ભાગવત – વિજ્યા લક્ષ્મી (અનુ. કિશોર શાહ)

ગોધૂલિ સમયે તમે સ્નાન કરીને
ગૃહસ્થીના કંકાસ અને શોરબકોરથી દૂર
ભાગવતનો સ્વકંઠે પાઠ કરવા બેસી જાઓ છો.
અને તમારો અવાજ સંભળાય છે –
‘સાંભળે છે ? ક્યાં ચાલી ગઇ?
અહીં આવી ને બેસ અને સાંભળ’

પણ હું તો ચૂલા પાસે ખોડાયેલી ,
તમારું જમવાનુ બનાવી રહી છુ,
સેંકડો વણઉટક્યાં વાસણો, થાળી વાટકા
મારી પ્રતિક્ષામાં છે.
અને સેંકડો નાનામોટા કામ,
જે મારે કાલે કરવા પડશે.

મારા મેશ ખરડાયેલા હાથોથી
હું પણ ફેરવું છું
એક વિરાટ ભાગવતનાં પાનાં
છેલ્લા શ્વાસ સુધી
પૂરું ન થનારુ એક ભાગવત છે
જેને હું સ્વેચ્છાથી વાંચતી જ જાઉ છું.
અને જે –
તમે ક્યારેય આવીને નથી સાંભળતા.

– વિજ્યા લક્ષ્મી (અનુ. કિશોર શાહ)

27 replies on “ભાગવત – વિજ્યા લક્ષ્મી (અનુ. કિશોર શાહ)”

  1. સ્ત્રી અને પુરુષ બન્નેએ એકબીજાના ભાગ્વત વાંચવા અને સમજવા જોઈએ.પુરુષોનુ ભાગ્વત ફક્ત પુસ્તકિયું જ નથી હોતુ. તેની પ્રતિક્ષામાં પણ સેંકડો આર્થિક અને સામાજીક જવાબદારીના પોટલા પડ્યા હોય છે.

  2. આવોજ એક વેધક કટાક્શ એક હિન્દિ કવિતામા વાંચેલો જેમા દિકરી પિતાને કહે છે દહેજમા એક ઘાસતેલ નો ડબ્બો મુકવાનુ ભુલતા નહી !

  3. It is a sad sistuation that even today, the distinction of the work between a male and female is vividly established. It cannot be changed whatever hard you try.

    Behari Mehta

  4. જજો આ ભગ્વવ્ત જ ગાથા જે કદિજ પુરો નજ થે થવનો આ..જ વતો સમ્જેઇ જયેતો બહુજ સરસ …………………આભર ….બહુજ સરસ્ર વવાતો સરસ સૈલે મા…ફરિ અભિનદન ……

  5. આ તો અન્ત વગર નુ કાયમ ચાલતુ આન્ખો ના ખુના ભિન્જવતુ પુરાન બસ સામ્ભલો પન ના બોલો

  6. શ્રી વિજ્યા લક્ષ્મીજીનુ આ સરળ ભાષામાં લખેલ સ્ત્રી ના હ્રદયનો ઉદગાર છે વાંચીને ” બા રિટાયર્ડ થાય છે” ગુજરાતી નાટક યાદ આવ્યું ન જોયું હોય તો જોવા જેવુ છે…!!

  7. સ્વેછાએજ સ્વીકારેલી ઘર ચલાવવાની જવાબદારીથી સમયનાં અભાવથી
    સ્ત્રીને માટે ઘરનું કામજ ભાગવત સમાન છે..આ કેવું કડવૂં સત્ય છે ?

  8. સ્ત્રીના હ્રદયનો ઉદગાર શ્રીમતી વિજ્યાલક્ષ્મીજી એ અહીં સરળ રીતે વર્ણવ્યો છે…વાંચીને “બા રિટાયર્ડ થાય છે” નાટક યાદ આવી ગયું ન જોયું હોય તો જોવા જેવુ છે….!!!

  9. છેલ્લા શ્વાસ સુધી
    પૂરું ન થનારુ એક ભાગવત છે
    જેને હું સ્વેચ્છાથી વાંચતી જ જાઉ છું.(ફરિયાદ વગર )
    વાસ્ત્વિક જિવન ભાગવત્.બહેતરિન.

  10. ખરેખર ખુબજ સરસ્ આજના પુરુષ પ્રધાન સમાજ પર વેધક કટાક્શ છે.

  11. પરિસ્થિતિ સાવ ચિન્તાજનક નથી પુરુશ તેને પત્નીને પાસે બેસવા તો બોલાવે છે ક્યાંક તો એ વ્યવહાર નથી હોતો.અહી તો આ
    બીચારી પાસે માત્ર ભાગવત છે બેીજેી પાસે તો ભાગવત ઉપરાંત મહાભારત રામાયણ પણ હોય છે.જોકે કવિએ વાત અતિશયોક્તિ
    કરીને કહી છે પણ વાસ્તવિક જીવનમા આવું બને છે તે સ્વિકારવું રહ્યું .આ પરિસ્થિતિમા બદલાવ આવી રહ્યો છે- આવે તો સારું?

  12. the poettes n the tranlator, both deserve congratulations.i don’t know much about VIJAYA LAKHSMI, but would like 2 know more about her n her poetry.kishorbhai, be kind enough 2 give more anuvad.man has always failed in understanding woman n proved secondary.

  13. કંકાસ કે શોરબકોર પોતેજ કરાવેલો હોય કે કાંતો
    અલિપ્ત ભાવે કે પછી બેદરકાર કે બેફિકર
    થઈનેય સ્ત્રીના જીવનભર ચાલતા ભાગવતને
    પોતાના પુસ્તકિયા ભાગવતનો પાઠ કરનાર
    પોતાના કંઠના શોર કે લયમાં ભૂલાવી દેનારનું
    સુરેખ ચિત્ર દોર્યું છે વિજયાલક્ષ્મીએ.

  14. બહુ સરસ રિતે કહ્યુ અને આ વ્યન્ગ નહિ કતક્શે હોઇ શકે. કે તમરિ પાસે વખત ચે આ સમ્ભલ્વનિ પન મરે બહુ કામ ચે

    • Shri Vitahlbhai,
      How is it a Vyang chitra?….Is there any comedy or satire here, No .This is a REAL FACT…sacho chitar chhe…..
      Of course, you mauy have your personal view like that…so as it is mine….Sorry if you dont like…but just as a reader .I liked to comment this.
      Thanks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *