સ્વર : પ્રફુલ દવે અને આશા ભોસલેં
સંગીત : અવિનાશ વ્યાસ
ગુજરાતી ફિલ્મ : ચુંદડીનો રંગ (૧૯૭૫)
સ્વર : હેમુ ગઢવી
મારું વનરાવન છે રૂડું
વૈકુંઠ નહિ રે આવું
નહિ આવું વાં નંદજીના લાલ રે
વૈકુંઠ નહિ રે આવું
બેસીને રેવું ને ટગ ટગ જોવું
નહિ ખાવું કે મારે નહિ રે પીવું
ઓ નંદજીના લાલ રે
વૈકુંઠ નહિ રે આવું
મારું વનરાવન….
સરગના લોક તો છે અતિ કૂડાં
વાંથી વ્રજના ચોક મારે રૂડાં
ઓ નંદજીના લાલ રે
વૈકુંઠ નહિ રે આવું
મારું વનરાવન….
એ રે વિશે બે નોળિયા હતાં જો
એને સતવર મેલ્યા જો ને કાઢી
ઓ નંદજીના લાલ રે
વૈકુંઠ નહિ રે આવું
મારું વનરાવન….
એ સરગથી જો ને અમને સોહામણું
અમને માનવને મૃત્યલોક રે
પણ ઈમાં મોટી વાતું દોહ્યલી
વળી પાછો મરણ વિજોગ
બહુજ સરસ લોક ઞીત
સવર બહૂજ સુદર
ખુબ મજા આવિ.
આભાર.
ધન્ય
ખુબ ખુબ ધન્યવાદ, આ સોન્ગ મુકવા બદલ. જુનુ ને જાનિતુ.
જયશ્રી,
મૃત્યુલોકમાં ૩ ચીજ દોહ્યલી છે – જરા (વૃદ્ધાવસ્થા), મરણ અને વિજોગ (વિયોગ). છેલ્લી લાઈનને સુધારવાની જરૂર જણાય છે –
“ઓલી જરા મરણ વિજોગ”
કેતન રૈયાણી,
મૃત્યુલોકમાં નહીં પણ સરગમાં (સ્વર્ગમાં) ૩ ચીજ દોહ્યલી છે – જરા (વૃદ્ધાવસ્થા), મરણ અને વિજોગ (વિયોગ)
હા સાચુ
વૈકુન્ઠ નહિરે આવુ ગીત હેમુ ગઢ્વીના સ્વરમા સામ્ભળ્વાની મઝા આવી.બીજા એક કવિની પન્ક્તિ અમને તો વ્રજ વહાલુ વૈકુન્ઠ નથી જાવુ યાદ આવીગઇ.
hello sir !! મને “વનરાવન છે રૂડું હું વૈકુંઠ નઇ રે આવું…” એની પાછળ ની લોકકથા તમને ખબર હોઈ તો જાણવા વિનિતી
ચુંદડી નો રંગ ફિલ્મ પણ સરસ છે. આ લોકગીત પણ સરસ છે. મારી જાણ મુજબ નરસિંહ મહેતા એ લખેલું છે.
ચુંદડી નો રંગ ફિલ્મ પણ સરસ છે . અને આ લોક ગીત પણ સરસ છે. હેમુ ગઢવી ના અવાજ માં સાંભળવાની મજા આવે.