કોઇ કોઇ વખત તને ભૂલી જવાય છે
દુનિયામાં કાંઇ પણ હવે માની શકાય છે
આકાશના એ રંગ તને યાદ તો હશે
રંગીન એટલું જ એ તારા વિનાય છે
હું ચાલતો રહ્યો છું અને ચાલ્યો જાઉં છું
જીવીજીવીને જાણે સમય થઇ જવાય છે
અય દોસ્ત ગઇ નથી હજી ગુંજાશ સ્મિતની
રોવાનાં કારણો તો મને પણ ઘણાંય છે
અહીં ‘હું જીવી રહ્યો છું’ ના જાહેર ચોકમાં
ક્યારેક ‘તું નથી’ ની હવા સંભળાય છે
ગહન અર્થ ગામ્ભેીર્ય ,અદભુત શેર્,કવિ જવાહર બક્ષિ નેી દરેક ગઝલ જેવિ જ સુન્દર ગઝલ્…..
બહુજ ઉત્તમ્…..
હુઁ ચાલતો રહ્યો ચ્હુ અને ચાલ્યો જાઉ ચ્હુ
જીવી જીવીને જાણે સમય થઈ જવાય ચ્હે.કેટલુઁ નરદમ સત્ય્.ઘટમાળ બની જતી જિઁદગી સમયનુ ચોસલુ બની વરસોની ઈમારત થઈ જાય ચ્હે…..સુન્દર શેર.
જવાહર ભાઈ વિશે કશુ લખવુ તે રજ થયિ સુરજ વિશે લખ્વા જેવુ કહેવાય , તેમનિ ગઝલ ના કાફિયા માત્ર પિળા પ્રાસ ના પગપેસારા નાથિ હોતા અને તે આ ગઝલ મા દેખાઈ આવે
હુ હતો એક્લો અને મલ્યઆ તમે,
અદભુત્…..આ શેર બહુજ ગમ્યો…….સમય થઈ જ્વાય ……..
What a nice way to say “moving on” with the life… Life doesn’t stop without anyone!
આકાશના એ રંગ તને યાદ તો હશે
રંગીન એટલું જ એ તારા વિનાય છે
અહીં ‘હું જીવી રહ્યો છું’ ના જાહેર ચોકમાં
ક્યારેક ‘તું નથી’ ની હવા સંભળાય છે
– મજાના શેર… છેલ્લો શેર તો અદભુત થયો છે… વાહ, કવિ!
સરસ્.. અતિ ઉત્તમ્ મેદમ..કોઇ કોઇ વખત તને ભૂલી જવાય છે..
ક્યારેક ‘તું નથી’ ની હવા સંભળાય છે …
Chetan (DD)