હું જાગું ઈ પ્હેલા જાગી ખોલે સઘળા દ્વાર
હરિ તો હાલે હારોહાર
નહિતર મારા કામ બધા કાંઈ ઉકલે બારોબાર ?
હરિ તો હાલે હારોહાર.
ખૂબ ઉકાળે, બાળે, ગાળે, દ્વેષ રહે ના લેશ
પછી કહે થા મીરા કાં ધર નરસૈયાનો વેશ
હું ય હરખની હડી કાઢતો ધોડું ધારોધાર
હરિ તો હાલે હારોહાર.
વાતે વાતે ઘાંઘા થઇ થઇ ઘણાય પાડે સાદ
સાવ ભરોસે બાથ ભરી જે વળગે ઈ પ્રહલાદ
તાર મળ્યે ત્રેવડ આવે ઈ નીરખે ભારોભાર
હરિ તો હાલે હારોહાર.
મુઠ્ઠીમાં શું લાવ્યા એની ઝીણી એને જાણ
પ્હોચ પ્રમાણે ખાટા મીઠા પણ જે ધરતા પ્રાણ
એની હાટડીએ હાજર ઈ કરવા કારોબાર
હરિ તો હાલે હારોહાર.
– કૃષ્ણ દવે
ખૂબ સુંદર ગીત!
સુધીર પટેલ.
જયશ્રિ બેન્
ખુબ આભાર આ ભક્તિ-પદ આપવા બદલ
આ પદ ને સ્વર મા હોય તો મોકલવા વિનંતિ
ati sundar,
atlu saras bhakti-pad ane puro samarpan no bhav. kharekhar ekdam bhav-vibhor thai javayu.
ema pan
” વાતે વાતે ઘાંઘા થઇ થઇ ઘણાય પાડે સાદ
સાવ ભરોસે બાથ ભરી જે વળગે ઈ પ્રહલાદ ”
આ પદ તો સમ્પુર્ન હરિ ને જ સમર્પિત થાવ તો જ સમજાય .
ખુબ આભાર આ ભક્તિ-પદ આપવા બદલ.
ખુબ સરસ
Krishnbhai is always off the track kind of poet……beautiful Bhakti Geet.Gaya too…..but,it would have doubled the pleasure,if composed and sung bhakti Geet have been posted..this is just a suggestion..it is vry nice !!!