શિવાજીનું હાલરડું – ઝવેરચંદ મેઘાણી

ગુજરાતી સાહિત્યની એક અમર કૃતિ – શિવાજીનું હાલરડું – આજે હેમુ ગઢવીના સ્વરમાં ફરી એકવાર..

.

——————-

posted on : April 17, 2007

સ્વર અને સંગીત : ચેતનભાઇ ગઢવી

.

આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે (2)

બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે.
શિવાજીને નીંદરું ના’વે
માતા જીજાબાઇ ઝુલાવે.

પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ – લખમણની વાત
માતાજીને મુખ જે દીથી,
ઊડી એની ઊંઘ તે દીથી….શિવાજીને…

પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ –
કાલે કાળાં જુદ્ધ ખેલાશે :
સૂવાટાણું ક્યાંય ન રહેશે….શિવાજીને…

ધાવજો રે, મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ –
રહેશે નહીં, રણઘેલુડા !
ખાવા મૂઠી ધાનની વેળા…..શિવાજીને…

પ્હેરી – ઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર –
કાયા તારી લોહીમાં ન્હાશે :
ઢાંકણ તે દી ઢાલનું થાશે….શિવાજીને…

ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ –
તે દી તારે હાથ રહેવાની
રાતી બંબોળ ભવાની….શિવાજીને…

લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરાઆડ્ય –
તે દી તો સિંદોરિયા થાપા
છાતી માથે ઝીલવા, બાપા !….શિવાજીને…

આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ –
તે દી તારાં મોઢડાં માથે
ધૂંવાધાર તોપ મંડાશે…….શિવાજીને…

આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પ્હોર –
તે દી કાળી મેઘલી રાતે
વાયુ ટાઢા મોતના વાશે…..શિવાજીને…

આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ –
તે દી તારી વીરપથારી
પાથરશે વીશભુજાળી……શિવાજીને…

આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય –
તે દી તારે શિર ઓશીકાં
મેલાશે તીર- બંધૂકા….શિવાજીને…

સૂઈ લેજે, મારા કેસરી રે ! તારી હિંદવાણ્યું જોવે વાટ –
જાગી વ્હેલો આવ, બાલુડા !
માને હાથ ભેટ બંધાવા….શિવાજીને…

જાગી વ્હેલો આવજે, વીરા !
ટીલું માના લોહીનું લેવા !

શિવાજીને નીંદરું ના’વે
માતા જીજાબાઇ ઝુલાવે.
બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે.

———————

ફરમાઇશ કરનાર મિત્ર : S.Vyas. , તિલક પટેલ, શ્વેતાંગ

આલબમ : હાલરડાં
સ્વર : લાલિત્ય મુન્શા

.

સંપૂર્ણ આલ્બમ:

132 replies on “શિવાજીનું હાલરડું – ઝવેરચંદ મેઘાણી”

  1. સિબિ રાજા નુ ભજન માટે વેબ સાઈટ જનાવશો….તો તમારિ ખૂબ મહેરબાનિ…થેન્ક્સ્…..

  2. nice try to save gujarati bhasa
    i want to here zaverchand meghani’s all poams in voice of shri hemu gadhvi
    & also want to here dulabhaya kag in his own voice. please guide me on my mail id mention here

  3. બહુ મજા આવિ. ઘના દિવસે આવુ શૌર્ય વાલુ હાલરડુ સામ્ભળવા મ્ળ્યુ. જયશ્રેી બેન અને ચેતન ભાઈ નો ખુબ ખુબ આભાર.

  4. Hi Does anybody know where I can get lyrics to Garba’s? I have searched many sites online and have not found a single site that has garba’s on it.
    Your help will be much appreciated.

    Rups

  5. ચ્.ગુમાં ૧૦૨ તાવ સાથે શ્રી ભીખુદાન ગઢવીએ આ ગીતથી બધાને મંત્રમુગ્ધ કર્યા હતા.નાનપણથી ઘડપણ સુધી સદા મધુરું જ લાગ્યું છે

  6. Jay Jay Jay Gujarat
    Kem Cho
    Aa Halardu khubaj Karna Priya Che
    Pan Aa Geet Adhu kem vage che

  7. VAH VAH SU VAT CHHE. TAHUKO.COM TO AAPNI KATHIYAVADI SANSKRUTI NE KHAREKHAR AKHI DUNIYA MA PRASARAVI CHHE. THANK YOU TAHUKO.COM WE ARE PROUD OF YOU…. lOVE YOU.
    MOR BANI THANGAT KARE NAM……. SAMBHALVU CHHE!!!!!

  8. બહુ જ મજા આવિ ખરેખર ગુજરાતી ભાષા ની રચના નુ જતન બહુ જ સુન્દર રીતે થઇ રહયુ છે

  9. hi friends

    i want the song kum kum kera pagle madi garbe ramva aav from when can i donwload? & even want to download tame mare dev na……

    plz help me
    regards
    nirali

  10. ખરેખર ઝવેર્ચન્દ મેઘાણેી નેી રચ્ના એટ્લે અદ્ભુત્!!મારા નાના સન્-ને નાન્પણ થેી જ્ કરુણ અને શૌર્યતાભર્યા ગેીતો ગમે chhe.આપ આ કવેી નુ “સુના સમદર્નેી પાળે”–રજુ કર્શો? આજે પણ આ હાલરડુ ગાનાર ને કેટ્લો જુસ્સો ને કરુણ રસ નેીતર્તો હશે!! સુતેલો બાળક અત્યારે તેનો meaning નથેી જાણ્તો પણ માતા ને કેટ્લો Gaurav &Santosh થતો હશે!!—-પટેલ પરેીવાર્-શેીકાગો{U.S.A.}

  11. વ્યસ સાહેબ ને વિનન્તિ
    હેમુઊ ગધવિ નિ આ રચ્ના મુક્શો
    જયશ્ર્રિ બેન
    ધ્ન્યવાદ્

  12. Its really nice to hear some of gujarati songs on this website. We are in melbourne and was finding good gujarati songs since long. At last we got it here.
    Millions of thanx and wish you to continue with this.

  13. jayshree ben, mane halarda ni cassette no set joi chhe.. kya thi mali shake? aa site par 2 thi vadhu halarda mukya chhe tame?

    R. Shah ( surat, US)

  14. આ વેબ સાઈટ ના જન્મદાતા ને લાખ લાખ અભિનન્દન. આપણી લાડલી ને લાખેણી માતૃભાષાના પ્રચાર અને પ્યાર માટે તમે જે કાર્ય કરો છો તે બિરદાવવા લાયક છે.

  15. Aaje maru Gujarati garvit mam aur garvathi praffulitt tahi gayu.
    Shivaji na halarda ni mari viannti no aatlo jaldi jawab malse, main kadi vichareluj nahi…..aa haladrdu maru aati priya chhe. Mara mota putra and have bija putra ne aa halardu sambhalavti vela mane bahuj aanand no anubhav thay chhe.

    Aajemain sangeet i sathe swayam sambhali ne aur aanand anubhavyo.

    Aap no khubaj aabhar.

    Aap ni pase muj gujarati mate koi bijo prasad hoi to krupiya kari vahenchso.

    Jay Shri Krishna.

    Bhautik V. Vaidya
    Ulsan, South Korea

  16. નાના હતા ત્યારે સ્કુલ મઅમ આ કવિતા શિખતા. ૧૯૫૦’મામ્.ખરેખર બાલપન યાદ આવિ ગયુ.

  17. ખુબ મઝા આવિ ગઇ.મને ઝવેરચદ મેધાનિ નુ રક્ત ટપકતિ સો સો ધારા સાભળ્વુ ચે.આભાર્

  18. jayashree…u probably dont realise how we feel when we listen the songs that are closest to our heart…its pure ecstacy….its meditation on net sort of experince……thanks a lot dear….

  19. આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ –
    તે દી તારી વીરપથારી
    પાથરશે વીશભુજાળી……શિવાજીને…

    બાળકને પણ જુસ્સો જગાડતુ હાલરડુ. નાનપણથી જ આવા શબ્દો કાન પર પડતા આવ્યા હોય એ બહાદુર બને એમાં નવાઈ જ નહિં ને.

    આભાર જયશ્રી.

  20. કવિતાનો એ સાવજ જયારે મનના પિંજરમાંથી છૂટી, અડિખમ
    ભાવ અને દેશદાઝથી નીતરતા શબ્દોનો શિકાર કરે ત્યારે એના
    મારણના માયનાને પામવા ભલભલા શબ્દાર્થીઓ વિચારોના
    પાંજરે પૂરાય જાય છે.અલંકારિત શબ્દોનો એ રાજવી જેનો
    કાવ્યરથ નીકળતા ખુશીની મારી ધરણી એનો ભાર ઊપાડવા
    ઝંખતી.
    ચાંદસૂરજ

  21. I also came across this composition sung by Hemu Gadhavi recently, which is a littler faster. Like them both.

  22. ગજબ નુ ગિત મે બહુ નાનિ હતિ ત્યારે સાભદિઉ હતુ. ખુબ સુન્દર.
    mr.Vyas and Jaishree ben ખુબ ખુબ આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *