પન્નીને પહતાય તો કે’ટો ની…. – ડો. રઇશ મનીયાર

ચલો… રવિવાર સુધરી જાય એવું કંઇક કરીયે આજે…

એટલે કે.. ટહુકો પર બીજુ તો શું કરવાનું હોય, એક મસ્તીભર્યું ગીત સાંભળીયે. 🙂

કવિ શ્રી રઇશ મનીયારની આ હઝલ ( હાસ્ય ગઝલ ) ઘણી જ જાણીતી છે. અને આપણા મેહુલભાઇએ એને ખૂબ જ સરસ સંગીત આપ્યું છે.. ગમે એવા મૂડમાં હો, ચહેરા પર સ્મિત આવી જાય !!

આમ તો રઇશભાઇ હમણા અમેરિકામાં જ છે, અને East Coastમાં એમના ઘણા પ્રોગ્રામ પણ થાય છે, પણ અમે કેલિફોર્નિયાવાળા રહી ગયા… 🙁

ચલો.. રૂબરૂમાં નહીં તો આવી રીતે જ.. એમની રચના માણીને મઝા કરીયે..

સંગીત : મેહુલ સુરતી
સ્વર : સત્યેન જગીવાલા

after-marriage.jpg

.

પન્નીને પહતાય તો કે’ટો ની.
વાહણ જો અથડાય તો કે’ટો ની.

અમના તો કે’ટો છે કે પાંપણ પર ઊંચકી લેમ.
પછી માથે ચડી જાય તો કે’ટો ની.

અમના તો પ્યાર જાણે રેહમની ડોરી.
એના પર લૂગડાં હૂકવાય તો કે’ટો ની.

”એની આંખોના આભમાં પંખીના ટોળાં…”
પછી ડોળા દેખાય તો કે’ટો ની.

હમ, ટુમ ઔર ટન્હાઇ, બધું ઠીક મારા ભાઇ
પછી પોયરાં અડ્ડાય તો કે’ટો ની.

( આભાર : લયસ્તરો )

ફરમાઇશ કરનાર મિત્ર : હાર્દિક શાહ.

62 replies on “પન્નીને પહતાય તો કે’ટો ની…. – ડો. રઇશ મનીયાર”

  1. હાભરવાનિ મજા આવિ ગૈ. બો રમુજિ લાયગુ.આવા કાઇ બિજા હરા ગિત હોય તો મુક જો.

  2. ”એની આંખોના આભમાં પંખીના ટોળાં…”
    પછી ડોળા દેખાય તો કે’ટો ની…ખુબ મજા આવી…રઈશભાઈ…!!ન રેહવાય ન સેહવાય….ચિત્ર કેટલુ અનુરુપ જોઇને આવ્યુ હસવું..
    પરણી ને પછતાય તો કહેતો નહીં…આતો લગનનો છે લાડુ, ખાય તે પછતાય ને ન ખાય તેય પછતાય…!!!

  3. દરેક પન્નેલા ને વાચી ને મજા પડી જાય એવુ લખ્યુ ૬ ને કઇ મજા પડી ગઈ

  4. khub maja aavi

    હમ, ટુમ ઔર ટન્હાઇ, બધું ઠીક મારા ભાઇ
    પછી પોયરાં અડ્ડાય તો કે’ટો ની

  5. Bahuj saras,photo joi ne sinh & chuha ni joke yaad avi gai. chuhabhai pnnya pahela sinh hata. ajna tanav thi bharour life man thodu hasvu bahuj jaruri chhe. great job Jaishree.

  6. આ ગીત જો ના હાભલે ને પચ્હિ પસ્તાય તો કેતો ની…..જલ્હો પડી ગ્યો ભાઇ

  7. ચિ. જય્શ્રેી બેન્…. ખરેખર ખુબ મઝ આવિ ગૈ અમોને બિજુ પર્સિ ભાશામા ગવયેલુ …”મારા પપ્પાનિ ચ્હે મોતર ગદિ..મારા નાના નિ ચ્હે ફ્લ્વદિ તો પન રહિ હુન કુન્વરિ…” અમોને સમ્ભલ વુન ચ્હે કોઇ મદદ કર્સો કે…? થન્ક્યુ..”

  8. THANK YOU JAYSHREEBEN,I had heard this long time ago..apx 5years ago as a Hasya kavita…Just said by some of my friend. and I was looking for the one. Today I got it. and that too in the form of a Gayaki. I am happy. U do deserve a lot of appreciation. God Bless you.

  9. લગન નો લાદવો જે ખાય એ પન પચ્તાય અને જે ના ખાય એ પન પચ્તાય
    બહુજ સરસ્

  10. pella to keto to chand tara todi lam
    pahi hakbhaji mangam to keto ni
    nice song
    this line is too good
    હમ, ટુમ ઔર ટન્હાઇ, બધું ઠીક મારા ભાઇ
    પછી પોયરાં અડ્ડાય તો કે’ટો ની.

  11. Atleast it gives a real massege as well as some fun to both party – married and unmarried .
    Jaishree …… u r really providing memories with knolwedge of all field(sahitya-sangeet-poetry-gazal-garba etc…..) of motherland
    Keep it up
    Thanks

  12. Wonderful!! અસલ સુરતી મિજાજની “હઝલ”. ફક્ત રવિવાર જ નહી પણ જ્યારે સામ્ભળીએ ત્યારે સમય સુધરી જાય છે. Shadi Ka Laddu – Jo Khaye Wo Bhi Pachhataye Aur Jo Na Khaye Wo Bhi Pachhataye!! Thanks a million RaeeshSir,Mehulbhai and of course Jayashreeben.

  13. જયશ્રીબેન,
    સરસ ચિત્ર !!! બકરી બની ગયેલો સાવજ !!!
    બધા હાવજ આ ગીત જોહે – હામલહે – તો પન પન્નશે તો ખરાજ…….

  14. Phunny git che Jaysri didi.Aa to apna hurtio no kamal che je Ganpati ne gampatti kai che, cake ne kaaake kahe che,Sur ne shur kahe che to pan “aa surat che aa surat che aa surat che jya mauj majani jalsa ni e jannat che aa surat che”Khub aj saras mehul kaka and raeesh uncle too and ofcourse you Jayshree didi

  15. માળુ, પરનવા પહેલા સો વખત વિચારવું પડશે.. મસ્ત હઝલ.. મજા પડી ગઈ… Thanx JayShree Ben…

    Regards

  16. raeeshbhai is in U.S. !
    two audio audio albums
    1- raeesh to vitela millenium no manas
    2- aakhu jivan ame dhire dhire lakhyu
    jayshree get it !

  17. જયશ્રી, મસ્ત, મસ્ત, મસ્ત…….. ! !

    મેહુલભાઈને ખાસ અભિનંદન…………

    તે પન્નેલા બિચારા કે બી ની તે હુ કરે ?!

  18. અત્યાર સુધી આ રચના વાંચી હતી, પણ આજે એને સંગીત સાથે માણવાની બહુ જ મજા આવી ગયી. જયશ્રીબહેન નો ખુબ ખુબ આભાર. પણ જે વ્યકિત પરણવા જઈ રહી હોય તેને આ રચના વિશે કેટા ની.

    કેતન શાહ

  19. Jayshreeben!

    Aflatun ! pakki Hurati kavita chhe!
    Ne Aa Maniar bi pakko Hurti lage!
    Bo dhade Aavi kavita hambhalva mali.
    Maro pan Somvar hudhri giyo!

    Pan Krunal! uun tamune kevchh ne ke ae to chaila kare!
    Baddha panta chhejne!!!!!!!!!!!!!

    Joyce from Surat!!!!!!!!!!

  20. જલસા પાળી લાઈખા જયશ્રીબેન તમે તો …

    બો મજા પડી …

    પણ સાલુ જો આવુ જ થવાનું ઓય તો તો વિચારવુ પડહે કંઈ કરતા પેલ્લા .. !!!

  21. મને પન એવું જ લાગે છ. પન કોને કેવા જવાય?! એતો આ રઈશભાઈની હઝલ સાંભલી તો મન જરા હલકું થયું!

  22. મારો પરીક્ષા પછીનો બગરેલો રરિવાર હુધારી લીધો.
    best compositions best singing with new style
    keep it up!!!

  23. મજાની હઝલ…. એવીજ મજાની તોફાની ગાયકી અને સંગીત… અને એટલું જ મસ્ત ચિત્ર..

    હવે રવિવાર હુધરી નીં જાય તો કે’ટો ની પાછો…

  24. Hi Jayshree,

    ફરમાઇશ પૂરી કરવા બદલ તારો ખૂબ ખૂબ આભાર. મને ખાત્રી છે કે આ હઝલ સાંભળીને ટહુકાના બીજા બધા મિત્રોને પણ ગમ્મે તેવા મૂડમાં પણ મજા પડી જશે…and the attached picture goes very well with the song 🙂

    Thanks again and keep it up!!!

    Hardik

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *