ગોરી મોરી – ઉમાશંકર જોષી

ફાગણ જાય અને ચૈત્ર આવે એ પહેલા આ ગીત સાંભળી લઇએ ને ?… (આભાર : ઊર્મિસાગર.કોમ)

સંગીત : ભાઇલાલભાઇ શાહ
સ્વર : પ્રણવ મહેતા, બીના મહેતા
Album : ગોરી મોરી

kesudo.jpg

.

ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય કે ચૈતર કોણે દીઠો રે લોલ;
વ્હાલા મોરા, જોબન ઝોલાં ખાય કે ઝૂલણો લાગે મીઠો રે લોલ.

ગોરી મોરી,હૈયાં ઢળી ઢળી જાય કે ઝૂલશો ક્યાં લગી રે લોલ;
વ્હાલા મોરા,ઝૂલ્યો મેલ્યો ન જાય કે ઝૂલશું જિંદગી રે લોલ.

ગોરી મોરી,ચૈતર ચાલ્યો જાય કે વૈશાખ વહી જશે રે લોલ;
વ્હાલા મોરા, આ શો અધીરો થાય કે આજ ઓછી કાલે હશે રે લોલ.

ગોરી વ્હાલે મેલી આંબલીયાની ડાળ કે ચાલ્યાં ચાકરી રે લોલ;
લાગી ઊઠી વૈશાખ-જેઠની ઝાળ કે વેળા આકરી રે લોલ.

આવી ત્યાં તો આષાઢી મેઘ સંભળાય, ગોરીનો ભીંજ્યો કંચવો રે લોલ;
વ્હાલા મોરા ફાગણ પાછો લાવ કે ચૈતર ક્યાં મૂક્યો રે લોલ.

આભમાં ફરકે શ્રાવણવીજ, ગોરીની રૂઠી, આંખડી રે લોલ;
વ્હાલા મોરા,બીજની ન કરજે ત્રીજ, ભીંજાતી મેં અંહી ખડી રે લોલ.

13 replies on “ગોરી મોરી – ઉમાશંકર જોષી”

  1. વારંવાર સાંભળવાનું મન થાય એવું મધુરું ગીત અને સંગીત…

  2. …ગોરી મોરી,હૈયાં ઢળી ઢળી જાય કે ઝૂલશો ક્યાં લગી રે લોલ;
    વ્હાલા મોરા,ઝૂલ્યો મેલ્યો ન જાય કે ઝૂલશું જિંદગી રે લોલ…

  3. જયશ્રીબેન,
    ગોરી મોરી – ઉમાશંકર જોષી
    By Jayshree, on April 3rd, 2008 in ઉમાશંકર જોષી , ટહુકો , પ્રણવ મહેતા , બીના મહેતા , ભાઇલાલભાઇ શાહ |
    સંગીત : ભાઇલાલભાઇ શાહ. પ્રક્રુતિ પ્રેમી ઉમા શંકર નું જુવાનીયાઓને મસ્તીમાં લાવી દેતું ગીત સાથે તેટલી જ જમાવટ કરતું સંગીત મઝા આવી ગઈ. ઉનાળાનો ગરમાટો ને ચોમાસાના વરસાદની વાંછટમાં ભીંજાવાનું ખૂબ ગમ્યું.
    ચન્દ્રકાન્ત લોઢવિયા.

  4. Pranav Mehta & Beena Mehta are in US. If you have more songs of them, please bring them on this site.

  5. બિના અને પ્રનવ મહેતાના અવાજમા આ ગિત ઘનુ સરસ લાગે ચે. લિતિ ૪ મા ત્રિજો શબ્દ ઝુલનો ગવાય ચે. સુધારશો.

  6. ખુબજ સુન્દર રચના. મધુર સ્વર. મઝા અવી. મને હસ્તાક્ષર કરતા પ્રણવ મહેતા, બીના મહેતા ના સ્વર માં વધારે ગમ્યુ.

  7. ભાઈલાલભાઈએ સ્વરબધ્ધ કરેલી એક ઉત્તમ રચના

  8. શ્રિ ભાઈલાલભાઈ એ આ ગિત તયાર કર્યુ ત્યારે તેમને પહેલા શ્રિ ઉમાશન્કર્ભૈ અને સ્ન્હરાશ્મિને સમ્ભલાવેલુ અને મે પન સમ્ભલેલુ બહુજ સુન્દેર ગિત ચ્હે.

  9. બીજા ગાયકોનાં સ્વરમાં પણ સાંભળવાની મજા આવી…
    મેં કાયમ આને હસ્તાક્ષરમાં જ સાંભળ્યું હતું એટલે ખૂબ જ ધીમું લાગ્યું… અને મેં જ આગળ આગળ ગાયા કર્યુ… 😀 http://urmisaagar.com/saagar/?p=553

    એક ફર્ક છે… સૌમિલભાઈનાં સ્વરમાં “ચૈતર ચાલ્યો જાય” શબ્દો અને અહીં “ચૈતર ચાલ્યો આવે” શબ્દો છે.

  10. જય શ્રી બહેન
    અભીનંદન ને પાત્ર છો તમે, મને આનંદ છે કે આપ અમેરિકામાં રહીને પણ ગુજરતી સાહિત્ય અને સંગીત ની મન મુકીને સેવા કરો છો. ફરી અભીનંદન, ઘણુ બધુ મળી ગયુ આપની પાસે થી, પરંતુ એક વિનતી છે ભલે આપ ડાઊનલોડ કરવાની સગવડ ના ઊભી કરો પરંતુ પોતાનુ પ્લેલીસ્ટ બનાવવાની સગવડ કરી આપો તો આપને મડવાનુ તો થશે અને અમે સંગીતના સથવારે કામ ને પણ સરળ બનાવી શકીશુ…અને હા મારા બ્લોગ પર પણ સમય કાઢીને આવજો અને સુધારા વધારા કે’તા જજો….અને આપને યોગ્ય લાગે તો “ટહુંકા” પર parisamvad.blogspot.com લીક મુકજો, આપની પરવાનગી વગર હુએ તો આ કામ કરી દીધુ છે.
    આભાર
    પ્રબીનઅવલંબ બારોટ
    રાજપીપલા, નર્મદા, ગુજરાત

  11. અહીં પણ ફાગણ ફૂલોથી પૂરબહારમાં ફાલ્યો છે!
    મધુરી રચના-
    મધુરો સ્વર
    મઝાથી
    માણી

  12. જેટલું મીઠું આ ગીત વાંચતા લાગે છે, એટલું જ મીઠું સાંભળવામાં ય લાગે છે…

    પણ અહીં ફાગણ ફાલ્યો જાય છે કે ચાલ્યો જાય છે ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *