કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી.. – અવિનાશ વ્યાસ

આમ તો ચાર વર્ષથી ટહુકો પર ટહુકતું આ ગીત – આજે રક્ષાબંધનના દિવસે ફરી એકવાર…નવા સ્વરમાં….
ગીત છે જ એવું મઝાનું – વારંવાર સાંભળવાનું ચોક્કસ ગમે.. અને રક્ષાબંધનનો દિવસ હોય પછી તો આ ગીત યાદ ન આવે એવું બને? બધાને બળેવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!!

અલ્પેશભાઇ,
તને પણ રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..! ખૂબ ખૂબ વ્હાલ સાથે.. Happy રક્ષાબંધન..! 🙂

.

_________________

Posted on August 27, 2007

આ ગીત ગયે વર્ષે પણ રક્ષાબંધનને દિવસે મુક્યું હતું, તો હું આ વર્ષે ટહુકો પર મુકવા માટે બીજું કોઇ ગીત વિચારતી હતી, પણ આ ગીત જેવું બીજું કંઇ મળ્યું જ નહીં.

અને આ વર્ષની રક્ષાબંધન તો મારા માટે ઘણી જ ખાસ છે, ૪ વર્ષ પછી હું રક્ષાબંધનને દિવસે ભાઇ ને મારા હાથે રાખડી બાંધીશ.

બીજું તો શું કહું, આ ગીત સાંભળો, અને રક્ષાબંધનના દિવસની ખુશી મનાવો… 🙂

———————————-

Posted on August 8, 2006

આજે રક્ષાબંધન.

મારી સંગીતની દુનિયા પર સૌથી મોટો પ્રભાવ મારા મોટાભાઇનો. એમને ગમતા ગીતો અને સંગીત મને ગમે જ. કોઇવાર તરત જ… કોઇવાર મહિનાઓ કે વર્ષો પછી..

મોટેભાગે એવું થાય છે કે આ ગીત સાંભળું, અને ભાઇને બહુ યાદ કરું. આજે ભાઇ બહુ યાદ આવે છે, એટલે વારંવાર આ ગીત સાંભળું છું.

raksha

સંગીત – અવિનાશ વ્યાસ
સ્વર – આશિત દેસાઇ, ફોરમ દેસાઇ
ગુજરાતી ફીલમ – સોનબાઇની ચૂંદડી (૧૯૭૬)

.

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે ડાળખી…

લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય,
હીંચકો નાનો બેનનો એવો, આમ ઝુલણ્યો જાય,
લીંલુડી લીંબડી હેઠે, બેનીબા હિંચકે હીંચે……….કોણ…

એ પંખીડા, પંખીડા, ઓરા આવો એ પંખીડા,
બેની મારી હીંચકે હીંચે, ડાળીઓ તું ઝુલાવ,
પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હીંચો……કોણ…

આજ હીંચોડુ બેનડી, તારા હેત કહ્યા ના જાય,
મીઠડો વાયુ આજ બેની તારા હીંચકે બેસી જાય
કોયલ ને મોરલા બોલે, બેની નો હીંચકો ડોલે…..

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે … બેનડી જુલે …ભઇલો ઝુલાવે ડાળખી.

———

ઘણું બધુ લખવાની ઇચ્છા થાય છે, પણ તોયે કંઇ સુઝતુ નથી. પ્રભુને પ્રાથના કરું છું કે સુરતને જેમ બને એમ જલ્દી પૂરની આ મુશ્કેલીમાંથી ઉગારે. રક્ષાબંધન જેવો સારો દિવસ સુખરૂપ પસાર થાય…

182 replies on “કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી.. – અવિનાશ વ્યાસ”

  1. વિત્વ વરવાનુ રણ ચડવા નુ નામર્દો નુ કામ નથેી,,,,
    મને આ ગેીત મળશે?????

  2. જયશ્રિબેન જમુના તત બન્સરિ વગિ રાસ હોય તો જરુર મોકલ્સોજેી

  3. મારી પત્નીને ખુબ જ ગમતુઁ આ ગીત તેને સઁભળાવી શક્યાનો અને સાઁભળ્યાનો બેવડો આનઁદ .

  4. Dear Jayshree,
    I am not able to hear the songs on my IPad. Is there any way I can hear them on IPad?
    Kashmira

  5. સંગીત – અવિનાશ વ્યાસ
    સ્વર – આશિત દેસાઇ, ફોરમ દેસાઇ

    આજે પન આ ગિત સાભલિ આસુ આવિ જાય.original sangeet and original singer ashitbhai and foram desai. very well sung.
    ખુબ જ સરસ.

  6. મોટેભાગે એવું થાય છે કે આ ગીત સાંભળું, અને ભાઇને બહુ યાદ કરું. આજે ભાઇ બહુ યાદ આવે છે

  7. one of the sweetest song of life. Crying to see this song at age of 4-5 apprx . Seen this movie in patan theatre.

  8. જયશ્રીબેન,
    આવી સુંદર સાઈટ શરુ કરવા માટે અભિણનંદન્

    ભાઈ બહેન ના પ્રીત નું હજી એક ગીત છે. તેમાં ની એક કડી યાદ રહી ગઈ છે.૪૫/૫૦ વરસ પહેલા મારા પાડોશી ગાતા હતા. જો કોઈને ખબર હોય તો મને લિંક gopalwakharia@gmail.com પ મોકલશો. આભારી થઈશ.

    માડી ના જાયા બેની ના મ્હેણા તારે ભાંગવા.
    ગોપાલ વખારીયા નાગપુર

  9. BHAI ANE BAHEN NI MA UDAR NI LAGNI OTHI BHARPUR AA GIT ANE RAKSHA BANDHAN NO SAMANVYAY KHARE KHAR EK SUKHAD GHATANA KAHI SHAKAE ANE HRADAY THI ANUBHAVI SHAKAE TYARE AAPNE AAPNI JATNE DHANYA TA ANUBHAVYE CHIYE!

  10. બહેન સાથે સાભલતા બહુ સ્રારુ લાગે. આનન્દ થયો.

  11. આજે રક્શબન્ધન નો પવિત્ર તહેવાર …..મારા વેીરા આ ગેીત તારા માતે…તારા થિ દુર રહેતિ તારેી બહેન તરફ્થેી….

  12. બ્રહ્ેન સાથે વરસાદ મા સાભલતા બહુ સ્રારુ લાગે. આનન્દ થયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *