ટહુકોની સાતમી વર્ષગાંઠ – Happy 7th Birthday to ટહુકો.કોમ

આજે જુન ૧૨.. ટહુકો.કોમ શરૂ થયાને સાત વર્ષ થયા..!  Happy Birthday to Darling tahuko.com ..!!  આ સાત વર્ષોમાં ટહુકો એ ઘણું ઘણું આપ્યું. અને આ સફર આમ જ ચાલુ રહેશે એની ખાત્રી છે – કારણ કે ટહુકો જે ઘણું આપ્યું – એમાં સૌથી ટોચ પર કંઇક આવતું હોય તો એ છે મિત્રો..! અને આપ સૌ મિત્રોનો પ્રેમ અને સહકાર જ આ સફર આગળ ધપાવશે..!

7th-birthday

અને ટહુકોની સફર ભવિષ્યમાં નવા માઇલસ્ટોન્સ સર કરશે જ.  iPhone, iPad, Android phones માં ટહુકો બરાબર વંચાતો નથી – સંભળાતો નથી – એનું મને ધ્યાન છે – અને આવતા વર્ષમાં એ ઉપણ દૂર થઇ જ જશે. એ પછી પણ ટહુકોની iPhone app, iPad app, Android app વગેરે પર કામ કરવાનું છે.

આ બધું થશે.. બસ થોડી વધુ રાહ જોવી પડશે. હું CPA, અને અમિત Architect/Construction Manager… એટલે ટહુકોને technologically advanced કરવા માટે in-house resources પૂરતા નહીં થાય, outsourcing કરવું પડશે. 🙂

ચલો, બાકીની વાતો પછી… આજે તો સાતમા જન્મદિવસની ખુશીઓ મનાવીએ..! કેવી રીતે? અરે… ગીતો સાંભળીને ..! સાંભળો આ થોડાં અમને ગમતાં ટહુકાઓ…!! અને for-a-change – અહી મુકેલા ગીતો-ગઝલો તમારા iPhone, iPad, Android phones, Android tablets માં પણ સાંભળાશે..!!  કેવી લાગી આ birthday gift ?? 🙂

આંખ્યુંનાં આંજણમાં ફાગણનો કેફ અને અંબોડે કેસુડો લાલ… (સાંવરિયા રમવાને ચાલ)

અમૃત ભરેલું અંતર જેનું (આંધળી માંનો કાગળ)

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં

એક છોકરી ના હોય ત્યારે કેટલા અરીસાઓ સામટાં ગરીબ બની જાય છે

હુ તુ તુ તુ તુ…. જામી રમતની ઋતુ…

આંખોમાં આવી રીતે તું દ્રશ્યો ના મોકલાવ

પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો…

આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે

પહેલા વરસાદનો છાંટો મુને વાગીયો, હું પાટો બંધાવાને હાલી રે…

તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે મને ગમતું રે…

નયને નૈન મળે જ્યાં છાના, વાતો હૈયાની કહેવાના, તમને પારકાં માનું કે માનું પોતાના…

કેવા રે મળેલા મનના મેળ…

એમ પૂછીને થાય નહીં પ્રેમ…. દરિયાના મોજા કંઇ રેતીને પૂછે, તને ભીંજાવું ગમશે કે કેમ?

મારા રામ તમે સીતાની ને તોલે ન આવો…

સાંવરિયો રે મારો સાંવરિયો, હું તો ખોબો માંગું ને દઇ દે દરિયો…

હાથને ચીરો તો ગંગા નીકળી, ને છેવટે એ વાત અફવા નીકળે…

ચાલ સખી, પાંદડીમાં, ઝાકળના ટીપાંની જેમ ફરી જિંદગીને મૂકીએ…

અરે! મારા આ હાથ છે જડભરતને..

ક્યારે પૂરા થશે મનના કોડ, કે સાહ્યબો મારો ગુલાબનો છોડ

એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ…

તારી હથેળીને દરિયો માનીને કોઇ ઝંખનાને સોંપે સુકાન

પાનખરોમાં પાન ખરે ને ઝાડનો આખો વાન ખરે ને ત્યારે, સાલું લાગી આવે…

આભને ઝરૂખે માડી તારો દિવડો પ્રગટાવ્યો

એક પાટણ શહેરની નાર પદમણી

હે જી એવી ચોપાટ્યું મંડાળી ચંદન ચોકમાં

એ થી જ રંગ રંગથી સઘળું ભર્યું હતું, આંખો મહીં પતંગિયાએ ઘર કર્યું હતું

આ ડાળ ડાળ જાણે કે રસ્તાં વસંતના

આ કોની મનોરમ દ્રષ્ટિથી…

આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે

આહા એટલે આહા એટલે આહા….

આકળ વિકળ આંખ કાન વરસાદ ભીંજવે

મારી આંખે કુંકુના સૂરજ આથમ્યા..

અલ્લક મલ્લક લાગણીઓની ઝાલર વાગે રણઝણ રણઝણ

બજે તાલ મંજીરા ઢોલ રે ભવાની માં…

બંસીના સૂર તમે છેડો તો ક્હાન મારા કાનોમાં મધનો વરસાદ જો..

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા..

તને નજરું લાગી છે મારા નામની

માળામાં ફરક્યું વેરાન

62 replies on “ટહુકોની સાતમી વર્ષગાંઠ – Happy 7th Birthday to ટહુકો.કોમ”

  1. ‘ટહુકા’ને સાતમી વર્ષગાંઠ નિમિત્તે લીલાછમ અભિનંદન અને વધુ ને વધુ ઘેઘૂર થૈ ટહુકતો રહે એવી હાર્દિક શુભેચ્છા!
    સુધીર પટેલ.

  2. ઠુકોના સાતમા જન્મદિન નિમિતે ખુબ ખુબ શુભેચાઓ. આ સાત વરસમા અમને ઘણુ ઘણુ મ્ળ્યુ. ગુજરાતના લોકપ્રિય કવિઓની કવિતા વાચવા તેમજ સામ્ભળ્વા મળીતે માટે જયશ્રીબહેન અને અમિતભાઇનો ઉપકાર માનીએ તેટ્લો અઓછો છે.

  3. સાત વર્ષ થી ઉગી ને ઉભો રહી ને ટહુકો બાળક જેવો આનંદ આપી રહ્યો છે ટહુકો ને દીર્ઘાયુ મળે તેવા અભિનંદન.
    જેથી ગુજરાતી ભાષા જળવાય રહે તેવી શુભ્ચેછા.

  4. વહાલા જયશ્રીબેન અને અમીતભાઈ,
    ટહુકોની સાતમી વર્ષગાંઠે અઢળક અભીનન્દન અને શુભ કામનાઓ…

  5. ટહુકોને સાતમી વર્ષગાંઠે હાર્દિક અભિનંદન!!!!!!!
    ”ટહુકા’ ના મિત્રોના પ્રેમ, સહકાર અને શુભેચ્છા ના બદલામાં રીટર્ન ગીફ્ટ તરીકે
    સુંદર ગીતો-ગઝલોનું હેમ્પેર આપ્યું તે બહુ ગમ્યું. તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર!
    નવી ટેકનોલોજી સાથે ‘ટહુકા’ ને વધુ વિકસાવવામા તમે સફળ થઓ તેવી શુભેચ્છા!

    દિનેશ પંડ્યા

  6. સુન્દર ભેત આપે આપિ .જન્મદિન મુબર્ક્.ગેીતો સાન્ભતિ વખ્તે યાદ આવ્અશો.ધન્યવાદ્.

  7. મારા અને મારા પિતા શ્રી.લલિત રાણા આતશ ભારતીય તરફથી ખુબ ખુબ અભિનઁદન જયશ્રીજી અને ટહુકો પરિવારને ………
    બધે આજ વાદળ છવાયા ગગનમાં,……..અન્ય ભાશા ઈન્ગ્લિસના વાદળો……
    ટહૂકો તમે તો જ વરસાદ આવે !……………………ગુજરાતી શબ્દ ,સ્વર અને સઁગીત નો વરસાદ અવિરત વરસતો રહે …..ટહુકા પર ……..ખુબ ખુબ આભાર………………..

  8. ‘ટહુકો’ ની આ યાત્રા નિરંતર ચાલ્યા કરે અને દરેક ગુજરાતીના ઘરમાં ટહુકા કર્યા કરે તેવી શુભેચ્છા.

    ગૌતમ કોઠારી
    વઙોદરા

  9. ટહુકોને-સાતમી-વર્ષગાંઠે-હાર્દિક-અભિનંદન-સહ-અમરત્વ-પ્રાપ્તિ-થાય-એવી-શુભ-કામના! દેશ વિદેશમાં વસતા માતૃભાષા ના ચાહકો ને રોજ રોજ નવા ગીતો નો રસથાળ આપવા માટે ખુબ ખુબ આભાર.

  10. ટહુકોન્

    ટહુકોના પરિચયનું આ મારું પ્રથમ વર્ષ છે. આથી સાતમી વર્ષગાંઠ, પણ એ નિમિત્તે મારા પ્રથમ જ અભિનંદન.
    શબ્દ, સ્વર અને સંગીતનો ત્રિવેણી સંગમ એ જ ટાહુકો. એ ટહુકો સદા ગુંજતો રહે એ હાર્દિક શુભેચ્છા.

  11. Hearty congratulations for Birthday.Wonderful Album has been placed giving very good POPULAR songs. Many many thanks

  12. કવિશ્રી ચંદ્રકાંત શેઠની એક કવિતામાં એમણે પ્રશ્ન કર્યો છે-
    ‘સૂર, તાલની સંગત મળશે, ટહુકો માનો ક્યાં?’
    માનો એટલે કે માતૃભાષાનો ‘ટહુકો’, આપણાં સાહિત્ય-સંગીતનાં વૈભવનો ‘ટહુકો’ એટલે તમે- અનેક શુભેચ્છાઓ- ‘શતમ જીવ: શરદ:’
    નવાં શિખરો સર કરીને માતૃભાષાનું ગૌરવ વધારશો જ એવી શ્રધ્ધા છે.

  13. ટહુકો.કોમ ને તેના જન્મદિવસે લાખો શુભેચ્છાઓ.
    HAPPY BIRTH DAY TAHUKO.COM . 🙂

  14. પ્રિય જયશ્રી અને અમિત,
    સહુ થી પહેલાં તમને બેઉને ‘ટહુકો’ ની ૭મી વર્ષગાંઠ પર ટહુકો ના ટહુકાર અમારા સુધી પહોંચાડવા માટે.
    દેશ વિદેશમાં વસતા માતૃભાષા ના ચાહકો ને રોજ રોજ નવા ગીતો નો રસથાળ આપવા માટે ખુબ ખુબ આભાર.નવા(અને જુના અને જાણીતા )કવિઓ ,ગાયકો અને સ્વરકારની રચના અમારા સુધી પહોંચાડી ને તેમની તથા વાંચક-શ્રોતા ની વચ્ચે ની કડી બન્યા અને એક રીતે કહિયે તો ગુજરાતી ભાષાને જિવન્ત રાખવાનું માધ્યમ બન્યા.મારા જેવા કેટલાય લોકો હશે જેૂઓ ગુજરાતી સહિત્ય થી દૂર જતા રહ્યા હશે અને ટહુકો ને કારણે ફરી એકવાર સાહિત્ય તરફ વળ્યા હશે.
    so now how we say in english–many many happy returns of the day
    with love mummy અને સહુ

  15. પ્રિય જયશ્રી અને અમિત

    ટહુકો ના સાત સાત વર્ષ ના સતત રણકતા ટહુકાર ને કોટી કોટી નમન
    મનુભાઈ અને વિમળાગૌરી

  16. પ્રિય જયશ્રી અને અમિત,

    ‘ટહુકો’ ની યાત્રા ઍ સાત વર્ષ પૂર્ણ કર્યા તે બદલ ધન્યવાદ.
    ગુજરાતી ગીત સંગીતને ‘નેટ’ના માધ્યમ દ્વારા જીવંત રાખવામાં ‘ટહુકો’ ઍ જે યોગદાન આપ્યુ છે તે દાદ માગી લે છે.
    ‘ટહુકો’ ની આ યાત્રા નિરંતર ચાલ્યા કરે અને દરેક ગુજરાતીના ઘરમાં ટહુકા કર્યા કરે તેવી શુભેચ્છા.
    યોગિની અને ઉલ્લાસ ઓઝા

  17. 7 માં જન્મદિવસ નિમિત્તે અભિનંદન – રામદત્ત , હેમાંગિની

  18. અભિન્ન્દન !!!!

    ટહુકો.કોમ શરૂ થયાને સાત વર્ષ થયા..!

    Happy Birthday to Darling tahuko.com ..!!

    આ સાત વર્ષોમાં ટહુકો એ ઘણું ઘણું આપ્યું.

    દિનેશ ગોગરિ

  19. પ્રિય ટહુકો. જન્મદિન મુબારક્ વરસો વરસ આમજ ટહુકો એવી શુભકામના અને ઈછ્છા.
    Thanks for keeping us in touch with Gujarati literature and culture…keep it up.

  20. many happy returns of the day. It has in long way to create interest in Mother language Gujarati. Tahuko gives opportunity to many young poets to exhibit their worth. I love Tahuko.

  21. ગુજરતી નૅટ વિશ્વપર સાત સાત વર્ષથી સતત અવનવી ભાત પાડતાં રહેવા બદલ બહુ જ અભિનંદન.
    ચીરઃકાળ સુધી અવનવા સુર અને સંદર્ભમાં “ટહુકો” ચહેકતો રહે તેવી શુભેચ્છાઓ……..

  22. Many Happy Returns Of The DAY! Dili Salam to the team putting The Best Of Gujarati literature. to the ready made eaters,but certainly intested to enjoy Matrubhasha sahitya. You owe us alot—Dr Shrikant KOthari

  23. જ્ન્મદિવ્સ મુબાર ક ગુજ્ રાતી સાહિત્ય્ના ખલાસી સલામ

  24. આજ ઉજવણીની ઘડી રે આવી……….મારા પારણાનું કુંવર આવ્યાની ઘડી આવી……..હેપ્પી બર્થ ડે લાડીલા ટહુકા તને…….તારો કલરવ આમજ ચહેકતો રહે……….

  25. A very happy birthday to Tahuko. Tahuko has really enriched my life and i wish to be part of Tahuko for many more decades to come…..

    Love you Jayshree for bringing this richness in our lives…

  26. My heartiest congratulations to Jayshree and Amit for providing a feast to thousands of eyes and ears.
    Where would we be without tahuko.com? Wish you reach very many heights.

    Panna Naik

  27. પ્રિય જયશ્રી અને અમિત

    ટહુકો ના સાત સાત વર્ષ ના સતત રણકતા ટહુકાર ને કોટી કોટી નમન
    અને આંઠ માં વર્ષ ના ગતિ શીલ મક્કમ પગલા નિમિત્તે ખુબ ખુબ શુભ કામનાઓ
    બધાઁયના ભાવોમાઁ મારો ભાવ પણ ઉમેરવા વિનઁતી.
    શુભઁ ભવતુ ! રોજેરોજ નવુઁ સાઁભળવાની અપેક્ષા રાખુઁ છુઁ.

    રાજુભાઈ અને પૌલોમી ના શુભ આશિષ

  28. અભિનન્દન અનેઆભાર.
    ગીતોનો સુન્દર ગુલદસ્તો..!!

  29. તહુકા ને જન્મ દિન મુબરક. અને શતમ જિવ શરદમ એવ આશિરવાદ્.
    આતલા બધા ગિતોનો થાલ …….ભુખ્યાને બાવન પકવાન્.

  30. સ્નેહી શ્રીમતી જયશ્રીબેન્, શ્રી અમિતભાઈ,
    જન્મદિવસની અનેક શુભેચ્છાઓ, શુભ કામનાઓ…………
    મને યાદ છે ત્યાં સુધી અમે પણ ટહુકોના જન્મથી જ તમારી સાથે સંકળાયેલા છે, આપના ટહુકા દ્વારા અમે પરદેશમા જીવવાનુ બળ પામ્યા છીએ, ગીત ,સગીત, સાહીત્ય દ્વારા જે આનદ પ્રાપ્ત થયો એનુ વર્ણન કરવા માટૅ શબ્દોની મર્યાદા અનુભવી રહ્યો છુ. તમે મિત્રો પ્રાપ્ત કર્યાની વાત શરુઆતમા જણાવી છે એમા થોડોક ઉમેરો કરુ છુ, ટહુકા પર ટી પ્પણીઓ લખનારાઓમાથી પરસ્પરના નવા મિત્રો શોધી આપ્યા બાબતનો તમારો પ્રયાસનો મને અનુભવ હોવાથી મિત્રો મેળવવાની બાબતમા મારો શૂર પણ પુરાવુ છુ, આનદ અનુભવી રહ્યો છુ.
    આપની વ્યસ્તતા વચ્ચે પણ આ સગીત, ગીત વહેચવાના સ્તુત પ્રયાસમા ઈશ્વરના પણ શુભાશીષ પ્રાપ્ત થતા રહો એવી પ્રભુ પ્રાર્થના સાથે ફરી વાર અભિનદન પાઠવી અનેક વરસો સુધી સૌને આનદ આપતા રહો એવી સદભાવના રામ સ્મરણ સાથે…..
    મહેશચન્દ્ર નાયકના હરિહર……………….

  31. બધા ગીતો ગમ્યા… હેપી બર્થ્ડે હજી કહ્યુ પણ નહોતુ અને રસ્થાળ પીરસાઈ ગયો…અભિનંદન્..

  32. Happy Birthday to Darling tahuko.com ..!!
    ટહુકો.કોમ ને – શતાયુ ભવ – આશીર્વાદ અને અનેકાનેક શુભકામનાઓ, ગઝલપૂર્વક…..
    આ સાત વર્ષોમાં ટીમ ટહુકોએ માતૃભાષાની ગરિમા અને ગુજરાતી હોવાનાં ઐશ્વર્યને જે મહેનત અને જતનથી ઘેર-ઘેર અને ઠેર-ઠેર પલ્લવિત કર્યું છે એ જ સાક્ષી પૂરે છે કે, ટહુકો કાયમ ટહુકતો જ રહેશે વધુ ને વધુ નજાકત નમણાંશ અને નવેનવ રસથી છલોછલ… કવિતાના ભાવ વિશ્વથી લઈ…….અદના થી અદકેરા તમામ ભાવકોનાં હ્રદયવિશ્વમાં….
    ખૂબ-ખૂબ અભિનંદન….જયશ્રી/અમિત અને ટીમ ટહુકો….!

  33. ઢ્ગલાબઁધ ગેીતો સાઁભળીને સાતમી વર્ષગાઁઠે મારા
    માનીતા ટહૂકાને મબલખ અભિનઁદન સહ શુભેચ્છાઓ.
    બધાઁયના ભાવોમાઁ મારો ભાવ પણ ઉમેરવા વિનઁતી.
    શુભઁ ભવતુ ! રોજેરોજ નવુઁ સાઁભળવાની અપેક્ષા રાખુઁ છુઁ.

  34. પોતાના જન્મ દિવસે, ટહુકો ના વ્હાલા ચાહક મિત્રો ને આવેી વ્હાલેરેી સોગાત!! વાહ ભૈ વાહ્!!
    જુગ જુગ જેીવો!!

  35. “ટહુકો ” ના સ્થાપક જયશ્રીબેન ભક્તા અને શ્રી અમિતભાઈ
    ટહુકો આજે સાત વર્ષ પુરા કરી આઠમાં વર્ષમાં પ્રવેશ કરે છે તે માટે આપને હાર્દિક અભિનંદન તમો બન્ને વ્યવસાયિક ક્ષેત્રે વ્યસ્ત હોવા ઉપરાંત માતૃભાષા ગુજરાતી માટે જે લગ્ન અને ધ્યેય સાથે કાર્યરત છો અને ગુજરાતી ગીત, સંગીત , ગઝલ, કવિતા વી વી નો જે રસ સૌને પીરસી /વહેચી રહ્યા છો તેનો વિશેષઆનદ છે અને તમો ગીત-સંગીત, આરોહ-અવરોહ જેવી બેલડીને હાર્દિક અભિનંદન અને શુભેચ્છા આજરોજ આપે ટહુકો પર જે 38 ગુજરાતી ગીતો મુક્યા છે તે બદલ ધન્યવાદ –અશ્વિન અને રેખા શાહના વંદન , વડોદરા

  36. Happy birthday and the best wishes to TAHUKO ! Hope Tahuko will be on You Tube , Vimeo etc. too! with selected songs.–Himanshu Muni.

  37. ટહુકોને-સાતમી-વર્ષગાંઠે-હાર્દિક-અભિનંદન-સહ-અમરત્વ-પ્રાપ્તિ-થાય-એવી-શુભ-કામના!

  38. Khubaj maja padi gayi….. Gamta Geeto ane te pan I phone – I pad ma sambhdaya 🙂 Lots and loads of good wishes to Tahuko. May Tahuko reach new heights and more hearts in the coming year!

  39. ખુબ ખુબ અભિનન્દન .ટહુકો આમજ સદા ટહુકતો રહે એવા આશીર્વાદ્.

    • After a long time i open it and just read about 7th anniversary and i open mail and u will not belived i passed 2 hours of working hour to just listen and enjoyed a lot just refreshhhhhhhhhhhhhhhhhhhh.
      thanks a lot both of you.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *