નિરાંતે સૂઈ જાજો શ્યામળા – ધ્રુવ ભટ્ટ

આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા
અહીંયા તો આવીને પડશે તે દેશું આ તમને ક્યાં અમથા જગાડવા

આપને તો ક્રોડ ક્રોડ ભગતોની ભીડ અને ઉપર જોવાનાં દેવ દેવલાં
એમાં હું મારી ક્યાં વારતાયું માંડું ને કાઢું ક્યાં આરતનાં વેવલાં
આપણું તો હાલશે કે હાલી જાશે ને કાંક કરશું કે કરાવશું બાપલા
આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા

ઠીક છે જે મળશે તે ખાશું પીશું ને કાંક ઢાંકણ મળશે તો જરા ઓઢશું
બાકી તો તડકો ને છાંય છે કે જીવતર એ કોયડાને બેઠો ઉકેલશું
આપણે ક્યાં કોથળાયે વીંટવાનો છોછ છે તે માગું હું કામળી ને કામળા
આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા

આવી ગયો તો હવે મારી પણ રીત છે કે જાતે જાગીને કાંક માંડું
આખો દી તમને શું કહેવાનું હોય અમે સંસારે કાઢ્યું છે ગાંડું
આખી ચોપાટ મારે જાતે ઉકેલવી છે તમને શું અમથા ભગાડવા
આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા

14 replies on “નિરાંતે સૂઈ જાજો શ્યામળા – ધ્રુવ ભટ્ટ”

  1. આજ વિચારની ધ્રુવ દાદાની જ અન્ય એક પંક્તિ છે –

    હરેક હાલમાં પણ તને હું નમ્યો નહીંં
    હરેક હાલ તારી કદરની ખબર છે.

  2. What a fantastic Geet!!! Dhruv Bhatt is one of our poets/writers, who is not fully admired and recognized yet.

  3. આ કાવ્ય મને અખાની યાદ અપાવી ગયું.ખુબ સરસ અભિવ્યક્તી !

  4. શ્યામળાજી તો આપણી ચિંતા કવિના કહેવાથી છોડી દેશે પણ ટહુકો વાળા સૂઈ ન શકે,તેમણે તો રોજ જ નવા ગીત મૂકવા જોઈએ નહિ તો ટહુકાના પ્રેમીજનૉ તરસ્યા રહી જાય

  5. વાહ – બિલકુલ અલગારી કિસમનું આ ગીત.
    પોતાનાં જ નિજાનન્દમાં રચ્યોપચ્યો રહેતો જીવ હોય તેનાજ મુખમાંથી આ શબ્દો સરી શકે કે -‘આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા’
    ખરેખર અદભૂત કથન. સરસ અને ધન્યવાદને પાત્ર.- અભિનન્દન.
    પુષ્પકાન્ત તલાટી

  6. ખુબ સરસ. ભગવાન પાસે સામાન્ય રીતે આજીજી, વિનંતી, કાલાવાલા
    અને અરજના ભાવ સાથે સન્મુખ થવાતુ હોય છે ત્યારે આ કાવ્ય જુદી
    મનસ્થિતી લૈને આવ્યુ છે.
    “ફિર સુબહ હોગી” ફિલ્મનુ મુકેશજીનુ ગીત યાદ આવી ગયુ,
    “કિસકો ભેજે વો યહા ખાક છાનને ઇસ તમામ ભીડકા હાલ જાનને
    આદમી હૈ અનગીનત દેવતા હૈ કમ
    આસમા પે હૈ ખુદ ઔર ઝમી પે હમ
    આજકલ વો ઇસ તરફ દેખતા હૈ કમ

  7. ખુબ સરસ વિચાર અને શબ્દો……
    ઉધરેદ આત્મન અત્મનમ …ગિતા નો શ્લોક યાદ કરાવે..

  8. ઠીક છે જે મળશે તે ખાશું પીશું ને કાંક ઢાંકણ મળશે તો જરા ઓઢશું
    બાકી તો તડકો ને છાંય છે કે જીવતર એ કોયડાને બેઠો ઉકેલશું
    આપણે ક્યાં કોથળાયે વીંટવાનો છોછ છે તે માગું હું કામળી ને કામળા
    આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા

    જેમ જરુરિયાત ઓચ્હિ તેમ ઉપાધિ પન ઓચ્હિ. ખુબ સરસ વાત કરિ ધ્રુવ ભાઇ તમે.

    શૈલેશ જાનિ
    ભાવનગર

  9. મિત્રો આજે આપણે સૌ નસીબદાર, તે ધ્રુવભાઇનુ આ અદભુત ગીત વાચવા મળ્યુ.

    કૃષ્ણ દવે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *