હળવે હાથે હથેળી ઉપર – અરૂણ દેશાણી

હળવે  હાથે  હથેળી  ઉપર  જરા  તમારું  નામ  લખી દો,
નામ ની સાથે સાથે સાજન, સરનામુ પણ ખાસ લખી દો.

થોક થોક  લોકો ની  વચ્ચે  હવે નથી  ગમતું  મળવાનું,
ઢેલ સરીખુ વળગુ ક્યારે, મળશો ક્યાં એ  સ્થાન લખી દો.

એકલતાનુ   ઝેર  ભરેલા   વીંછી  ડંખી  લે   એ   પહેલા,
મારે આંગણ સાજન ક્યારે, લઇ આવો છો  જાન લખી દો.

બહુ બહુ  તો  બે  વાત  કરી ને  લોકો  પાછા  ભુલી જાશે,
નામ તમારું મારા નામ ની પાછળ  ખુલ્લે આમ  લખી દો.

હળવે  હાથે  હથેળી  ઉપર  જરા  તમારું  નામ  લખી દો,
નામની સાથે સાથે સાજન, સરનામુ  પણ ખાસ લખી દો.

10 replies on “હળવે હાથે હથેળી ઉપર – અરૂણ દેશાણી”

  1. મને આ રચના સાભળવી ખુબ ગમશે ેમાટે જલ્દેી થેી ઓડેીઓ ચાલુ કરો પ્લેીઝ્……કેટલા દીવસો થી રાહ જોઉં ચ્હુઉ પણ કોઈ ચેંજ નથેી….
    જલ્દી કંઈક કરો!!!!!!!

  2. આ કાવ્ય વાંચવું ગમે એટલું જ, કદાચ એથીય વધુ સાંભળવું ગમે એમ છે… ખેદની વાત છે કે ટહુકો.કૉમ પર ઑડિયો પૉસ્ટ આજકાલ મૂકી શકાતી નથી… જયશ્રીના સંગીતપ્રેમને દાદ દેવી પડે. બ્લૉગની TRP જોખમાઈ હોવા છતાં નવા પ્લગ-ઈન સાથે સંગીત સરળતાથી ડાઉનલોડ થઈ શકતું હોવાના ડરે એ સંગીત પીરસી નથી રહી… એનો આ સંગીતપ્રેમ દાદ માંગે એવો છે… અભિનંદન, દોસ્ત!

  3. Good one ! But issue is, not all girls are like that. I don’t understand one thing…what pleasure do girls get in keeping the guys hanging around. They want the guys to follow them, they do desire that guys look at them, chase them, love them, but they just play with them, just keeps a distance with him, when he approaches her…WHY? If the feeling is mutual, why don’t just meet & greet & be happy?

  4. આ રચના મા લેખકે સ્ત્રિ ના હ્રદય મા ના પ્રેમ નુ અદભુત આલેખન કર્યુ ચ્હે સ્ત્રિ ના પ્રેમ નિરુપન ખુબ સુનદર રિતે કર્યુ ચ્હે,,,,,,,,,,,,,,,,,,,,,,,deepasarvi

  5. kaash!! reader ni jem strina manobhav vanchvani darek purush pase samjan hoy!!
    kavi ne lakho salam..khub sunder panktio che..
    ketki..

  6. પ્રેમસંબંધની અલગ અલગ સ્થિતિઓમાંની એક સ્થિતિ એટલે “નામ તમારું મારા નામ ની પાછળ ખુલ્લે આમ લખી દો”. શરૂઆતમાં જાણે એમ થયા કરે કે આપણા સંબંધની કોઈને ખબર ના પડવી જોઈએ અને હજારો આંખોની વચ્ચે પણ ચાર ચંચલ નયનો છૂપાઈને મળી લેતાં હોય છે. પણ પાયલની જેમ ઘાયલ પણ છૂપ્યા છૂપાતા નથી અને લોકો વાતો કરતા થઈ જાય છે. પેલી કંકૂ અને મગનને તો એની કોઈ પડી જ હોતી નથી, બન્ને એકબીજામાં જ મગન હોય છે. અને પછીથી એક આવી સ્થિતિ આવે છે કે કંકૂ સતત મગનને કહેતી હોય છે કે ચાલ ને અલ્યા, આપણે આપણા પ્રેમની કોઈને વાત કરીએ. આ દુનિયામાં કોઈ એક તો હોવું જોઈએ કે જેને હું કહું કે મગન મારો ખૂબ વ્હાલો છે. સ્ત્રીની આ એક તીવ્ર ઝંખના છે. પોતાનું નામ એના વ્હાલાની પાછળ લખાય એ એને કોઈને કહેવું હોય છે. પોતાના સંબંધની ઓળખ લોકોમાં હોય એવું એ ઝંખે છે. સાંવરિયાનું નામ એ મારું નાણું, સાંવરિયો એ જ મારું ઘરેણું, સાંવરિયાની બાથ એ જ મારું ઘર- આવું એને કોઈને કહેવું છે, કોને કહે? આ કહેવામાં એને જાણે ભગવાન મળ્યા એટલી ખુશી હોય છે. હું કોઈની છું એ સમર્પણભાવમાં એની દુનિયા સમાયેલી છે.

    બીજું, સ્ત્રી હંમેશા એના વ્હાલા પાસેથી કોઈ નિશાની માંગી લેતી હોય છે એ વાત “હળવે હાથે હથેળી ઉપર જરા તમારું નામ લખી દો”માં સરસ કહી છે. સ્ત્રી ઘણી નાજૂક છે એટલે એ નિશાની હળવે હાથે આપવાની છે. હાથ પર લખેલા એ નામને તે હંમેશા પોતાના હૈયે લગાડતી હોય છે. રખેને આ મેળામાં એ ક્યાંક છૂટી પડી જાય તો લોકો એના હાથ પર લખેલા નામને વાંચીને એને એના પુરૂષને સોંપી દે!!!

    ઢેલ સરીખું વળગવું અને જાનની રાહ જોવી એ વાત પણ ઘણી મીઠી કરેલી છે. હૈયાના નિર્મળ ભાવને ખૂબ જ હ્રદયંગમ રીતે કવિએ અહીં અભિવ્યક્ત કરેલ છે!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *