વડલો કહે મારી વનરાયું – દુલા ભાયા ‘કાગ’

જુન ૦૧, ૨૦૦૯ માં પહેલા મુકેલું દુલા ભાય ‘કાગ’નું આ ગીત ફરી એક વાર સંજય ઓઝાના સ્વરમાં……

સ્વર – સંજય ઓઝા
સંગીત – ગૌરાંગ વ્યાસ
આલબ્મ – આસ્થા (રાગ અભોગી)

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

આજનું આ ગીત મારી મમ્મીનું ખૂબ ગમતું ગીત.. (પપ્પા, આ પોસ્ટનું પ્રિન્ટ મમ્મી માટે લઇ જજો 🙂 )
ઘણા વખત પહેલા મમ્મીએ આ ગીતના થોડા શબ્દો જણાવેલા, ત્યારથી શોધતી હતી આ ગીત. ટહુકો પર ‘આવકારો મીઠો આપજે’ ના શબ્દો સાથે Note મુકી કે હું આ ગીત શોધું છું, એટલે તો વાચકોએ ગીતના શબ્દો અને સાથે ગીતની mp3 પણ થોડા વખતમાં શોધી આપ્યા.. એ સૌ વાચકોનો દિલથી આભાર.

સ્વર – પ્રફુલ દવે
સંગીત – ગૌરાંગ વ્યાસ
ગુજરાતી ફીલમ – ચોરી ના ફેરા ચાર (૧૯૭૯)

વડલો કહે મારી વનરાયું સળગી ને,
મેલી દીયો ને જૂનાં માળા,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હોજી..

આભે અડીયાં સેન અગન નાં, ધખિયાં આ દશ ઢાળાજી;,
આ ઘડીયે ચડી ચોટ અમોને, ઝડપી લેશે જ્વાળા,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હોજી..

બોલ તમારાં હૈયે બેઠાં, રૂડાં ને રસવાળાજી,
કો’ક દિ આવીને ટહુકી જાજો, મારી રાખ ઉપર રૂપાળાં,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી..

પ્રેમી પંખીડા પાછાં નહીં મળીએ, આ વન મારે વિગ્તાળાજી,
પડદાં આડા મોતનાં પડીયા, તે પર જડીયાં તાળા,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી..

આશરે તમારે ઈંડાં ઉછેર્યાં, ફળ ખાધાં રસવાળાજી,
મરવા વખતે સાથ છોડી દે એના મોઢાં મશવાળા,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી..

ભેળાં મરશું, ભેળાં જનમશું, માથે કરશું માળાજી,
‘કાગ’ કે આપણે ભેળાં બળીશું, ભેળાં ભરીશું ઉચાળા,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી..

– દુલા ભાયા ‘કાગ’

69 replies on “વડલો કહે મારી વનરાયું – દુલા ભાયા ‘કાગ’”

  1. એક તરફ વડલો, બીજી તરફ વડલો એનું સુંદર રૂપક મૂકીને સબંધ, સ્નેહ, સમર્પણ અને સંઘર્ષમાં સહકારની ઉદાત મૂલ્યોનું બોધ કરાવતી સફળ ને સબળ રચના છે. મારી પ્રિય કવિતા છે..

  2. Aaje me aa ghit school ma ghayu pan mane ano ragh aavdto nato . Ane sare amne aa ghit temna fon ma sambhlavi batavyu ane mane bahuj ghmyu .. tethi tamaro khub khub aabhar

  3. I am an English teacher..We have a lesson in 12th science..The Green Charter.. before going to start the lesson there is pre- task and the poem of Shri Dula bhaya Kag..With giving the link…The students enjoyed a lot the greatest singers sing superb.. Though the students of science and Commerce,they enjoyed much..In the school of The Navyug science school,Baroda,Shri Ambica sciences school, Vijaynagar,and salute the poet..From Rakesh Jani.. Viratnagar, 9426 999 436.

  4. I am an English teacher..We have 10th lesson in our text book…So in pre-task…This poem is given.. before explaining..I have searched this link…The students have enjoyed a lot… Though the students of science,they enjoyed much….The great voice of both the singers…And salute to Dulabhaya Kag…..
    Form.. Rakesh Jani..
    Jani Sir.. Viratnagar, Nikol, Ahmedabad..9426999436.

  5. Hu English teacher chhu pan 12th ni textbook ma Unit-10 ma aa rachana eni site sathe aapelu chhe etle me class ma students ne sambhalavyu to students ne khubaj gamyu…. Salute to Dula Bhaya Kaag…

  6. અદભુત રચના …..!!!!!!!!!!
    કોટી કોટી વંદન શ્રી દુલા ભાયા “કાગ ” ને ……

  7. ગગન ડોલાવે જેનિ કલમ, એવો મારો વ્હાલો કવિ કાગ,
    ફરિ ભોમકા માથે જનમ લેજે, એવિ સોરથિ ધરતિ નિ માગ.

  8. હુ સુરત મા ૧૯૭૯ મા ચોથા ધોરન મા આવ્યો ત્રત્યરે મારુ પેલ્લુ ગુજરતિ ફિલ્મ હતુ અલકાર સિનેમામા જોયેલુ.

    • મારા પિતાજીને આ ગીત બહુજ ગમતુ.નિરાત ની પળોમાં તેઓ આ ગીત બહુ ગાતા .આગીત મેં બહુ ખોળેલુ પર્ણ મળતું નહતું . હવે મળ્યું તેથી ખુશી થઇ. આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *