પ્રેમ એટલે કે… – મુકુલ ચોક્સી

સૌથી પહેલા તો ‘બેસ્ટ ગુજરાતી બ્લોગર’ તરીકે મારી પસંદગી થઇ.. એ માટે દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. 6 મહીના પહેલા ફક્ત શોખ માટે શરુ કરેલા બે બ્લોગ : ‘ટહુકો અને મોરપિચ્છ’ એક દિવસ અહીંયા સુધી પહોંચશે, એવો જરા ખ્યાલ નો’તો.
તો ચાલો.. આજના દિવસનો થોડો વધુ ખાસ બનાવીએ. ગુજરાતી સંગીત સાથેનો મારો પ્રેમ વધુ ગાઢ બનાવવામા સોલી કાપડિયાના આલ્બમ ‘પ્રેમ એટલે કે..’ નો ઘણો મોટો ફાળો… જ્યારે ગુજરાતીમાં, પણ કંઇક નવું શોઘતી હતી, ત્યારે સુરત સ્ટેશન પરના એકદમ નાની એક કેસેટ સ્ટોરના માલિકે મને આ કેસેટ આપેલી.. અને પૂરા આત્મવિશ્વાસ સાથે એમણે કહેલુ.. ‘લઇ જાઓ.. ચોક્કસ ગમશે’. અને પછી તો સોલીભાઇ સાથે ફોન પર વાત કરી.. એમના બીજા આલ્બમ લેવા અમદાવાદના ‘ક્રોસવર્ડ’ ગઇ.. તો ત્યાંથી ‘હસ્તાક્ષર’.. ‘મારી આંખે કંકુના સૂરજ’.. એવા ઘણા બીજા આલ્બમ લીધા…

ઓહ… ચલો હવે વધારે લાંબી વાત નહીં કરું… સાંભળો સોલીભાઇના મધુર કંઠમાં આ મારું અતિપ્રિય ગીત.
Prem etle ke

.

પ્રેમ એટલે કે,
સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.
સ્વપ્નમાં પળાય એવો કાયદો…
પ્રેમ એટલે કે,
તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાશી લાખ વહાણોનો કાફલો

(આ ચોર્યાશી લાખ વહાણો ક્યાંથી આવ્યા એ ખબર છે ? વાંચો.. કાવ્યને અંતે)

ક્યારે નહીં માણી હો,
એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે,
એ પ્રેમ છે.
દાઢી કરતા જો લોહી નીકળે ને ત્યાંજ કોઈ પાલવ યાદ આવે,
એ પ્રેમ છે.

પ્રેમ એટલે કે,
સાવ ઘરનો જ એક ઓરડો… ને તોય આખા ઘરથી અલાયદો…

કાજળ આંજીને તને જોઉં તો તું લાગે,
એક છોકરીને તે શ્યામવર્ણી
વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે,
મને મૂકી આકાશને તું પરણી

પ્રેમમાં તો
ઝાકળ આંજીને તને જોવાની હોય
અને ફૂલોમાં ભરવાનો હોય છે મુશાયરો…

પ્રેમ એટલે કે…
સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.

( આ ગીતમાં આવતી ‘ તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાશી લાખ વહાણોનો કાફલો… ‘ કે કડી સાંભળવાની મને ઘણી જ મજા આવે.. પણ આ ચોર્યાશી લાખ વહાણોની વાત શું છે, એ પ્રશ્ન દિમાગમાં જરૂર આવ્યો હતો… એટલે એક દિવસ મમ્મીને પૂછ્યું, ત્યારે ખબર પડી, કે પહેલાના જમાનામાં જ્યારે સુરત એક ધમધમતું બંદર હતું, ત્યારે ચોર્યાશી અલગ અલગ બંદરોના વહાણો ત્યાં આવતા.. એટલે એવું કહેવાતું કે સુરતમાં ચોર્યાશી બંદરોના વાવટા ફરકે.. વખત જતાં એ ચોર્યાશી નું અપભ્રંશ થતા, કહેવતમાં ચોર્યાશી લાખની વાત આવતી થઇ ગઇ. )

અને મારો આ ભ્રમ દૂર થયો વિવેકભાઇની વાત પરથી :

ચોર્યાસી બંદરની વાત ભલે સાચી હોય, પણ અહીં કવિએ નથી સુરતની વાત કરી કે નથી એના કાંઠે આવતા ચોર્યાસી બંદરોના જહાજની વાત. આખી કવિતામાં બીજે ક્યાંય સુરતનો સંદર્ભ આવતો નથી. આ ચોર્યાસી લાખ જહાજ એટલે મારી દૃષ્ટિએ ચોર્યાસી લાખ જન્મોના ફેરા. પ્રેમિકાના ગાલના ખંજન પર ચોર્યાસી લાખ ભવ ઓવારી દેવાનું મન થાય એ પ્રેમ…

98 replies on “પ્રેમ એટલે કે… – મુકુલ ચોક્સી”

  1. ગુજરાતી સાહિત્ય નો આ ભવ્ય વરસો અને કલા નો સૈગમ ઍટલે આપનો ટહુકો જયશ્રીબેન અપનો અભાર મનીઍ ઍટલો ઑચો તમને ખુબ અભીન્દન્

  2. ફાગણના સુઁદર ગીતોને માણ્યા.ખુબ મઝા પડી.

  3. just excellent!!!!!!!!!!!!!!!!this song always open the heart and purify. thanks to writer as well singer.

  4. હેલો,
    સાચે બૌ જ બૌ જ ઉન્ડા અર્થ છે અખા ગિત મા
    મજા પડી ગઇ.આભાર

    કેતુલ શાહ
    અમદાવાદ

  5. khub j gamyu aa song. gando gando thai gayo hu….
    i liked it. Lyrics pan saru che ane sathe music compose khub j saru che….

  6. Hi ! Jay Shri Krishna

    એક સલામ… સ્વર સંગીતના આ કસબીઓને..

  7. જય શ્રી બહેન
    અભીનંદન ને પાત્ર છો તમે, મને આનંદ છે કે આપ અમેરિકામાં રહીને પણ ગુજરતી સાહિત્ય અને સંગીત ની મન મુકીને સેવા કરો છો. ફરી અભીનંદન, ઘણુ બધુ મળી ગયુ આપની પાસે થી, પરંતુ એક વિનતી છે ભલે આપ ડાઊનલોડ કરવાની સગવડ ના ઊભી કરો પરંતુ પોતાનુ પ્લેલીસ્ટ બનાવવાની સગવડ કરી આપો તો આપને મડવાનુ તો થશે અને અમે સંગીતના સથવારે કામ ને પણ સરળ બનાવી શકીશુ…અને મારા બ્લોગ પર પણ સમય કાઢીને આવજો અને સુધારા વધારા કે’તા જજો…. parisamvad.blogspot.com

  8. One of my friend from Gujarat referred this website…and…..Wow….Fantastic !! We really enjoyed Gujarati songs after a while…………….Great Work.

  9. That’s Truely A Good Song & Altogether A Good Poetry & A Sweet Composition & Heard This Song Long Back B4 It Was Relesed On HMV Direct From The Soli & Since I Love It … A Simple Words & Also Touchy … ! Thanks 2 Mukul – Soli – & Whole Team Behind The Scenes … Go On We Are Waitng For Much More …. I Belive ( Mrs. Soli ) Nisha – Soli Altogether Creats Great Magic ( aapna Sambandh )
    THat’s Ashish Shah ( Singer & Anchor )

  10. HI JAYSHREEBEN

    THANK U SO MUCH FOR MAKIN TAHUKO SING AGAIN.
    I WAS WAITING FOR IT LIKE NE THING

    BUT THERE IS A SMALL PROBLEM
    AS SOON AS I WENT AHEAD TO LISTEN MY FAV. PREM ETLE KE I FOUND OUT THT ITS NOT PLAYIN IN FULL
    LAST PARA IS NOT PLAYIN COMPLETE
    ONLY 1ST LINE FRM LAST PARA IS PLAYIN

    PLS LOOK IN THE MATTER
    THANKS A LOT AGAIN
    AND KEEP DOIN THE GOOD WORK
    CHEERS
    ANKIT TREVADIA

  11. maulik desai
    sorry kahish pehlato k gujarati hova chata gujarati type karta nathi avdtu….
    mane mukul bhai na badha j gazal bo pasand che
    ketla vakhat thi aa gazal search karto hato ane aaje mali j gai ….me bo maan bhari ne gazal pidhi che…..maja avi gai
    hu nasibdar chu k surat no hovathi mukul bhai ni gazal nu raas pan thaya kare che
    ane ante thanx to jayshree ben k aa gazal apna badha shdhi pahochadi

  12. જય્ શ્રિબેન તમારો ખુબ ખુબ આભાર….વરસો થિ આ પ્રેમ એતલે વાલુ શોધતો હતો…૮૪ લાખ વાલિ એક જ પન્ક્તિ સામભલિ હતિ…

  13. I never thought that i’ll get this song on internet. then i thought let’s try on google, and i found this song and this wonderful site. i am very happy after searching this site, i am very near to gujarat and my favourite gujrati music and all songs are really beautiful. so credit goes to founder of this site who gave chance to listen all these songs only at one place. thx a ton from me and all gujjus who loves our proud music.

  14. hi jayshree ben congralutations on your success.and good luck to your future.i always read tahuko i like that.

  15. ANTR NE SPARSH KARVANI TAMARI AAVDAT…………………..SABDO NATHI SAVENDANA NA SABDKOSHMA SODHYA PA6I AGAL LAKHI SAKISH

  16. આને વીશે તો શુ કહુ ………….પણ આજે તો આ કિવ એ મને પ્રેમ નો અર્થ શરડ ભાશા મા સમજાવી દીધુ.

  17. તમારા બધાજ સન્ગ્રહ બહુજ સરસ ચે તો એમા આ પન એડ કરોને ” હુ તો સુરજ મુખિ નુ એક નાનકડૂ ફુલ ” અને ” સાત પગ લા આકાશ મા ” , મોરપિન્ચ ને માનુ શ્યામ નુ સરનામુ”

    બાદલ

  18. Amazing. Khuba j sundar Romantic Song Chhe. Prem bharela ramatiyal shabdo ni maja adbhut chhe. Great Job Jayshree.

  19. જરા વીગતે સમજાવશો તો આભારી થઈશ્

    તક્લીફ બદલ માફ કરશો

  20. નીરવ,
    સોલી કાપડિયાનું આલ્બમ – પ્રેમ એટલે કે.. ઘણું સરળતાથી મળી રહેશે.

  21. શુ કોઈ મને કહેશે કે આ ગીત ક્યાથી ડાઊનલોડ કરી શકાશે?

  22. સોલિ ભાઇ નો અવાઝ અને પાછુ આ સુન્દર ગિત.
    સરસ

  23. અરે હા જયશ્રી, વિવેકની સાથે હું પણ સમંત છું… મને પણ હંમેશા એવું જ લાગ્યું છે કે ચોર્યાસી લાખ જન્મોના ફેરાની વાત અહીં કરે છે… ચોર્યાસી બંદરવાળી વાત પણ પહેલી જ વાર સાંભળી… મઝા આવી ગઇ.

  24. ખૂબ જ સરસ ગીત. એકવાર માણો અને વારંવાર તમને માણવાનુ મન થશે.

  25. પ્રેમ શાશ્વત, ચિરંતન, અપેક્ષારહિત, કોઈ પણ કારણ વગર ફુલતો, ફેલાતો અને લાખો હ્રદયો ને સ્પર્શતો – કોઈ વાર રડાવતો તો કોઈ વાર હસાવતો – અને આનંદની પળોને ખુબ ખુબ બહેલાવતો હોય ત્યારે મન ને અવકાશની પેલે પાર લઈ જઈ સ્પંદનો ના મહાસાગર માં ડૂબાડી તેને રસતરબોળ કરી નાંખે છે. જય.

  26. i have this song in mp3 format but today i listned it after so many days and I have constantly repeated this song almost 5 times. Thanks for sharing beautiful music.

  27. i am late to congrates you….but feelings are the same….u won award for the best gujarati blogger and by that yr golden time starts ,i can feel it.

    u r a different material.and the world is bound to know that…..feeling proud of you.

  28. Congrats for having won Best Blogs Award. It is nice to read & listen Gujarati Geet OR/& Ghazal. The combo of audio & visual(writings) is nice, which attracts common people, BHAVAK of Gujarati Geet/Ghazal.
    It would be interested to know the difference of Geet & Ghazal.
    Thanks Jayshreeji,
    Vikram Bhatt

  29. hi,
    jayshree
    thank you
    prem mate na aava geet aane aavi gazalo aap nava nava aapso aatali maherabani karashoji
    prem nu varanan karvamate mari pase sabado nathi prem aato ishawar taraf thi marali kudarati
    bakshish che

  30. આભાર વિવેકભાઇ !!
    મને ગુજરાતી ગીતો અને ગઝલ નો બહુ શોખ છે.
    પણ સાહિત્ય એ મારો વિષય નથી.
    તેમ છતા હુ આપણી ગુજરાતી ભાષાને વધારે ને વધારે જાણવાના સતત પ્રયત્નો કરતો રહું છું.
    મને જરા એટલુ જણાવશો કે ગીત અને ગઝલ માં શું ફરક હોયછે?

    અહીં રજુ કરેલ ગીત બહુ સરસ છે.

    આભાર સહ્,

  31. મજા પડી ગઈ !!
    બહુ ખાસ્સા સમય પછી આ ગઝલ સાંભળવા મળી.
    આભાર !!

  32. Jayshree, Congratulations for getting the vote, you’ve earned it. Thank you for making it possible for us to access the poetry and songs we didn’t realize we missed reading and listening to! અભિનંદન.

  33. Congratulations Jayshree.My voting was really true. I am glad.All the best.
    -Harshad Jangla
    Atlanta, USA
    Jan 8 2007

  34. આભાર વિવેકભાઇ..
    આ ગીત સાંભળવાની હવે વધારે મજા આવશે.

  35. સૌપ્રથમ તો હાર્દિક અભિનંદન… લગે રહો, મુન્નાભાઈ!

    બીજું ચોર્યાસી બંદરની વાત ભલે સાચી હોય, પણ અહીં કવિએ નથી સુરતની વાત કરી કે નથી એના કાંઠે આવતા ચોર્યાસી બંદરોના જહાજની વાત. આખી કવિતામાં બીજે ક્યાંય સુરતનો સંદર્ભ આવતો નથી. આ ચોર્યાસી લાખ જહાજ એટલે મારી દૃષ્ટિએ ચોર્યાસી લાખ જન્મોના ફેરા. પ્રેમિકાના ગાલના ખંજન પર ચોર્યાસી લાખ ભવ ઓવારી દેવાનું મન થાય એ પ્રેમ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *