ગમ્યું એ બધું મૃગજળ થઈને ચાલ્યું આઘે,
શેષ હતું એ વાદળ થઈને ચાલ્યું આઘે.
આંખો લખતી રહી રાતભર કહેવું’તું જે,
સૂરજ ઊગતાં ઝાકળ થઈને ચાલ્યું આઘે.
સાવ અચાનક કયા વળાંકે ? ખબર પડી આ,
આયુષ આખું પળપળ થઈને ચાલ્યું આઘે.
અઢળક તારાઓ મ્હારામાં ઝબકી ઊઠ્યા,
કોણ દિવસભર ઝળહળ થઈને ચાલ્યું આઘે ?
કેટકેટલું મથે ? દેહ પાછળ ને પાછળ,
મન હંમેશાં આગળ થઈને ચાલ્યું આઘે.
પથ્થરનો અવતાર મળ્યો આ જન્મે મિસ્કીન,
શું ય હશે જે ખળખળ થઈને ચાલ્યું આઘે.
આભાર રાજેશજી,
પરન્તુ જીવન ની વ્યાખ્યા જ આવી થઈ ગઈ છે.Don’t you think so.?
એક અધુરી રહી ગયેલી વાત જેવુ લાગે છે.
ખુબ સરળ શબ્દોમાં સચોટ રજુઆત..
લાજવાબ….
મારી પાસે શબ્દો નથિ…………very well indeed
Very nice! I like all shers in the whole ghazal, but this is the one I like the most.
ગમ્યું એ બધું મૃગજળ થઈને ચાલ્યું આઘે,
શેષ હતું એ વાદળ થઈને ચાલ્યું આઘે.
મૃગજળ-વાદળ વાળો અને ઝાકળવાળા શેર સુંદર છે… પણ મને જે શેર સવિશેષ સ્પર્શી ગયો તે આ-
કેટકેટલું મથે ? દેહ પાછળ ને પાછળ,
મન હંમેશાં આગળ થઈને ચાલ્યું આઘે.
-સરળ શબ્દોમાં મોટી વાત…
દ્ રે ક શેર લાજ્વાબ ……..