કોઈ લાંબી લાંબી લખાવટ નથી
ગઝલ છે ઇશારો, છણાવટ નથી
એ જીરવી નથી શકતો એકાંતને
સ્વયં સાથે આ દુશ્મનાવટ નથી?
તું પોતાને રોકીને ઊભો છે બસ!
જગતમાં બીજી કંઈ રુકાવટ નથી
પછી ચડજે ટોંચે, તું પહેલા તપાસ
કે મૂલ્યોમાં કોઈ ગિરાવટ નથી
હું જેવો છું એવો છું તારી સમક્ષ
બનાવટ નથી કંઈ સજાવટ નથી
રદિફ, કાફિયા, છંદ ફાવી ગયા
ગઝલમાં હજુ એવી ફાવટ નથી
– હેમંત પુણેકર
I like to read TAHOOKO.Please send me new collection by E-mail… THANKS.
“એ જીરવી નથી શકતો એકાંતને
સ્વયં સાથે આ દુશ્મનાવટ નથી?”
બહોત ખુબ હેમંતભાઇ!
Waah Hemantbhai waah…. superb… Nice one.
કોઇકે આ માગ્યુ હતુ
પથિક તારી વિસામના દુર દુર આરા હાં હા હા દુર દુર આરા
ન સીન્ચસે કોઈ માર્ગે તારા હિમાતુની શીતલ ધારા
માથે વળશે ધોમ ધખારા રેતી ના પથારા ઉની રેતી ના પથારા હાં હાં હાં દુર દુર આરા..
ફૂલ કે બુલબુલ વાટે ના મળશે હરના કે ઝરણા દ્રષ્ટે ના પડશે
સોનેરી સ્વપ્ન એકે ના જડશે મુક્તિ માર્ગ ન્યારા હાં હાં હાં દુર દુર આરા..
વાહન ના મળે કોઈ વાટે પગ ના કુણા તળિયા ફાટે
કંટાળી ને શિર થી સહેવાના ફેંકી ના દેતો ભારા હાં હાં હાં દુર દુર આરા
કેડ માંથી શું વાંકો વળે પગે તારા ખાલી ચઢે
ધમણ હૈયા ની ફાટી પડે આખે આવે અંધારા હાં હાં હાં દુર દુર આરા ..
સીમા સ્થાને ખોડાઈ જાજે માર્ગ સૂચક બનજે આજે
રોમે રોમે જ્યોતિ જાગે આગિયાના ચમકારા હાં હાં હાં દુર દુર આરા
તારા મૃત્યુ ની સંજીવનધારા સર્જી લેશે જીવન અમારા
પાયામાં પુરાઈ હરખે જાજે કળશ ના ચમકારા હાં હાં હાં દુર દુર આરા પથિક તારે વિસામ ના
પથિક તારે વિસામના, પથિક તારે વિસામના, દૂર દૂર આરા, હાં, હાં હાં દૂર દૂર આરા.
ના સિંચશે કો મારગે તારા, હિમાંશુની શિતળ ધારા, માથે વરસે ધોમ-ધખારા, રેતીના પગથારા, ઉની રેતીના પથારા, હાં, હાં, હાં દૂર દૂર આરા. — પથિકતારે —
ફુલકેબુલબુલ વાટેનામળશે,હરણાંકેઝરણાંદ્રષ્ટેના પડશે, સોનેરી સમણું એકે ના ફળશે, મુક્તિ મારગ ન્યારા, હાંહાં છે મુક્તિ મારગ ન્યારા, હાં,હાં, હાં, દૂર દૂર આરા. —- પથિક તારે —-
ઈશ્વર પાસે જવા પહેલ નિર્મલ થવુ જરુરિ . પ્રાર્થ્ન ના જેવિ ગઝલ માણવા લાયક