વાંસલડી ડૉટ કૉમ – કૃષ્ણ દવે

આ ગીત મારા માટે તો ઘણું જ સ્પેશિયલ છે.. હું અમેરિકા આવી એના થોડા વખત પછી પપ્પા એ અમદાવાદથી એક પાર્સલ મોકલ્યું હતું, એમા બીજી થોડી વસ્તુઓની સાથે એક ધ્યાન ખેંચે એવી વસ્તુ હતી – કૃષ્ણ દવેની ‘વાંસલડી ડોટ કોમ’. ત્યારે તો હજુ ટહુકો શરૂ નો’તો કર્યો.. અને મારો કવિતાઓ પ્રત્યેનો લગાવ બધા માટે (મારા માટે પણ) અજાણ્યો જ હતો. તો પપ્પાએ અચાનક આ કવિતાની ચોપડી કેમ મોકલી? એ તો પપ્પા જ જાણે… પણ હા – ત્યારથી કવિ કૃષ્ણ દવે – અને એમની પહેલી વાંચેલી કવિતા – વાંસલડી ડોટ કોમ – મારા માટે એકદમ ખાસ છે…

અને આજે તો વ્હાલા કાનુડાનો જન્મદિવસ પણ ખરો ને? તો મારા તરફથી સૌને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… અને સાંભળો આ સ્પેશિયલ ગીત – બે સુમધુર સૂર સાથે…

સ્વરાંકન: ચન્દુ મટ્ટાણી
સ્વર: આલાપ – હેમા દેસાઈ

krishna_PG11_l

.

વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ?

ધારો કે મીરાંબાઈ ડૉટ કૉમ રાખીએ તો રાધા રિસાય એનું શું ?
વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લૉપી ભીંજાય એનું શું ?
પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું ?
કાનજીની વેબસાઈટ…

ગીતાજી ડૉટ કૉમ એટલું ઉકેલવામાં ઊકલી ગઈ પંડિતની જાત.
જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત.
તુલસી, કબીર, સુર, નરસૈંયો થઈએ તો ઊકલે છે કંઈક ઝાંખું ઝાંખું.
કાનજીની વેબસાઈટ…

એ જ ફક્ત્ પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ.
એને શું વાઇરસ ભૂંસી શકવાના જેનાં ચીર પૂરી આપે ઘનશ્યામ ?
ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ વિન્ડો ના વાખું.
કાનજીની વેબસાઈટ…

Vansaladi.com , Vansaladi dot com, krushna dave

55 replies on “વાંસલડી ડૉટ કૉમ – કૃષ્ણ દવે”

  1. ભગવાન શ્રેી ક્રિશ્ના ના દર્દ ને આટલેી સુન્દર રેીતે રજુ કર્ય ચ્હે કે કદાચ પ્રભુ પોતે પણ જો આ કવિતા વાચે તો પોતાના બધા દુખ ભુલેી જાય.

    ખુબ સુન્દર રચના ચ્હે.

    આભાર.

  2. મોર પિન્ચ્હ પહેલ વાર સામ્ભ્લિ …. મજા આવિ ગઇ

  3. ખુબજ સરસ .. શબ્દોથી વર્ણવી શકાય તેમ નથી એટલુ અદભુત છે.

  4. સુપદ સવા લાક નુ ઝાતકો રે ઝાતકો આ ગેીત કોઇ પાસે હશે?

  5. આપની આ હ્ઝલ જાણે કેસુડાનુ ફૂલ ….પ્રવીણ જોશી..મુ-જલોત્રા ત-વડગામ્ બનાસકાથા ૯૪૨૯૦૮૭૫૬૪

  6. આજ ગેીત શ્યામલ મુન્શિના સ્વરમા પણ ખુબ સુન્દર

  7. Dear Jayshreeben,

    I really enjoyed this new version. 🙂

    How about another track of this CD, Sudama na fariya ma Lexus dekhai..really want to listen to it.

    Could you please post it or email me?

    Thank you very much.

  8. વેબ સાઇટ બનાવવાનો અને કોંમ્પુટર હારડ વેર નો વ્યવસાય.
    સાહિત્ય અને કવિતાનો શોખ ખરો. મુળભુત રીતે નાસ્તીક હોવા છતા કવિની આસ્તિકતા અને પ્રિય પાત્ર પ્રત્યેની આસ્થા અને તે દ્વારા નીપજતી કલ્પના, આધુનિક્તા જમાના સાથે મેળ પાડીને જે રીતે કરવામા આવી ઍ તૅ દાદ માગી લે તેવી ચે. અમારી વેબસઈટની ઓફિસમા વારવાર વાગતુ અને સઓને સભળાવાતુ ગીત. ખૂબ ખુબ ધન્ય્વાદ કવિશ્રીને.

  9. ભાઇ શ્રી, શ્યામલ શૌમીલ ના અવાજ માં ગવાયેલુ આ ગીત
    વાંસલડી ડોટ કોમ, ના આલબમ નુ નામ આપશો પ્લીઝ.
    અથવા જો શક્ય હોય તો મારા ઇ-મેલ પર મોકલી આપજો.
    કારણ કે શ્યામલ શૌમીલ ના અવાજ માં આ ગીત ખુબ શોધ્યુ
    પણ ક્યાંય મળતું નથી, તો આ માં ધ્યાન આપવાની મહેરબાની
    કરશોજી. આભાર જો બને તો મને ઇ-મેલ થી જવાબ આપજો.

  10. song has touched my heart since i heard it. I replied late .sorry for that. Can i hear this song on this website

  11. Krishna Dave is great poet of gujarati. There are other great poems in his “Vasalandi Dot Com” book and few of my favorites are “Eni Roj Roj Hoy Chhe Babal” and “Baval ne aavyo kantalo”. So please put these two poems on tahuko.com

  12. ઉત્તમ રચના, ઉતમ કવિ, અતિ ઉત્તમ વિશય અને સર્વોપરિ નિશ્ચય જૈ શ્રિ ક્રિશ્ન

  13. મારુ ગમતુ ગીત…કઈક આવુ જ પણ થોડુ અલગ…

    “ડોન્ટ ટચ માય ગગરી મોહન રશિયા,
    મોહન રશિયા માય હાર્ટ વસિયા…..

  14. કૃષ્ણ દવેનું ખૂબજ સુંદ ગીત. મારું મનગમતું.

  15. જયશ્રીબેન,
    જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત.
    આવી સાધનાની અપેક્ષા કવિનુ ‘ડૉટ કૉમ વૃંદાવન આખું, કૃષ્ણ દવેને અનેકાનેક અભિનદન

  16. મિત્ર અમિત નો ખુબ ખુબ આભાર આવિ સરસ ક્રુતિઓ તરફ ધ્યાન દોરવા બદલ અને ધ્ન્યવાદ અના સર્જક ને !

  17. […] “વાંસલડી ડોટ કોમ, મોરપિચ્છ ડોટ કોમ, ડોટ કોમ વ્રંદાવન આખું. કાનજીની વેબ સાઈટ એટલી વિશાળ છે કે, ક યાં કયાં નામ એમાં રાખું?”    – વાંચો અને સાંભળો […]

  18. આ મધુર ગીત અમને એટલું બધું ગમતું કે અમારી ૫૦મી વેડીંગ એનીવર્સરી વખતે અમે ગાયેલું!

  19. જયશ્રીબેન
    તમને ઈ-મેલ મોકલ્યા બાદ મારે સૌમીલભાઈ સાથે વાત થઇ.
    તેમનિ નવિ સીડી રીલીઝ કરવાના છે તેમાં આ ગીત લીધુ છે.

  20. Ashraf Dabawala introduced your web site to many people attending Sangit Sandhya at Schaumburg, Illinois on 3rd Aug by Munshi Group.
    Munshi Group very recently on 25 July presented this very Hi-Tek song at the personal Farmaish by Pujya Bhupendrabhai Pandya at Manav Sewa Mandir at Bensenville, Illinois. We were really very lucky to hear & enjoyed it.
    There was Video recording done. But Munshi Group should bless for the release it to your Website.
    I will give it a shot.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *