લીલ્લીછમ લાગણીને આપજો ન કોઇ હવે
સુક્કા સંબંધ કેરું નામ
મ્હોરતાં ફોરતાં ને પળમાં ઓસરતાં આ
શબનમ જેવો છે સંબંધ
શમણું બનીને ચાલ્યા જાવ તોય યાદનાં
આંસુ તો રહેશે અકબંધ
પ્રીત્યું તો હોય સખી એવી અણમૂલ એનાં
કેમ કરી ચૂકવવા દામ?
સગપણના મારગમાં ઊગ્યા તે હોય ભલે
આજકલ હાથલિયા થોર
આંખોના કાજળને દૂર કરી દેખીએ તો
અમને એ લાગે ગુલમ્હોર.
અચરજ એવું કે સખી ભૂલી બેઠી હું પછી
મારું યે સાવ નામ ઠામ…
કાવ્ય મને ખૂબજ ગમ્યુ. ખાસ કરીને સંબ્ંધો માટે પ્રયોગ કરાયેલ વિશેષણ્ ‘સુક્કા’ અને ‘ઝાકળ’ની ઉપમા પણ સુંદર છે. ‘સગપણના મારગમાં ઉગેલા થોર’નકારાત્મક દુન્યવી સંબંધોને વધુ આબેહૂબ રીતે વ્યક્ત કરે છે. આવા સુક્કા સંબંધોની દુનિયામાં સ્વને ભૂલી જવાય તેવા ‘અણમોલ’ સંબંધોની સુંદર અભીવ્યક્તી.
aankho naa kaajalne door kari dekhiye to amane e
laage gulmahor ! wah kavi ! આભાર didi.