શું અચાનક સાંભર્યુ છે કોઇનું હોવાપણું
કેમ અણધાર્યુ સતાવે છે મને સંભારણું
શક્યતા ના હો છતાં પણ સાંભરું છું હું કદી?
યાદ આવે છે તને આભાસી ઘરનું આંગણું?
ઓ પ્રવાસી! આવી એકલતા કદી સાલી નથી
હું દીવાલે લીંટીઓ દોરી, નિસાસાઓ ગણું
એકધારું આજ તો વરસ્યા છે ગુલમ્હોરો અહિ
એક શ્વાસે આજ તો હું પી ગયો છું પણ ઘણું
કોઇ વીતેલો દિવસ જો સાંભરે તો આવજે
સાવ રસ્તામાં જ છે છોડી દીધેલું પરગણું
સાવ સીધી વાત છે તારા સવાલોની વ્યથા
એક ઊંડું દર્દ જે વ્હોરી લીધું છે આપણું
આજ લાગે છે કે થોડી હૂંફ હોવી જોઇએ
ચાલ ‘મેહુલ’ ઘર જલાવીને કરીએ તાપણું.
દરેક શબ્દ અને કવ્યનિ પન્ક્તિ ધબ્કે ચ્હે
જયશ્રીબેન,
ઘર જલાવીને કરીએ તાપણું – સુરેન ઠક્કર ‘મેહુલ કવિ ના કાવ્યની વચલી પંકતિ તેમની વ્યથાની ચાડી ખાય છે.
સાવ સીધી વાત છે તારા સવાલોની વ્યથા
એક ઊંડું દર્દ જે વ્હોરી લીધું છે આપણું અને છેલ્લે દુઃખી થઈ ગુનહિત કાર્ય કરવા સુઘી પહોંચી જાય છે. કાવ્યનો ઉદેશ્ય જીવનમાં હળવાશ લાવવાનો હોવો જરૂરી છે.
ચન્દ્રકાંત લોઢવિયા.
એક અતિ સુન્દર રચના….એક સોનેટ કાવ્ય. . . મેહુલ ને વધાઇ
આપ સહુની જાણ ખાતર…
ગુજરાતના આ ગૌરવવંતા કવિનું નામ સુરેન ઠાકર ( ઠક્કર નહી) ‘મેહુલ’ છે.
‘મેહુલ’ પ્રશસ્તિ એક કાવ્ય:
તું અંબર ઉપર છાયો થઇને મેહુલ !
http://www.raviupadhyaya.wordpress.com/2007/09/30
બ ધા જ શેર હૂફાડા લાગ્યા……….