દ્રશ્યોમાં એકધારી, ભાષા નથી તો શું છે?
ખુલ્લી રહેલ બારી, ભાષા નથી તો શું છે?
ભીના ભરેલ ભાવે સોંદર્ય થઇ ગયેલી –
ફૂલો ભરેલ ક્યારી, ભાષા નથી તો શું છે?
કાળી સડક પરે જે પ્રસ્વેદથી લખાતી
મઝદૂર-થાક-લારી, ભાષા નથી તો શું છે?
ડૂબી શકે બધુંયે જેની હ્રદયલિપિમાં
અશ્રુસમેત નારી, ભાષા નથી તો શું છે?
ફૂટપાથની પથારી, ભૂખ્યું સૂતેલ બાળક
ખામોશ સૌ અટારી, ભાષા નથી તો શું છે?
જૂના જ શબ્દમાં કૈ પ્રગટાવજો અપૂર્વ
એ માગણી તમારી, ભાષા નથી તો શું છે?
એના હ્રદય મહીં જે અનુવાદ થઇ શકી ના
આ વેદના અમારી, ભાષા નથી તો શું છે?
ભાશાનો અવિરત ધોધ વર સાવ્યો તમેતો કમાલ કરેી. શુક્રેીયા.
કવી શ્રી નિર્મિષભાઈ, તમે વારે વારે નથી વરસતા, પણ વરસો છો ત્યારે ધોધમાર વરસો છો. ધન્યવાદ અને આભાર.
ભાષા નથી તો શું છે? વાહ વાહ….
su sunder vat 6 bapu tamari!!!!!!!!!!!!!!
hasya rachna avva dyo!!!!!!!!!!!!!
એના હ્રદય મહીં જે અનુવાદ થઇ શકી ના
આ વેદના અમારી, ભાષા નથી તો શું છે?
ઘના બધા અઘારા શબ્દો વચ્ચે સાવ સહેલિ વાત કરિ ચ્હે. એ સમજિ ના શકે એમા અમારો શુ વાન્ક ? બાકિ એમના હ્રદય મા અમે તો લખવા નિ પુરિ કોશિશ કરિ જ ચ્હે. – વા,,,,,હ
સરસ રચના બદલ આભાર. સાથે વિનટતી કે આ ગેીત્ત નેી
‘ગનપત હૂરટી’ વાળા નિર્મિશ ઠાકર જેમની કલમમાંથી સદાય હાસ્યરસ ઝરે છે, એમની કલમમાંથી જ્યારે વેદના ઝરી ત્યારે થયું કે આ એજ નિર્મિશ ઠાકર છે ને!
વાહ! સુંદર ગઝલ!
અંતિમ શેરમાં તો ગઝલનો મિજાજ કઇં ઓર જ છે!
આ વેદના અમારી ગઝલ નથી તો શું છે?
જયશ્રીબેન આવી ગઝલો આપતા રહેશો.
આભાર!
આંખોથી વંચાતી ભાષાને સ-રસ વાચા આપી….. !!
ભાષાને આટલા બધા પરિમાણમાં ભાગ્યે જ કોઈએ જોઈ હશે. આ ગઝલ ખૂબ ગમી.
સુંદર ગઝલ…
એના હ્રદય મહીં જે અનુવાદ થઇ શકી ના
આ વેદના અમારી…………
હૃદયના ઉંડાણમાંથી લખાયેલી ગઝલ!
અભિનંદન!