સજન મારી પ્રિતડી

સુમન કલ્યાણપુર અને મુકેશ જેવા દિગ્ગજ કલાકારોનો કંઠ મઢેલું આ ગુજરાતી ફિલ્મ ‘જીગર અને અમી’નું legendary ગીત. ફિલ્મમાં આ ગીત બે અલગ અલગ ભાગમાં આવતું હશે, પણ અહીં એને એક સાથે જ મુકું છું. પહેલા સુમન કલ્યાણપુરના અવાજમાં, અને પછી મુકેશના. Sound Quality જોઇએ એવી સારી નથી, કારણકે ઘણા વર્ષો પહેલાના recording ને digitalise કર્યું છે. છતાંય આશા રાખું છું કે ગીત સાંભળવું તમને ગમશે.

(ગીત સાંભળીને જ શબ્દો લખ્યા છે, તો કશે ભુલ થઇ હોય તો જણાવશો.)

.

સ્વર : સુમન કલ્યાણપુર

સજન મારી પ્રિતડી સદીઓ પુરાણી
ભુલી ના ભુલાશે… પ્રણય કહાણી

સુહાગણ રહીને મરવું, જીવવું તો સંગમાં
પલપલ ભીંજાવું તમને, પ્રિતડીના રંગમાં
ભવોભવ મળીને કરીએ, ઉરની ઉજાણી
સજન મારી પ્રિતડી…

જીગર ને અમીની આ તો રજની સુહાગી
મળી રે જાણે સારસની જોડલી સોભાગી
છાયા રૂપે નયનને પિંજરે પુરાણી
સજન મારી પ્રિતડી…

સ્વર : મુકેશ

સજન મારી પ્રિતડી સદીઓ પુરાણી
ભુલી ના ભુલાશે… પ્રણય કહાણી

જનમોજનમની પ્રિતી દીધી કાં વિસારી
પ્યારી ગણી તેં શાને મરણ પથારી ?
બળતાં હ્ર્દયની તેંતો વેદના ન જાણી….
સજન મારી પ્રિતડી…

ધરા પર ઝુકેલું ગગન કરે અણસારો
મળશે જીગરને મીઠો અમીનો સહારો
ઝંખતા જીવોની લગની નથી રે અજાણી
સજન મારી પ્રિતડી…

—————-

ફરમાઇશ કરનાર મિત્રો : ધ્રુવિન, માનસી

69 replies on “સજન મારી પ્રિતડી”

  1. Please either remove the advertisement of Tahuko at the beginning of each song or extend the length of the song that was end of the song doesn’t get cut off !!!!!

  2. આ ગીત કાંતિ અશોક નું લખેલું છે,
    બને તો તેમનો ઉલ્લેખ કરવો.

  3. સજન મારી પ્રિતડી સદીઓ પુરાણી
    ભુલી ના ભુલાશે… પ્રણય કહાણી……

    શું કહિ શકાય આ પ્રણય ગિત માટે! શબ્દો ઓછા પડે. આજ નાં સમય માં ઓસરતિ જતિ લાગણીઓ અને છિછરા પ્રેમ સામે કેટલિ ગહન અને મજ્બુત વાત છે. એક બિજા માટે હ્રદયનાં ઊડાણ માથિ આવતિ લાગણી અહિં વર્ણવિ છે, આ ગિત માટે કાંઇ લખિ શકવુ અઘરું જ છે. પણ આ ગિત ને અહિ સ્થાન આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર.

  4. Every one had praised singers and novelist. But forgotten to acknoledge the creator of this classic and immortal composition. The composer of the song is “MAHESH-NARESH”. The famous kanodia borthers. Really surprised every one! Right?

  5. આજ્ થિ પચાસ વરસ પહેલા ચુનિલાલ વર્ધમાન નિ આ નવલ કથા વાચિ હતિ. અને ૧૯૬૮ મા સન્જિવ કુમાર અને કામિનિકદમ ના અભિનય સાથે આ જિગર અને અમિ ફિલ્મ જોવાનો લ્હાવો મળ્યો હતો. અને ગુજરતિ ફિલ્મ્ મા પહેલિ વા હિમાલય ના બાહ્રિ દ્રશ્યો જોવા મળ્યા હતા. કેમ ભુલાશે આ મારિ જવાનિ નુ જવાન ગિત્ ધન્ય્વાદ્ રજુ કર્નાર્ને. આપ્નો આભારિ બન્સિ પારેખ્.૦૬-૨૦-૨૦૧૨ ૧૧-૧૨. સવારે.

  6. Jayshree ben

    I was dying for this song since so many years – Mukesh song is on you tube but this one is very rare – I really appreciate this suman version – jawani yaad karavi didhi – pls try to put on you tube – God Bless

    Geeta

  7. ખુબ જ સુંદર રચના છે… ભલે અવાજ સાફ નથી સંભળાતો . છતાં પણ મન ને પ્રસન્ન કરે એવો છે.

  8. A Best Love Story “Jigar Ane Ami” written By Chunilal Vardhman Shah. This is Real Love Story. Not a fantasy.
    I like this song from the deep of the heart.

  9. શુ કહેવુ? ગુજરતી ભાષાનુ બેસ્ટ પ્રણય ગીત,

  10. ખુબ આભાર્ર જયશ્રેીબેન.આપને શિકાગોમા મલિ ને આનદ્દ થયો હતો.ગુજરાતિ ગિતો સાભલ્વાનિ બહુ જ મઝા આવે ચ્હે.

  11. jashreeben , khub saras geet che. jane mosom no pahelo varsad. avaj geet jo bija ko hoy to mokalso. mane mp3 ma a geet ane ava j geet nu collection karvu vhe. khub khub abhar.

  12. ” વજુ કોટક ” ની નવલકથા ” જીગર અને અમી ” ના પાનાઓ
    ઉથલાવી આવ્યો અને એના પર આધારિત ફિલ્મનાં સંસ્મરણો
    તાજા થઈ આવ્યા

    • શ્રી હર્ષદભાઈ,
      “જીગર અને અમી” નવલકથા શ્રી વજુ કોટકે નહી પણ શ્રી ચુનીલાલ વર્ધમાન શાહે લખેલી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *