કૈંક જાદુ હશે રબારણમાં! – શોભિત દેસાઈ

આવું અજવાળું ના ઊગે ધણમાં!
કૈંક જાદુ હશે રબારણમાં!

આજે તેં આંખ ફેરવી લીધી,
કાલે બેઠો’તો તારી પાંપણમાં.

સહે….જ ઉમ્મર વધી હો વર્ષાની,
એવું લાગી રહ્યું છે શ્રાવણમાં.

વૃધ્ધો સામાન્યત: ઊઠી વહેલા,
દીર્ધ દિવસ જીવે છે ઘડપણમાં.

રેતી આવી રૂપાળી તો ના હોય!
ક્યાંક કૂવો છૂપાયો છે રણમાં.

હા, લીલો કાચ જેવો મૂંઝારો,
વેડફી નાખ્યો છે મેં સમજણમાં.

– શોભિત દેસાઈ

13 replies on “કૈંક જાદુ હશે રબારણમાં! – શોભિત દેસાઈ”

  1. સરસ કાવ્ય છે. બીજા બાળ કાવ્યો પણ ઘણા ઘણા સરસ છે.

  2. ખુબજ સરસ તમારા કાવ્યો હૃદયસ્પર્શી હોય છે .

  3. ખુબ જ સરસ રચના છે, ઘણા સમય પછી તમારી રચના વાચી…ખુબ જ મજા આવી.

  4. ખુબ સ્રરસ ગઝલ.પરન્તુ સાભ્લિ સકાયુન નહિન્ તેના માતે શુ કરવુન્?

    અમ્રુત કોતેચા( Amrut Kotecha)

  5. shri Jayshreeben,

    Without the arrow to click, how can I listen the item?

    Please let me know.

  6. આ તો પન્ચ લાઈન જેવુઁ!!![સમજણ=ગણતરી?
    જે “કુદરતી પ્રેમ્” નો લ્હાવો …ખોઇ દેવામાઁ…કારણ્ રુપ બને
    <>?
    આ પન્ક્તિઓ તદ્દન “irrelevant ‘ nathee lagatee??=લા’કાન્ત્

  7. આવું અજવાળું ના ઊગે ધણમાં!કૈંક જાદુ હશે રબારણમાં!…વઢવાણમા ચોખ્ખુ ઘી દેવા આવતી’તી..અને ઘી પણ કેવુ ચોસલા પડે તેવું…!!અને બીજી નાની ને નમણી દુધવાળી..યાદ આવી ગયું બધું..!!અહી છેલ્લી લખેલી વાત તેમના દિલની કરી ગયા હા, લીલો કાચ જેવો મૂંઝારો,
    વેડફી નાખ્યો છે મેં સમજણમાં…અને આ સમજણનુ પણ પાછળ જ થી આવવુ..!!સાદ પાડુ છુ સ્વજન થઈ આંગણે આવો તો…ઘણી ગમી આ ગઝલ!!

  8. વૃધ્ધો સામાન્યત: ઊઠી વહેલા,
    દીર્ધ દિવસ જીવે છે ઘડપણમાં.

    વાહ, સુંદર રજુઆત…..

  9. મસ્ત કામ કરો ચ્હો તમે લોકો. લગે રહો.

  10. DEAR JAYSHREBAHEN THNX FOR SHARING SHOBHIT DESAI’S SUPERB GAZAL….
    YES KAINK JADU HASE (CHHOKAAS J) RABARAANMA……. MARE TNYA BAHU VARSHO PAHELA ZALU KARINE EK CHOKARI AAVTI HATI DUDH AAPVA….SO SWEET AND NICE….MANE YAAD AVI GYU…
    ANE YES VRUDHO SAMANYA TAH: UTHHI VAHELA DEERGHA JEEVAN JIVE CHHE……EXACTLY CORRECT SAME FOR ME….
    GOD BLESS US ALL..
    JAI SHREE KRISHANA
    EVER YOURS
    SANATBHAI DAVE (DADU FOR FB…)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *