બંધ ઘરની એ ઉદાસીઓ બધી પી જાય છે,
એક કોયલ આંગણામાં રોજ ટહુકી જાય છે.
એજ માણસ જિંદગી સહેલાઈથી જીવી શકે,
જે મરણના આગમનની વાત ભુલી જાય છે.
કોઈ પણ હાલતમાં ખુશ રહેવાનું મન શીખી ગયું,
એટલે મારાં બધાંયે દર્દ હાંફી જાય છે.
પહોંચવા તારા લગી કંઈ ચાલવું પડતું નથી,
પગ તળેથી માર્ગ આપોઆપ સરકી જાય છે.
આ અધૂરી ઝંખનાઓનું પરાક્રમ છે ‘કિરણ’
રોજ તું મરવા પડે ને રોજ જીવી જાય છે.
-કિરણ ચૌહાણ
બહુ સરસ!
“આ અધૂરી ઝંખનાઓનું પરાક્રમ છે ‘કિરણ’
રોજ તું મરવા પડે ને રોજ જીવી જાય છે.”
અરે એમ કહોઃ
“આ અધૂરી ઝંખનાઓનું પરાક્રમ છે ‘કિરણ’
રોજ તું મરણિયો થૈ લડે ને રોજ જીતી જાય છે.”
જય શ્રી ક્રિશ્ણ!
સુરેશ વ્યાસ
I agree with statement made above that this website like it’s name itself is what this poem is referring to in it’s essence.
અક્દમ મન ને મોહિ લે એવિ સુન્દર પન્ક્તિઓ ૬એ……મરિ પસે આનિ ૧ પન્કતિ નતિ આજ મલિ ગઈ
જયશ્રીબેન,
જયશી નામની “એક કોયલ આંગણામાં રોજ ટહુકી જાય છે “- કિરણ ચૌહાણની આ ગઝલ જિંદગીની મઝલ કાપવા માટે ખુબ જ આશ્વાશનું બળ આપે તેવું છે. હા, અને જયશ્રીબેન તમે પણ રોજ સવારે મારા ઘરમાં આવીને ટહુકો કરો છો તે પણ ખુબ ગમે છે.
એજ માણસ જિંદગી સહેલાઈથી જીવી શકે,
જે મરણના આગમનની વાત ભુલી જાય છે.
ચન્દ્રકાન્ત લોઢવિયા.
સરસ ગઝલ….મઝા આવી…
સુંદર ગઝલ
આ અધૂરી ઝંખનાઓનું પરાક્રમ છે ‘કિરણ’
રોજ તું મરવા પડે ને રોજ જીવી જાય છે.
વાહ
તેથી તો કહેવાયું છે -‘રોજ મરે તેને કોણ રડે?’
અને ઉપાય પણ મઝેનો
કોઈ પણ હાલતમાં ખુશ રહેવાનું મન શીખી ગયું,
એટલે મારાં બધાંયે દર્દ હાંફી જાય છે.
આ ફ રી ન
વાહ િકરણભાઈ, એક થી એક ચિઢયાતા શેર….બહુ મઝા આવી ગઈ…..
મુકેશ
કિરણ ચૌહાણની શિરમોર કૃતિઓમાંની એક… ફરી-ફરીને વાંચવાની ગમે એવી…
its very nice poem.can u tell me how to write poem?
બ ધા જ શે ર ગ મ્યા……! આ ભા ર !
બંધ ઘરની એ ઉદાસીઓ બધી પી જાય છે,
એક કોયલ આંગણામાં રોજ ટહુકી જાય છે.
કિરણભાઈની સુંદર ગઝલોમાંની એક..
બંધ ઘરની એ ઉદાસીઓ બધી પી જાય છે,
એક કોયલ આંગણામાં રોજ ટહુકી જાય છે………
વાહ્! સુંદર ગઝલ! ‘ટહુકો’ પણ આજ કામ કરે છે ને!
આભાર!