ઉત્સાહનો એક શબ્દ કહેતાં
માત્ર એક જ ક્ષણ લાગે છે;
ઝરતા આંસુને લૂછવા માટે
માત્ર એક જ ક્ષણ લાગે છે;
મદદ માટે હાથ લંબાવતા
માત્ર એક જ ક્ષણ લાગે છે;
સમજવાનો પ્રયત્ન કરવા
માત્ર એક જ ક્ષણ લાગે છે;
મિત્ર મેળવતાં ને તેને જાળવતા
માત્ર એક જ ક્ષણ લાગે છે;
કોઇ ભાંગેલા હૈયાને સાંધતા
માત્ર એક જ ક્ષણ લાગે છે;
કોઇનો દિવસ ઉજાળતાં
માત્ર એક જ ક્ષણ લાગે છે;
તો પછી, આ જ ક્ષણને જડી દ્યો
… તે સરકી જાય તે પહેલાં.
– ફિલિપ સી. માઇકેલ (અનુ. જગદીશ જોષી)
ઘ્નોજ અગ્ત્ય્નો સન્દેશ્.
જિદગિ પામતા એક જ ક્ષ્ણ લાગે પણ કાઢ્તાઆખો ભવ લાગે છે…….તેનુ શુ?????
માત્ર એક જ ક્ષણ…. જો પકડેી લૈએ તો ઘનુ કરિ શકિએ, પન ચુકેી ગયા તો….
ક્ષણ નો પણ વિચાર કરયા પહેલા ક્ષણ ને જકડેી લ્યો.
it’s very nice. સુંદર રચના… માત્ર એક જ ક્ષણ………..
સુંદર રચના…
ગેીત ગમ્યુઁ આભાર !
આવી જ ક્ષણોથી ભરેલી જીન્દગી પણ ચાલી જાય તે પેહલા આ ક્ષણમાં તો જીવી લઈએ…!!!પછી તો ખાલીપો જ છે..!!!
1 comment to માત્ર એક જ ક્ષણ – ફિલિપ સી. માઇકેલ (અનુ. જગદીશ જોષી)એક જ બોધવચન પણ ઘણાં સંદર્ભો. વિતેલી ક્ષણ પાછી કદી આવતી નથી કહેવું છે, ઉદાહરણો ઘણાં છે. ગમ્યું.
ચન્દ્રકાન્ત લોઢવિયા.
સરસ
!!!!…???