શતદલ – દેવિકા ધ્રુવ

માર્ચ મહિનામાં યોજાયેલ “સબરસગુજરાતી” પદ્યસ્પર્ધામાં નિર્ણાયક, કવિ અને ગઝલકાર શ્રી વિવેક ટેલરના ગુણ પત્રકમાં ૧૬૬માંથી બીજા નંબરે સ્થાન પામેલ અને નીચે પ્રમાણેની મૂલવણી પામેલ કવિતા ”શતદલ”.

વિવેક ટેલરના શબ્દોઃ

મારી દ્રષ્ટિએ “શતદલ” નામની કવિતા બીજા ક્રમાંકને પાત્ર ઠરે છે.કવિએ અર્જુનની જેમ એક વિષયને લક્ષમાં રાખ્યો છે;અને એને યોગ્ય રીતે સંમાર્જ્યો પણ છે.ઊર્મિકાવ્યોનું આજે લુપ્ત થતું નજરે પડતું કલેવર કવિએ અપનાવ્યું છે એ કવિની ભાષાપ્રીતિ અને સમર્પિતતાનું દ્યોતક છે. શબ્દસમૂહના ધ્વન્યાત્મક આવર્તનોનો સુપેરે પ્રયોગ કરીને કવિ કવિતામાંથી સંગીત પણ સર્જે છે. ચોમાસાની ઋતુનો આખો માહોલ ઉભો કરીને એક સંપૂર્ણ શબ્દચિત્ર દોરે છે. કવિને ખુબ ખુબ અભિનંદન.

******

શતદલ પંખ ખીલત પંકજ પર,
હસત નયન જ્યમ શ્યામ વદન પર.
શત શત બુંદ સરક દલ વાદળ,
ભીંજત બદન નર નાર નવલ પર.
ઘનન ઘનન ગરજત નભમંડળ,
કરત ક્યાંક કલરવ ખગ તરુવર.
છલ છલ છલકત જલ સરવર પર,
નાચત મંગલ મયૂર મનોહર.
સર સર સૂર સજત દિલ મોહક,
ભૂલત ભાન વનરાવન ગોપક.
પલપલ શબદ લખત મનભાવન,
ઝરત પ્રીત મન કરત પાવન.
લીલ રંગ ધરા ધરત અંગ પર,
સોહત સુંદર સદ્યસ્નાત સમ.
મસ્ત મસ્ત બરસત અવિરત ઝર,
ઝુલત ફૂલ શતદલ મધુવન પર.

–  દેવિકા ધ્રુવ

19 replies on “શતદલ – દેવિકા ધ્રુવ”

  1. દેવિકા બહેન
    ‘શતદલ પંખ’
    ખુબજ સારૂ ઊર્મિગીત લાગ્યુ
    અભનંદન

  2. વાન્ચીને આ ગીત યાદ આવે છેઃ
    ઝટક પટક એક નાર નવેલી …

    નવરન્ગ ફીલમનુ ગીત.

  3. પલપલ શબદ લખત મનભાવન,
    ઝરત પ્રીત મન કરત પાવન.
    ……………….
    સહજ સુંદર રીતે ભાવ જગતને સુશ્રી દેવિકાબેને મનભાવન રીતે નિખાર્યું છે.સુંદર કૃતિમાટે અભિનંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)

  4. Wah! Beautiful poem! Congratulations to Devikaben for creating and Thanks to Vivekbhai for recognizing and Jayshreeben for sharing with all poetry lovers!

  5. શબ્દોને પાલવડે અને તમારી મુલાકાતો
    વિશે વાઁચ્યા બાદ શત શત દલને સ્થાન
    આપ્યુઁ તે માન ઉપજાવનારુઁ છે જ !ભાઇશ્રેી
    વિવેકભાઇ સાથે તમને પણ અભિન્ઁદન બહેના !
    સાથે અનેકાનેક પ્રણયાઁજલિ !જયશ્રેી બહેનને
    તો કેમ કરી ભુલાય ?…ખૂબ ખૂબ આભાર !

  6. દેવિકાબેનને ખુબ ખુબ અભિનઁદન ! ખરેખર ખુબ સુઁદર રચના થઈ છે.

  7. Dear Devikaben,
    Just read your poem on “tahuko” and also Mr. tailor,s comment on the poem and also its being selected as no.2 out of 166 entries.Many many congrats andm keep it up and bring more laurels to houstanians and particularly Gujarati sahitya sarita.
    prafull and vilas pipalia

  8. વાહ ! વાહ!!! અતિસુંદર …જાણે ખળખળ વહેતુ ઝરણું…લખતા રહો, દેવિકાબેન..
    નવેીન બેન્કર

  9. અભિનંદન. ખુબ સરસ કાવ્ય..જાણે ખળખળ વહેતું ઝરણું…વાહ..વાહ..દેવિકાબેન !
    નવેીન બેંકર

  10. dear Editor….superb poem by Devika Dhruva……SHAT DAAL….oha what a beautyful kalpana……
    just go on readinfg again and again….
    God bless her…
    congrates to Shri Vivek Tailor for selecting such a nice poem..
    ever urs
    sanatkumar dave…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *