रंजिश ही सही, दिल ही दुखाने के लिये आ… – एहमद फराज़

આજે ફરીથી એક એવી ગઝલ લાવી છું, કે જેટલીવાર સાંભળો એટલીવાર વધુ ને વધુ ગમતી જ જાય…

ટહુકો પર પહેલા 4 જુદા અવાજમાં મુકેલી આ ગઝલ – આજે એક નવા સુમધુર સ્વર સાથે ફરીથી એકવાર રજુ કરું છું – અને એ અવાજ આમ તો હવે કોઇના માટે નવો નહીં રહ્યો હોય. છેલ્લા થોડા મહિનામાં તો એણે જાણે દેશ-દુનિયાના ભારતીયોને પોતાના અવાજનુ ઘેલુ લગાડ્યું છે.

સ્વર : ઐશ્વર્યા મજમુદાર.

—————————————————————–

Posted on September 16, 2007.

થોડા દિવસો પહેલા કુણાલના બ્લોગ પર મારી એક ઘણી ગમતી ગઝલ વાંચવા મળી. આમ તો હું વિચારતે જ હતી કે આ ગઝલ કોઇ દિવસ તમને પણ ચોક્કસ સંભળાવીશ, આ ગઝલ વાંચીને હવે સાંભળવામા મોડુ શું કરવા કરવું, એમ ને ?

તો આ વિષેની થોડી વાતો કુણાલ તરફથી. 🙂

અને એક જ ગઝલ ચાર જુદા જુદા અવાજમાં, મારા તરફથી….
—–

અહેમદ ફરાઝ… પાકિસ્તાનના શાયરોમાં કદાચ સૌથી વધુ પંકાયેલા શાયર…. તેમની ગઝલો અને નઝમો almost બધાં જ નામાંકિત ગઝલ-ગાયકોએ ગાઈ છે અને શોખીનો માણતા અને વખાણતા આવ્યા છે…

એમની આ એક ગઝલ જે મારી પ્રિય ગઝલોમાંની એક છે… અને બીજા ગાયકો કરતાં મને ( એટલે કે કુણાલને ) મેંહદી હસનનું composition સૌથી વધુ ગમે છે…

ranjishhi1.JPG

સ્વર : મેંહદી હસન

સ્વર : રુના લૈલા

સ્વર : શહેનાઝ બેગમ

સ્વર : આશા ભોંસલે

( મને આ ગઝલોનું રિમિક્સ નથી ગમતું હોં.. એમ તો મને કોઇ પણ ગીતનું રિમિક્સ નથી ગમતું, પણ મને થયું, direct comparision થઇ શકે એટલા પૂરતી પણ આ ગઝલ મુકવામાં વાંધો નથી. 🙂 )

रंजिश ही सही, दिल ही दुखाने के लिये आ…
आ फीर से मुजे़ छोड़ के जाने के लिये आ…

(ranjish : animosity)

पहेले से मरा़सिम न सही फीर भी कभी तो
रस्म-ओ-राहे दुनीया ही निभाने के लिये आ…

(maraasim : relationship; rasm-o-rahe duniyaa : manners, traditions of the world)

किस-किस को बतायेंगे जुदाई का सबब हम
तु मुज़से ख़फा है तो ज़माने के लिये आ…

कुछ़ तो मेरे पींदार-ए-मुहोब्बत का भरम रख़
तु भी तो कभी मुज़को मनाने के लिये आ…

(pindaar-e-muhabbat : love’s pride)

इक उम्र से हुं लज्ज़त-ए-गीरीया से भी मेहेरु़म…
ए राहत-ए-जां मुज़ को रुलाने के लिये आ…

(umr : ages; lazzat-e-giriyaa : joy of crying; mahruum : devoid; raahat-e-jaaN : comfort of the soul)

अब तक दिल-ए-खु़श फ़हम को है तुज़से उम्मीदें..
ये आखीरी शम्में भी बुज़ाने के लिये आ…

(dil-e-Khush-feh’m : understanding/gullible heart; ummideN : hopes; shammeN : lights)
– एहमद फराज़

હવે ના બે શેર હકીકતમાં તાલિબ઼ બાગ઼પતીના છે પણ મેંહદી હસન એને હંમેશા આ ગઝલની સાથે જોડી દે છે… છેલ્લો શેર મારો favourite છે… ( અને પહેલો શેર જયશ્રીનો favourite છે. )

माना के मुहोब्बत का छुपाना भी है मुहोब्बत…
चुपके से कीसी रोज़ ये जताने के लिये आ…

जैसे तुज़े आते है ना आने के बहाने…
ऐसे ही किसी रोज़ ना जाने के लिये आ…
– तालिब़ बाग़पती

61 replies on “रंजिश ही सही, दिल ही दुखाने के लिये आ… – एहमद फराज़”

  1. આ ગઝલ મહેદી હસનના સ્વરમા વાગતી નથી. It shows “file not found”.

    • આભાર કમલેશભાઇ,
      હવે મહેંદી હસનના સ્વરમાં ગઝલ ફરીથી સાંભળી શકાશે.

  2. જયશ્રીબેન, મેઁહદી હસનના અવાજમાઁ આ ગીત સામ્ભળવુ એટલે એક સરસ લહાવો .રોજ એક્વાર સામ્ભળ્યા વગર ચેન પડતુઁ નથી..આવુ સરસ મિશ્ટાન પીરસવા બદલ તમારો આભાર્..

  3. આવી બેનમુન ગઝલ જ્યારે જુદા જુદા ગાયકોના સ્વરે સાંભળવા મળે તો ખરે જ જલસો પડી જાય.ટહુકો મા આવો મધુરો ટહુકો સાંભળવાનો લહાવો અનેરો છે.

  4. આવા અદ્ભૂદ પોસ્ટ બદલ ટહુકો ને અભિનંદન.
    @ ડો વિવેક ટેલર – મેહદી હસન આ બે શેર અહમદ ફરાઝ હયાત હતા એ વખતથી, એમની પરવાનગી સાથે જોડતા આવ્યા છે. અને જ્યારે જ્યારે એમ કરે ત્યારે એવો ઉલ્લેખ કરવાનું ચૂક્યા નથી.
    આમ તો ઘણી ગઝલોમાં બીજા શાયરો સારા કે નરસા વધારાના શેર ઉમેરતા હોય છે, પણ આવા બેનમૂન શેરો કોઈ ગઝલમાં ઉમેરાય એ એક વિરલ ઘટના હતી. આવાં વિશિષ્ટ અને અપૂર્વ સંજોગોમાં મેહદીને મળેલો આ એક વિશેષાધિકાર હતો, જેનો એ વિવેકપૂર્વક ઉપયોગ કરતા. બસ…મારે આટલું જ કહેવું છે.

  5. સુપેર્બ્…બહોત ખુબ્…વહ્વહ્..સરસ્..મઝાઆવી ગઇ…

    શહેનાઝ બેગમ ની ગઝલો મુકવા.. વિનંતી….

  6. Dear Jayshreeben,
    I have thoroughly enjoyed Jagjit Singas “KAGAJ KI KASTI” AND
    USTAD MAHENDI HASANS “RANJIS HE SAHI”.Youh taken me to my old Musical Friends,They Enjoed KHA SAHEB GAZAL DURING 1982-83.May GOD BLESS YOU WITH LONG,HEALTHY AND HAPPY LIFE AND SERVE MUSIC AND MUSIC LOVER.
    wITH Regards,
    DEVDATT

  7. किस-किस को बतायेंगे जुदाई का सबब हम….
    रस्म मुहब्बत की कुछ इस तरह बिताई हमने,
    के खुद से क्यूँ इस कदर रंजिश निभाई हमने ?

  8. Loved it, all four are too good. Giving a sequence number is real unjustice as all have given their best. I still recall listening to Mehdi at Sanmukhanand Hall before 30 years. Thanks a million Jaysgree ben

  9. It expresses a pure heart feelings.
    Fantastic! Each word is coming strait from heart.

    હસન સાહેબે શુ મલાવી મલાવીને ગાઈ છે.

  10. આ ઘઝલ વરશોથિ સામભદડ્તો આવયો છુ ,,,,મારિ પસન્દગિ નિ એક્છે
    મજા આવિ ગઈ. નવિ નવિ ઘઝલો પિરસતા રહેશો

  11. આ ગઝલ પેહલી વાર સાંભરી અને એક વાર સાંભળ્યા પછી સળંગ ચાર વાર સાંભળી.
    इक उम्र से हुं लज्ज़त-ए-गीरीया से भी मेहेरु़म…
    ए राहत-ए-जां मुज़ को रुलाने के लिये आ…

    अब तक दिल-ए-खु़श फ़हम को है तुज़से उम्मीदें..
    ये आखीरी शम्में भी बुज़ाने के लिये आ…
    ખરેખર અદ્ભુત ગઝલ. એક એક શબ્દમા ભારોભાર ભાવના નીતરે છે.

  12. Thanks for a giving chance to listen to bunch of five singers singing Faraaz Sahab. My soul is full of tears. You have allowed me to cry after a long time.

  13. જયશ્રિ બહેન, કયાર નો રાહ જોયી રહયો હતો. બહુજ આભાર. બિજાઓએ પણ ગાયેલ હશે!—-નૌતમ રાજપરા

  14. વાહ વાહ….

    જેની રાહ જોઇએ છીએ… તેને માટે રડાવી નાંખ્યા…
    દર્દ ની એક આહ્લાદક અનુભૂતી થઈ..

  15. ઍક્ષે;;ીન્ત્ે ર્હપહ્સ બેત્તેર થન ળ્.મન્ગેશ્કેર્ ંયો મ્પ્લિમેન્ત્સ્

  16. Aishwarya,
    I was in india in March and every weekend i was listening to you on Starplus.I hope you remember me. 5 years back when you came to yr friend Manasi’s home and sang Lataji’s song i was impressed and i took yr video movie and showed here in Usa to my family.then i saw you on Saregama.i was very happy to see you.Can you guess who i am?I am Parag uncle’s Bhabhi from USA.Sushma Shah.I am very happy for you Beta.

  17. માશાલ્લાહ !બધી જ ગઝલો સુઁદર કઁઠોથી ગવાયેલી છે.
    ગાયકો અને જયશ્રેીબહેનનો તેમજ કવિનો ઘણો આભાર !

  18. I do not have any Indian channels and I do not regret it, but today I do feel I missed out on seeing Aishwarya singing live. She has a beautiful voice and sings really nice.

    Thanks for making this available here!

  19. She is being trained by the one and only – Purushottam Upadhyay. So she has the style and skills. She is a star already.!
    Let us encourage more such young talents.

  20. Nice, Uptill now four great voices, but now, a feather in your cap…Panch tya Parmeshawar…Naa, naa chhote ustaad nathi….ustado ki ustaad chhe

  21. આફરીન
    પાંચ પાંચ મધુર સ્વરવાળા ગાયકો!
    અહેમદ ફરાઝની બધાને ગમતી ગઝલ!!
    … ભીની આંખો અને ગદગદ કંઠની
    દાદ કબુલ કરશો…..

  22. Dear Didi,
    I want to listen two Gazal of Mehando Hassan Saab
    1] Tu mere pyar ka geeet hai tu mere dil ki aawaz hai mere hotho pe nagme tere tu hi jeene kan andaz hai tu mere…
    2] Ek khilta hua gulab hai tu tere chehre se khelti hai bahar, ek khilta hua …….
    i am so pleased if you will do this for me

  23. Great compilation of the most loved gazal,
    Good job in extending rich music beyond Gujarati selection…..
    Please keep it up..

  24. After ages, heard this lovely gazal in the voice of Mahendi Hasan saheb and became very nostalgic. The feeling you get listening to this gazal is beyond this world.

  25. I like this concept of putting all versions together.Listening to prerecorded music has its own limitations.When one song is repeatedly listened,it has such strong sense of recall that first reaction is to reject the fresh rendering.Now consider these points:A new singer records when he has a new way of expressing the same lyrics.From the angel of recording technology’s point of view,what is available now is very different from say that available at the time of first recording of Mehdi Hassan.Hence,chance to sing again!.If we concentrate on singer’s voice only,then we do feel a rooh(atma) conversing with god.All singers here have been faithful to original composition.Certainly,a nice way of forgetting the world for some moments at least.I heard this in the morning and I am happy to have heard such a pleasant preyers sung in praise of saheb!Thanks.!

  26. माना के मुहोब्बत का छुपाना भी है मुहोब्बत…
    चुपके से कीसी रोज़ ये जताने के लिये आ…
    It express a pure heart feeling…..
    Lovely…. every word is from heart..
    Keep writting this feeling by your words for us..

  27. જયશ્રી,

    સુંદર ગઝ્લ શબ્દોમાં અને સંગીત બંનેમાં અને તે પણ ચા૨ સુપ્રસિધ્ધ ગાયકોના અવાજમાં અહીં ઉપલબ્ધ કરવા બદલ ખૂબ આભાર! મહેંદી હ્સનનો અવાજ અને ગાયકી ગમવી કે એના વખાણ કરવા એમાં કાઈ નવું નથી તો યે લખીશ કે મારા ખૂબ ગમતા મહાન ગાયકની ગઝલ સાંભળીને ખૂબ આનંદ થયો.

  28. किस-किस को बतायेंगे जुदाई का सबब हम
    तु मुज़से ख़फा है तो ज़माने के लिये आ…
    रंजिश ही सही, दिल ही दुखाने के लिये आ…
    आ फीर से मुजे़ छोड़ के जाने के लिये आ…

    IF NOT FOR ME COME FOR THE WORLD!

    JAISHREE YOU PUT ALL THE BEST HERE,
    FOUR IN ONE!

  29. Jayshreeben, Can’t thankyou enough for providing best selection, loved this gazal, specially Mahendi Hasan’s voice. Also very thoughtful of you to let us listen all singers with same gazal. Can’t wait to see-hear what’s next! Thanks, Nilima

  30. અહેમદ ફરાઝની આ શિરમોર ગઝલ એકસાથે ચાર-ચાર સિદ્ધહસ્ત ગાયકોના તારસ્વરે સાંભળવા મળે એ પોતે એક અનોખો ઉત્સવ છે… છેલ્લા બે દિવસથી આ ગઝલ ચારેય ગાયકોના કંઠે વારંવાર સાંભળી રહ્યો છું… પણ જે મીઠાશથી અને શાંતિથી મહેંદી હસને આ ગઝલને મલાવી-મલાવીને ગાઈ છે એ અભૂતપૂર્વ છે અને સરખામણીની હદોની પાર છે. જો કે આ ઉમદા ગઝલના અંતે જે બે શેર અન્ય કવિના જોડી દીધા છે એ સોનાની થાળીમાં લોઢાની મેખથી વિશેષ કંઈ જ નથી… આ રીત કોઈ સર્જકને અન્યાય કરવાનો કોઈ ગાયકને શું અધિકાર?

  31. એક અલગ જ મિજાજની ગ઼ઝલ અને કંપોઝિશન પણ.. જ્યારે પણ સાંભળું તો એક nostalgic મુડ બની જાય…

    આભાર જયશ્રીબેન..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *