સ્વર : મનહર ઉધાસ
.
ફુલ કેરા સ્પર્શથી પણ દિલ હવે ગભરાય છે,
એને રુઝાયેલા ઝખ્મો યાદ આવી જાય છે,
કેટલો નજીક છે આ દુરનો સંબંધ પણ,
હું હસું છું એકલો એ એકલા શરમાય છે.
કોઈ જીવનમાં મરેલા માનવીને પુછજો,
એક મૃત્યૃ કેટલા મૃત્યૃ નિભાવી જાય છે.
આ વિરહની રાત છે તારીખનું પાનું નથી,
અહીં દિવસ બદલાય તો આખો યુગ બદલાય છે.
એક પ્રણાલીકા નિભાવું છું,લખું છું ‘સૈફ’ હું,
બાકી ગઝલો જેવું જીવન હવે ક્યાં જીવાય છે
I think this is not Manharji
નિષ્કર્ષભાઇ, આ ગીત નથી, ગઝલ છે.
Superb.Really nice one.Speally this one.
કેટલો નજીક છે આ દુરનો સંબંધ પણ,
હું હસું છું એકલો એ એકલા શરમાય છે.
ગીત અધુરુ છે… આવુ બીજા પણ અમુક ગીતો મા થાય છે.. કોઇ ખાસ કારણ ??
આ વિરહની રાત છે તારીખનું પાનું નથી,
અહીં દિવસ બદલાય તો આખો યુગ બદલાય છે.
માની ગયો boss
જિવન મા મરેલા માનવિ હવે શુ લખે ?
ખરેખર ખુબજ સરસ ગઝ્લ !
કોઈ જીવનમાં મરેલા માનવીને પુછજો,
એક મૃત્યૃ કેટલા મૃત્યૃ નિભાવી જાય છે.
આ વિરહની રાત છે તારીખનું પાનું નથી,
અહીં દિવસ બદલાય તો આખો યુગ બદલાય છે.
– સુંદર ગઝલો….
એક પ્રણાલીકા નિભાવું છું,લખું છું ‘સૈફ’ હું,
બાકી ગઝલો જેવું જીવન હવે ક્યાં જીવાય છે
—————-
Very true.
Jayshreeben
If possible please post whole song because it is difficult to find all CD with various songs in USA.
At least we can hear them on T.com & enjoys please just like before let us listen full song & oblige.Thanks….Atul Joshi
સરસ ગઝલ
હું હસું છું ને બદલે હું રડું છું લખાયું છે