આજે આ કવિતા, કવિ શ્રી ના કાવ્યગાન સાથે ફરી એકવાર….
********
સંગીત અને સ્વર: રિશીત ઝવેરી
સંગીત અને સ્વર: સુરેશ જોશી
એક કાચી સોપારીનો કટકો રે
એક લીલું લવિંગડીનું પાન
આવજો રે… તમે લાવજો રે… મારા મોંઘા મે’માન
એક કાચી સોપારીનો……
કાગળ ઊડીને એક ઓચિંતો આવિયો
કીધાં કંકોતરીનાં કામ,
ગોતી ગોતીને આંખ થાકી રે બાવરી
લિખીતંગ કોનાં છે નામ ?
એક વાંકી મોજ્જલડીનો ઝટ્ટકો રે
એક ઝાંઝરનું ઝીણું તોફાન
ઝાલજો રે… તમે ઝીલજો રે… એના મોંઘાં ગુમાન
એક કાચી સોપારીનો…….
ઊંચી મેડી ને એના ઊંચા ઝરુખડા
નીચી નજરુંનાં મળ્યા મેળ,
ઉંબરમાં સાથિયા ને ટોડલિયે મોરલા
આંગણમાં રોપાતી કેળ !
એક અલ્લડ આંખલ્લડીનો ખટ્ટકો રે
એક હૈયામાં ઊઘલતી જાન
જાણજો રે… તમે માણજો રે… એનું વાતું જુવાન
એક કાચી સોપારીનો…..
– વિનોદ જોશી (૧૯-૯-૮૩)
ખુબ ગમ્યું. આસ્વાદ કરાવવા બદલ આભાર.
મીઠાં શબ્દો, ભાવભીના લય, રણકાર ગૂંજે છે.
– સુરેશ શાહ, સિંગાપોર
ખૂ બ સ ર સ ……
બહુ જ સરસ્
ખુબ જ મીઠું ગીત.મેં હજુ બીજા રાગમાં સાંભળેલું છે તે પણ ખુબ જ સુદર છે.
Wonderful Song,,very sweet voice
એક ગીત, બે ગાનારા….જુઓ તફાવત! પ્રેમ ભર્યા ગીતને માણ્વા ગાયકનું દિલ લાગણીથી ભરેલું પરીપક્વ હોવું જરુરી છે.
કવિશ્રી વિનોદ જોશીની સરસ રમતીગમતી રચના…………
આપનો આભાર……..
lagbhag roj aa geet sambhlu chu.
વિનોદ જોષીનુ ઉભરતા પ્રેમનુ ગીત ઘણુ ગમ્યુ.