માણસ નામે નબળું પ્રાણી,
એની ઊંઘ એને ઘણી વહાલી !
તમે અચાનક એને ઢંઢોળો તો
ક્રોધથી ગાંડોતૂર થઈ
ક્રોસ ઉપર તમને લટકાવે નહીં તો શું કરે ?
અથવા
હાથમાં જો બંદૂક આવે તો શું તમને જતા કરે ?
તમે તો સર્વજ્ઞાની –
આટલું પણ ન જાણ્યું કે
કાચી ઊંઘમાંથી કોઈને જગાડાય નહીં ?
– વિપિન પરીખ
વાહ્…સુન્દર રચના અભિનન્દન!!!
સરસ…
વાહ વાહ, શુ માર્મિક રચના છે , ગજબ નેી કાબેલિયત…..આભાર
આજની પરિસ્થિતિની કડવી સચ્ચાઈ.
વાહ
સારી રચના છે….
CONGRATULATION
હા , હવે હું …
આભાર માનું છું ગોડસે તારો ,
કેમ ચોકી ઉઠ્યા?
સત્યના પર્યાય એ મહર્ષિના વિચારોના ખંડન ની ખુજલી અન્ય ખણખોદીયાની જેમ મને નથી ઉપડી.
હું નાની હતી ત્યારે ‘ગાંધીબાપુ’ના હત્યારા ની કલ્પનામાં ,
નથુરામ માં નરરાક્ષસ જોતી…..
પણ હવે થાય છે કે તે તો ‘ગાંધી’ને ૩ ગોળી મારી
એના નશ્વર દેહનેજ માર્યો હતો,
પણ આ પ્રજાસતાક ભારતમાં ,
સોરી લજ્જસતાક બનેલા ભારતમાં તો
ગાંધી રોજ રોજ અસંખ્ય ગોળીઓ થી વિંધાય છે.
અહીં કચ્ચરઘાણ નીકળ્યો છે કર્મયોગનો
અને આકાશકુસુમવત લાગે છે સાદગી ,
સાધ્ય્સીદ્ધી માટે સાધનશુદ્ધિ નાખ્યાલને તો
ક્યારનાયે સમાધિસ્થ કરી દીધા છે,
ત્યારે તે તો એને શાસ્વત શાંતિ આપી દીધી છે ગોડ સે .
નહિ તો આ લોકો ગાંધીની લાકડી એ ગાંધી નેજ મારત .
‘પ્રતિભા ઠક્કર ‘