સ્વર – સંગીત – આશિત દેસાઇ
પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ?
એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ?
શ્હેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,
એક જણ નખશિખ ઉજ્જડ રહી ગયું કોને ખબર ?
શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારાં સ્મરણ?
એને મારું એક મન ઓછું પડ્યું ? કોને ખબર ?
સ્વપ્નમાં વહેતી’તી નહેરો તારા ચહેરાની સતત,
ને સવારે આંખમાંથી શું વહ્યું ? કોને ખબર ?
માછલીએ એકદા જળને પૂછ્યું : તું કોણ છે ?
એનો ઉત્તર શોધવા જળ ક્યાં ગયું, કોને ખબર ?
મેં અરીસાને અમસ્તો ઉપલક જોયો, રમેશ
કોણ એમાંથી મને જોતું રહ્યું, કોને ખબર ?
– રમેશ પારેખ
Superb….
સુન્દર ગઝ્લ્
શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારાં સ્મરણ?
એને મારું એક મન ઓછું પડ્યું ? કોને ખબર ?
વાહ વાહ, કેટલુ સત્ય કહ્યુ છે ….
સોન્ગ પ્લે નથી થતું, File not found આવે છે.
audio has been fixed
ફરી ફરી મમળાવવી ગમે એવી મજાની ગઝલ… આવી રચના વાંચીએ ત્યારે કવિતા કોને કહેવાય એની સમજ પડે…
જયશ્રી બહેન, ગીત ઓડિયો માં સંભળાતુ નથી. ફિક્ષ કરવા કૃપા કરશો
audio has been fixed
રમેશ પારેખની સુન્દરતમ રચનાઓ માની એક…. ક્યા બાત્…!!!