર : રાસબિહારી દેસાઈ

.

એક એવું ઘર મળે આ વિશ્વમાં, ,
જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું;
એક એવું આંગણું કે જ્યાં મને;
કોઈપણ કારણ વગર શૈશવ મળે !

એક બસ એક જ મળે એવું નગર;
જ્યાં ગમે ત્યારે અજાણ્યો થઈ શકું;
‘કેમ છો?’ એવુંય ના કહેવું પડે;
સાથ એવો પંથમાં ભવભવ મળે !

એક એવી હોય મહેફિલ જ્યાં મને,
કોઈ બોલાવે નહિ ને જઈ શકું !
એક ટહુકામાં જ આ રૂંવે રૂંવે,
પાનખરના આગમનનો રવ મળે !

તો ય તે ના રંજ કૈં મનમાં રહે –
અહીંથી ઊભો થાઉં ને મૃત્યુ મળે…

ઓડિયો સૌજન્ય : http://gujaratigazal.com/

11 replies on “એક એવું ઘર મળે આ વિશ્વમાં – માધવ રામાનુજ”

  1. નમસ્તે
    હું એક શિક્ષક છું. અમાંરી શાળામાં આ ગીત પ્રાર્થનાસભામાં સ્થાન પામ્યું છે તેને અમે પ્રાર્થનાનો દરજ્જો આપેલ છે
    તે જ એની યોગ્યતા પુરવાર કરે છે.

  2. માણસ ને જિવવા માતે હુંફ નિ જરુર છે;તે પછિ ઘ્રર હોઇ કે પછિ નગર ,અરે પુરા વિશ્વ મા પણ ભાયચારા વિના જિવિ શકાતુ નથિ…..

  3. તમે “મને જરા ઝુન્ક વગિ ગૈ ” એ ગિત મુકિ શક્શો મને લાગે ઈ રાજેન્દ્ર શાહ નુ ચ્હે

  4. ખૂબ સુંદર
    એક એવી હોય મહેફિલ જ્યાં મને,
    કોઈ બોલાવે નહિ ને જઈ શકું !
    એક ટહુકામાં જ આ રૂંવે રૂંવે,
    પાનખરના આગમનનો રવ મળે !
    આ પંક્તીઓ તો વારંવાર બોલીએ
    … અમે તો પાનખરનો રવ સાંભળેલા પાન

  5. શીર્ષકમાં શિખરણી છંદના આભાસ સાથે શરૂ થતા આ કાવ્યમાં સમગ્ર ઇબારત ગઝલની રહી છે, અને પંક્તિ-આયોજન સૉનેટના ઢાંચાનું સ્મરણ કરાવે છે.

  6. આ કવિતા મારા મોટાભાઈ ના અભ્યાસક્રમા હતી. ઍની સાથે કેટલિક બાળપની યાદો સમાયેલી ચ્હે. આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *